Tea Recipe: કડક અને નોર્મલ.. આદું વાળી ‘ચા’ બનાવવાની બે અલગ અલગ રીત તમે જાણો છો..!
સવારની સુસ્તી દૂર કરી દિવસની શાનદાર શરૂઆત કરવા ગરમ આદુ વાળી ચા શ્રેષ્ઠ છે. ઘરે જ સ્વાદિષ્ટ અને કડક આદુ વાળી ચા બનાવવી હવે સરળ છે.

સવારની ઊંઘ દૂર કરવા અને દિવસની શાનદાર શરૂઆત કરવા માટે ગરમ, સ્વાદિષ્ટ અને આદુ વાળી ચા શ્રેષ્ઠ વિકલ્પ છે. ઘરે જ કડક આદુ વાળી ચા બનાવવી હવે સરળ બની ગઈ છે. અહીં ચા બનાવવા માટે બે અનોખી અને સરળ પદ્ધતિઓ આપવામાં આવી છે.
1. કડક ચા બનાવવાની પદ્ધતિ
સામગ્રી:
- 1 કપ પાણી
- 1 કપ દૂધ
- 1 નાનો આદુનો ટુકડો
- 2 એલચી
- 2 ચમચી ચા પાવડર
- 1.5 ચમચી ખાંડ (સ્વાદ મુજબ)
બનાવવાની રીત:
- આદુ અને એલચીને સારી રીતે ધોઈને ચૂરચૂરી કરી લો. આથી ચાને રેગ્યુલર ચાની જેમ સુગંધ મળશે.
- એક તપેલીમાં 1 કપ પાણી ઉકાળો.
- પાણી ઉકળી જાય ત્યારબાદ આદુ-એલચીનું મિશ્રણ ઉમેરો અને સારી રીતે હલાવો.
- હવે 1 કપ દૂધ ઉમેરો, જેથી ચા ક્રીમી અને સ્મૂધ બને.
- ખાંડ ઉમેરો અને થોડીવાર ઉકાળો.
- અંતે 2 ચમચી ચા ની ભૂકી ઉમેરો અને ધીમા તાપે 3–4 મિનિટ માટે ઉકાળો.
- તમારી ગરમા ગરમ, કડક ચા તૈયાર છે.
2. નોર્મલ ચા (ન તો વધુ કડક, ન તો નોર્મલ)
સામગ્રી:
- 1 કપ પાણી
- 1 કપ દૂધ
- 2 એલચી
- 2 નાના આદુના ટુકડા
- 2 લવિંગ
- 2 ચમચી ચા પાવડર
- 1.5 ચમચી ખાંડ
બનાવવાની રીત:
- આદુ, એલચી અને લવિંગનો ભૂકો તૈયાર કરો.
- એક તપેલીમાં 1 કપ પાણી ઉકાળો અને તેમાં આ મસાલા ઉમેરો. નોર્મલ તાપ પર ઉકાળો.
- ખાંડ ઉમેરો અને ફરીથી ઉકાળો.
- હવે 2 ચમચી ચા પાવડર ઉમેરો અને 2 મિનિટ માટે ઉકાળો.
- અંતે 1 કપ દૂધ ઉમેરો અને 3–4 મિનિટ માટે હલાવો, જેથી ચા ક્રીમી બને.
તમારી મીઠી અને સ્વાદિષ્ટ ચા હવે તૈયાર થઈ જશે.
શિયાળામાં સવારે ખાલી પેટે ચા પીવાય કે નહીં? જાણો એક્સપર્ટ શું કહે છે..
