કાળી કોટડીના એકાંત બાદ અંગ્રેજો લાવ્યા સેટલમેન્ટ મેરેજની બ્લુપ્રિન્ટ જેમા કામ કરતો બ્રિક્સ એન્ડ બુકેનો અભિગમ- વાંચો
કાળા પાણીની સજા બાદ અંગ્રેજોની આ ક્રૂર વ્યૂહરચનાનો બીજો પડાવ હતો કેદીઓના સેટલમેન્ટ મેરેજ. વર્ષોથી એકાંતવાસ અને કાળી કોટડીમાં બંધ કેદીઓને બહાર નીકળવાની છૂટ આપવામાં આવી. મહિલા કેદી જે પુરુષ સામે જુએ તેની સાથે તે ઘર વસાવી શક્તો. અહીં જ્ઞાતિ-જાતિ વિશે વિચારવાનો અવકાશ જ ન હતો અને કેદી માટે આ સેટલમેન્ટ વ્યવસ્થા જીજીવિશાનો જ એક ભાગ બની ગઈ. અંદામાનમાં 70 હજારથી વધુ કેદીઓના આ પ્રકારે લગ્ન થયા હતા, તેમના વંશજો આજે પણ તેમના પૂર્વજોને યાદ કરે છે તો આંખો ભીની થઈ જાય છે.

કાળાપાણીની સજામાં એકાંતવાસ, અંધારી કોટડીઓ, ભૂખમરાવાળી મજૂરી અને અમાનવીય વ્યવહાર પછી પણ જો કોઈ કેદી જીવતો બચી જાય, તો તેને માનસિક રીતે કેદ કરવા માટે બ્રિટિશ સરકારે નવી વ્યુહરચના અપનાવી. ‘જેલ બહાર જેલ’ બનાવવાની. આ રીતે પોર્ટબ્લેરની અંદર એક નવી યોજનાનો જન્મ થયો. કેદીઓને તેમના પરિવારથી વિમુખ કર્યા પછી, તેમના માટે અહીંજ એક ‘નવો પરિવાર’ ઊભો કરવામાં આવ્યો. કેદી ન માત્ર સજા ભોગવે પરંતુ સંપૂર્ણપણે કાબુમાં રહે તેના માટે કાળા પાણીની સજા કાળા પાણીની સજા મળવી એ એટલી હદે નિર્દયી હતી કે તેના પરિવારજનો માની લેતા હતી કે જે કાળા પાણી ગયો એ ક્યારેય જીવિત પરત નહીં આવે. એકાંતવાસની માણસના મગજ પર બહુ ખરાબ અસર પડે છે. કાળા પાણીમાં કેદી એકલો અંધારી કોટડીમાં રહેતો, ન સૂર્યપ્રકાશ મળતો, ન ખોરાક પાણી કે ન કોઈને મળવાની છૂટ. આવામાં અનેક...
