પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની પ્રેશર ટેકનિક થઈ સફળ, પ્રદેશ નેતાઓ માની જતા હવે દંડકપદેથી નહીં આપે રાજીનામું
અમિત ચાવડાએ એસસી સેલમાં કરેલ નિમણૂક સામે ધારાસભ્ય કિરીટ પટેલે વાધો ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, કિરીટ પટેલના માર્ગદર્શન હેઠળ પાટણ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવામાં આવી હતી. આ અંગે કિરીટ પટેલ સામે શિસ્તભંગના પગલાં લેવાને બદલે, અમિત ચાવડાએ કિરીટ પટેલની એસસી સેલમાં કરેલ નિમણૂક રદ કરવા અને કિરીટ પટેલ વિરુદ્ધ કાર્ય કરનારા નેતાઓ સામે કાર્યવાહી કરવાની બાહેધરી આપી હોવાનું કહેવાય છે.

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે, આજે દિવસના પ્રારંભે વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જો કે, આ જાહેરાતના કલાકો બાદ, કિરીટ પટેલ રાજીનામા અંગે થુંકેલુ ચાટતા હોય તેમ રાજીનામુ આપવાની વાતથી ફરી ગયા હતા. આ અંગે એવી વિગતો સામે આવી છે કે, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા હાલ રાજ્યવ્યાપી કોંગ્રેસની યાત્રામાં જોડાયેલા હોવાથી કિરીટ પટેલની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવી શકે તેમ નથી, જેવી કોંગ્રેસની રાજ્યવ્યાપી યાત્રા સંપન્ન થશે ત્યારે કિરીટ પટેલની માંગણીઓ પર સંતોષકારક નિવારણ લાવવાની ખાતરી ઉચ્ચારવામાં આવી છે.
અમિત ચાવડાએ એસસી સેલમાં કરેલ નિમણૂક સામે ધારાસભ્ય કિરીટ પટેલે વાધો ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, કિરીટ પટેલના માર્ગદર્શન હેઠળ પાટણ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવામાં આવી હતી. આ અંગે કિરીટ પટેલ સામે શિસ્તભંગના પગલાં લેવાને બદલે, અમિત ચાવડાએ કિરીટ પટેલની એસસી સેલમાં કરેલ નિમણૂક રદ કરવા અને કિરીટ પટેલ વિરુદ્ધ કાર્ય કરનારા નેતાઓ સામે કાર્યવાહી કરવાની બાહેધરી આપી હોવાનું કહેવાય છે.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ દંડક પદેથી રાજીનામું નહીં આપવા અંગે માની ગયા બાદ, ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે ટેલિફોન પર વાતચીત થઈ છે. તેમણે મારી બન્ને માંગણીઓ સ્વીકારી છે અને તેનુ નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. આથી હવે વિધાનસભા કોંગ્રેસ પક્ષ દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય હાલ પુરતો મૌકૂફ રાખવામાં આવ્યો છે.
કિરીટ પટેલે એવુ પણ કહ્યું હતું કે, રાધનપુરમાં મારા પ્રવચનને રોકવાનો પ્રયાસ કરાયો હતો. તેમજ એસસી સેલની રાજ્યકક્ષાની કરાયેલ નિમણુંકો અંગે મારી નારાજગી હતી. રાધનપુરમાં મારા પ્રવચનમાં ખેલલ પહોચાડીને મને બોલતો અટકાવનારા સામે પગલા ભરવા માટે જણાવ્યું છે. એટલુ જ નહીં, કોંગ્રેસને બે વાર પાટણમાંથી જીત અપાવનાર ધારાસભ્ય સામે 2017 અને 2022ની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામ કરનારાના નામ પણ આપેલા છે તેમને શિક્ષા કરવાને બદલે શિરપાવ આપવામા આવતા વિરોધ સ્વરૂપે રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી હતી.