BECIL Recruitment 2022: ઈન્વેસ્ટિગેટર સહિત 500 પોસ્ટ માટે વેકેન્સી જાહેર થઈ, 25 જાન્યુઆરી પહેલા આ રીતે કરો અરજી
આ ભરતી માટેની અરજીઓ માત્ર ઈ-મેલ દ્વારા જ સબમિટ કરી શકાશે. ભરતી અંગેના નોટિફિકેશન મુજબ અન્ય માધ્યમથી મોકલવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ ઈન્ડિયા લિમિટેડે(Broadcast Engineering Consultants India Limited – BECIL) સુપરવાઈઝર અને ઈન્વેસ્ટિગેટરની 500 જગ્યાઓ માટે લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. BECIL ની આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
BECIL ની આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 25મી જાન્યુઆરી 2022 છે જોકે ઉમેદવારોને અરજીની છેલ્લી તારીખની રાહ જોયા વિના તરત જ અરજી કરવાની સલાહ આપવામાં આવી છે. આ ભરતી માટેની અરજીઓ માત્ર ઈ-મેલ દ્વારા જ સબમિટ કરી શકાશે. ભરતી અંગેના નોટિફિકેશન મુજબ અન્ય માધ્યમથી મોકલવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચવું જોઈએ.
ખાલી જગ્યાઓની વિગતો
ઈન્વેસ્ટિગેટર : 350 પોસ્ટ સુપરવાઈઝર: 150 પોસ્ટ
યોગ્યતા
ઈન્વેસ્ટિગેટર અને સુપરવાઈઝરના પદ માટેના ઉમેદવારો પાસે કોઈપણ માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ તેમજ કમ્પ્યુટરમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા
બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ ઈન્ડિયા લિમિટેડ(Broadcast Engineering Consultants India Limited – BECIL) સુપરવાઈઝર અને ઈન્વેસ્ટિગેટરની 500 જગ્યાઓ માટે મહત્તમ 50 વર્ષ છે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી અને અંતિમ પસંદગી માટે ઇન્ટરવ્યુ લેવામાં આવશે. જો આ ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે તો ઉમેદવારોને પણ આ અંગે જાણ કરવામાં આવશે.
અરજી ફી: SC/ST/EWS માટે સામાન્ય માટે રૂ.500 અને OBC રૂ.350.
અરજી કરવાની છેલ્લી તારીખ: 25 જાન્યુઆરી, 2022
આ પણ વાંચો : UPSC Success Story: પિતા મારુતિની ફેક્ટરીમાં હતા કામદાર, દીકરી મોહિતા શર્મા આવી રીતે બની IPS ઓફિસર
આ પણ વાંચો : AICTE Scholarship: AICTE શિષ્યવૃત્તિમાં અરજી કરવા માટે હવે થોડા દિવસો બાકી, દર વર્ષે મળે છે 50 હજારની સહાય