AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જ્યારે પંખા, એસી કે કૂલર ન હતા ત્યારે રાજા-મહારાજાઓ ભીષણ ગરમીથી બચવા માટે શું કરતા? – વાંચો

આજે આપણે ગરમીથી રાહત મેળવવા માટે પંખા, કૂલર અને એસીની તરફ ભાગીએ છીએ. જ્યારે આમાના કોઈ જ ઉપકરણો ન હતા, ત્યારે રાજા મહારાજાઓના સમયમાં તેઓ તેમના મહેલો અને ઘરોને ભીષણ ગરમીમાં કેવી રીતે ઠંડા રાખતા હશે?

જ્યારે પંખા, એસી કે કૂલર ન હતા ત્યારે રાજા-મહારાજાઓ ભીષણ ગરમીથી બચવા માટે શું કરતા? - વાંચો
| Updated on: Apr 21, 2026 | 7:25 PM
Share

હાલ જ્યારે ઉનાળાએ તેનો બરાબરનો મિજાજ બતાવવાનુ શરૂ કરી દીધુ છે. ત્યારે હવામાનશાસ્ત્રીઓની આગાહી પણ આવનારા દિવસોમાં પ્રચંડ ગરમી તરફ ઈશારો કરી રહી છે. આ સાથે જ કૂલર, એસી અને પંખાનુ વેચાણ વધ્યુ છે. લોકો તેમની સહુલિયત મુજબ ગરમીમાંથી બચવાની વ્યવસ્થા કરી રહ્યા છે.

જ્યારે આજના વિશ્વમાં ગરમીનો સામનો કરવાના અનેક રસ્તાઓ છે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે વીજળી પહેલાના દિવસોમાં એર કન્ડીશનર, કુલર અને પંખાની શોધ પહેલાં ઘરોને કેવી રીતે ઠંડા રાખવામાં આવતા હતા? ખાસ કરીને, ઉનાળાના મહિનાઓમાં રાજામહારાજાઓના ભવ્ય મહેલો કેવી રીતે ઠંડા રહેતા હતા?

તમે એવુ કહી શકો કે રાજા મહારાજાઓ તળાવ, ઝરણા અને પહાડોની વચ્ચે મહેલ બનાવતા હતા, આ મહેલોની આસપાસ બગીચા બનાવી હરિયાળી વધારતા હતા. તેનાથી આસપાસનું વાતાવરણ ઠંડુ રહેતુ હતુ. પરંતુ ભારતના રાજસ્થાન, ઈરાન, અરબના દેશો અને ઈજિપ્ત જેવા ગરમ અને રણપ્રદેશ ધરાવતા વિસ્તારમાં રહેનારા લોકો રાજા, બાદશાહના મહેલો અને કિલ્લા કેવી રીતે ઠંડા રહેતા હતા.

એસી,કૂલર અને ઈલેક્ટ્રીસિટીની શસોધ પહેલા પણ પ્રાચીન સમયમાં ઘરો અને મહેલોને ઠંડા રાખારા યંત્રો હતા. આ યંત્રો ભવનો અને મહેલોની ઈમારતનો હિસ્સો હતા. આવો જાણીએ કે જુના જમાનામાં એવા તો ક્યાં પ્રકારની એસી હતા જે ભીષણ ગરમીમાં રાહત આપતા હતા.

AC વિના ઘરોને ઠંડા રાખવાની ટેક્નિક

પ્રાચીન મિસરથી પર્શિયન સામ્રાજ્ય સુધી, પવનને પકડવાની એક અનોખી પદ્ધતિ સદીઓથી લોકોને ઠંડક આપતી હતી. આ ઠંડક પ્રણાલીનો ઉદ્ભવ ઈરાનમાં થયો હોવાનું માનવામાં આવે છે. BBCના અહેવાલ મુજબ, પહેલાના સમયમાં રણ પ્રદેશોમાં બનેલા ઘરોમાં ઘણીવાર ‘પવન યંત્ર’ અથવા ‘પવન પકડનાર’નો સમાવેશ થતો હતો. આ સુવિધા આ ઘરો અને ઇમારતોના સ્થાપત્યનું એક મહત્વપૂર્ણ તત્વ હતું.

