AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રેનના છેલ્લા ડબ્બા પર ‘X’ અને ‘LV’ કેમ લખેલું હોય છે? જાણો આ નિશાની પાછળનું અસલી કારણ

રેલવેમાં મુસાફરી કરતી વખતે આપણે ઘણીવાર ટ્રેનના છેલ્લા ડબ્બા પર પીળા રંગનો મોટો 'X' અને 'LV' લખેલું બોર્ડ જોતા હોઈએ છીએ. આપણને લાગતું હશે કે, આ માત્ર એક સામાન્ય નિશાની છે પરંતુ વાસ્તવમાં આ નાનકડી દેખાતી નિશાની પાછળ રેલવેની સુરક્ષાનું એક મોટું વિજ્ઞાન છુપાયેલું છે.

ટ્રેનના છેલ્લા ડબ્બા પર 'X' અને 'LV' કેમ લખેલું હોય છે? જાણો આ નિશાની પાછળનું અસલી કારણ
| Updated on: May 11, 2026 | 7:41 PM
Share

ભારતીય રેલવેની કાર્યપ્રણાલી જેટલી વિશાળ છે, તેટલી જ રસપ્રદ પણ છે. અવારનવાર પાટા પર દોડતી ટ્રેનને જોતી વખતે આપણા મનમાં અનેક પ્રશ્નો થાય છે.

એવામાં સૌથી સામાન્ય પ્રશ્ન એ છે કે, “ટ્રેનના છેલ્લા ડબ્બા પર બનેલી પેલી મોટી ‘X’ ની નિશાની શું છે?” આ માત્ર પેઈન્ટ કરેલી કોઈ આકૃતિ નથી પરંતુ રેલવેનો એક એવો ‘મૂક રક્ષક’ (Silent Guard) છે, જે હજારો જીવની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

કેમ જરૂરી છે ‘X’ ની નિશાની?

રેલવેના સંચાલનમાં સ્ટેશન માસ્ટર અને ગાર્ડની ભૂમિકા સૌથી મહત્વની હોય છે, જ્યારે કોઈ ટ્રેન સ્ટેશન પરથી પસાર થાય છે, ત્યારે સ્ટેશન માસ્ટરે એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે, આખી ટ્રેન સુરક્ષિત રીતે પસાર થઈ ગઈ છે. સફેદ કે પીળા રંગનો આ ‘X’ એ વાતનું પ્રતીક છે કે, આ ટ્રેનનો છેલ્લો ડબ્બો છે.

જો ટ્રેન પસાર થઈ જાય અને છેલ્લા ડબ્બા પર ‘X’ ન દેખાય, તો તેનો અર્થ એ છે કે ટ્રેનના કેટલાક ડબ્બા રસ્તામાં જ છૂટી ગયા છે. આવી સ્થિતિમાં સ્ટેશન માસ્ટર તરત જ આગળના સ્ટેશન અને કંટ્રોલ રૂમને જાણ કરે છે, જેથી તે જ ટ્રેક પર આવતી બીજી ટ્રેનોને રોકી શકાય.

LV બોર્ડ: સુરક્ષાનું બેવડું પડ

તમે નોંધ્યું હશે કે, ‘X’ ની સાથે પીળા રંગનું એક નાનું બોર્ડ પણ લટકતું હોય છે, જેના પર કાળા અક્ષરોમાં ‘LV’ લખેલું હોય છે. આનું ફૂલ ફોર્મ Last Vehicle (અંતિમ વાહન) થાય છે. આ ‘X’ માર્કની જ પુષ્ટિ કરે છે, જેથી ધુમ્મસ કે ઓછા પ્રકાશમાં કોઈ પણ પ્રકારનો ભ્રમ ન રહે.

અંધારા અને ધુમ્મસમાં સેફટી

દિવસ દરમિયાન તો ‘X’ અને ‘LV’ સાફ દેખાય છે પરંતુ રાત્રિના અંધકારમાં કે શિયાળાના ધુમ્મસમાં સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત થાય છે? તેના માટે રેલવે એક ખાસ ટેકનિક અપનાવે છે:

  1. છેલ્લા ડબ્બાના નીચેના ભાગમાં એક લાલ રંગની લાઈટ લાગેલી હોય છે, જે સતત બ્લિંક (ઝબકતી) થાય છે.
  2. આ લાઈટ દૂરથી જ રેલવે કર્મચારીઓને સંકેત આપે છે કે, આખી ગાડી ટ્રેક પર છે અને તેનો અંતિમ છેડો સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યો છે.

શું થાય જ્યારે ‘X’ ગાયબ હોય?

જો કોઈ કારણસર ટ્રેનના બે ડબ્બા વચ્ચેનું કપલિંગ તૂટી જાય અને પાછળના ડબ્બા પાટા પર જ રહી જાય, તો પસાર થતી ટ્રેનની પાછળ ‘X’ હશે નહીં. આને ઇમરજન્સી (કટોકટી) સ્થિતિ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રેલવે તરત જ તે રૂટનો વીજ પુરવઠો કાપી શકે છે અથવા સિગ્નલ લાલ કરી દે છે, જેથી પાછળ રહી ગયેલા ડબ્બા સાથે બીજી કોઈ ટ્રેન ન અથડાય.

ટ્રેનના ડબ્બાને ‘બૉગી’ કહેવાની ભૂલ તમે પણ કરો છો ? જાણો કોચ અને બૉગી વચ્ચેનો અસલી તફાવત!

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">