AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 31 મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા બેટિંગ કરશે.

Breaking News: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
SRH vs DC
| Updated on: Apr 21, 2026 | 7:27 PM
Share

IPL 2026માં આજે સિઝનના 31 મા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં DCએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે SRH આ મેચમાં પહેલા બેટિંગ કરશે. DC આ સિઝનની છઠ્ઠી અને SRH સાતમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

અક્ષર પટેલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. અક્ષર પટેલે કહ્યું કે ટોસ બાબતે અમારું નસીબ સારું રહ્યું છે, બધી મેચ જીત્ય હોત તો વધુ સારું હોત. મને નહોતું લાગતું કે હું DC માટે 100 મેચ રમીશ. આશા છે કે, આજે રાત્રે અમને જીત મળશે. અમે આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. આકિબ નબીની જગ્યાએ નીતિશ રાણા ટીમમાં સામેલ છે.

ઈશાન કિશને શું કહ્યું?

ટોસ હાર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ઈશાન કિશને કહ્યું કે અત્યારે કહેવું મુશ્કેલ છે કે બેટિંગ કે બોલિંગમાંથી કયો ઓપ્શન સારું રહેશે, કારણ કે મને નથી લાગતું કે આ વિકેટ એવી છે જેના પર આપણે પાછલી બે મેચ રમ્યા હતા. પણ હા, તે બધું તેના પર નિર્ભર કરે છે કે તમે કેવી રીતે રમો છો. અમે ટીમમાં થોડા ફેરફારો કર્યા છે. હર્ષ દુબે અને મદુશંકા આજની મેચમાં રમશે, પ્રફુલ હિંગે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકિપર), અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવાંગ કુમાર, હર્ષ દુબે, સાકિબ હુસૈન, ઈશાન મલિંગા.

ઈમ્પેક્ટ સબ્સ: સ્મરણ રવિચંદ્રન, પ્રફુલ હિંગે, લિયામ લિવિંગસ્ટોન, દિલશાન મદુશંકા, હર્ષલ પટેલ.

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

પથુમ નિસાંકા, કેએલ રાહુલ(વિકેટકિપર), સમીર રિઝવી, નીતીશ રાણા, ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ(કેપ્ટન), ડેવિડ મિલર, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ટી નટરાજન, લુંગી એનગીડી.

ઈમ્પેક્ટ સબ્સ: કરુણ નાયર, દુષ્મંથા ચમીરા, આશુતોષ શર્મા, ત્રિપુરાણા વિજય, ઔકિબ નબી.

Breaking News: આ બેટ્સમેને 4.50 લાખ રૂપિયામાં બનાવ્યો માત્ર 1 રન, IPLમાં 35 કરોડ રૂપિયાની કરી કમાણી

Follow Us
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">