મધ્ય ઈરાનના રણમાં આવેલું યઝદ શહેર લાંબા સમયથી આવી રચનાત્મક સંરચનાઓનું કેન્દ્ર રહ્યું છે. યઝદમાં ઉપયોગમાં લેવાતી પ્રાચીન તકનીકોમાંની એક પવન-પકડનાર ઉપકરણ છે, જેને ફારસીમાં બાદગીર તરીકે ઓળખવામાં આવે છે. આ અદ્ભુત બાંધકામો, જે ઊંચા મિનારાઓ અથવા ગુંબજો જેવા હતા, તે યઝદમાં ઇમારતોની છત પરથી આકાશને સ્પર્શતા દેખાતા હતા. તેઓ ઘણીવાર લંબચોરસ અથવા ચોરસ ટાવર, અથવા ગોળાકાર, અષ્ટકોણીય અને અન્ય સુશોભિત ડિઝાઇન ધરાવતા ગુંબજ જેવા માળખાના રૂપમાં રહેતા હતા.

આ વિન્ડ કેચર હવાને ઈમારતોના આંતરિક ભાગમાં પહોંચાડવાનું કામ કરતા હતા. જેમ જેમ હવા ઉપરથી નીચે આવતી હતી, તેમ તેમ તે માળખાના આંતરિક ચેમ્બરમાં વહેતા પહેલા ઠંડુ થઈ જતું હતું. ક્યારેક, ઠંડકની અસરને વધુ વધારવા માટે, પાણીથી ભરેલા પૂલ અથવા મોટા વાસણો નીચેના આંગણામાં મૂકવામાં આવતા હતા. એવું કહેવાય છે કે ભવન નિર્માણ દરમિયાન જ પવન યંત્ર બનાવવાની આ ટેકનિક યઝદથી સમગ્ર દુનિયામાં ફેલાઈ હતી. ઘરોને ઠંડુ રાખવા માટે ઇમારતોના નિર્માણમાં પવન પકડવાની પદ્ધતિઓને એકીકૃત કરવી – યઝદમાં ઉદ્ભવી હતી અને ત્યારબાદ તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ.

જુના જમાનામાં ઘરોને ઠંડા રાખવા માટેના ઉપાય

આવી ટેકનિકનો ઉપયોગ રાજસ્થાનના જયપુર, જૈસલમેર, ઉદયપુર સહિતના અન્ય શહેરોના મહેલોમાં પણ કરાયેલો જોવા મળે છે. આ ઉપરાંત ભારતના આ શહેરોમાં સ્ટેપ વેલ એટલે કે મોટી મોટી વાવનું નિર્માણ પણ કરાવવામાં આવતુ હતુ. આ સ્ટેપ વેલના કારણે માત્ર એક ઘર જ નહીં પરંતુ આસપાસનો વિસ્તાર પણ ઠંડો રાખવામાં આસાની રહેતી હતી.

છત પર લગાવતા પરંપરાગત પવન ટાવર

આ મિનારાઓ ઊંચાઈવાળા પવનોને પકડીને અંદરની તરફ ફેંકતા હતા, જેનાથી ઇમારતોમાં કુદરતી વેન્ટિલેશન અને ઠંડક મળતી હતી. ઠંડી હવા માળખાના આંતરિક ભાગમાં ફરતી હતી, જ્યારે ગરમ હવા ઉપરથી બહાર નીકળી જતી હતી.

ચૂંટણી સમયે ‘ઇન્ડિયા આઉટ’ નો નારો આપનારો આ દેશ હવે ભારત પાસે જ દેવુ ચુકવવા વધુ સમયની માગી રહ્યો છે ભીખ

Follow Us
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
g clip-path="url(#clip0_868_265)">