તમે જોયું જ હશે કે ઘણીવાર કાર પર સફેદ અને પીળા રંગની નંબર પ્લેટ લગાવેલી હોય છે. જો કે, ઘણી બધી એવી કાર ક્યારેક-ક્યારેક જોવા મળે છે, જેમાં લાલ, લીલો, વાદળી અને કાળા રંગની નંબર પ્લેટ હોય છે. તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે કંઈ કારમાં વાદળી, લીલી, કાળા રંગની નંબર પ્લેટ હોય છે. કારની નંબર પ્લેટ તેના રજીસ્ટ્રેશનના આધારે નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, આપણે જાણીએ છીએ કે લાલ, લીલી નંબર પ્લેટનો અર્થ શું છે.