તમે પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતું ખોલી શકો છો, પૈસા રહેશે સંપૂર્ણપણે સુરક્ષિત

|

Mar 05, 2022 | 9:43 AM

પોસ્ટ ઓફિસમાં એક અથવા બે પુખ્ત વ્યક્તિ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ ઉપરાંત માતાપિતા સગીર અથવા નબળી માનસિક સ્થિતિ ધરાવતા વ્યક્તિના વાલી પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે.

તમે પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતું  ખોલી શકો છો, પૈસા રહેશે સંપૂર્ણપણે સુરક્ષિત
પોસ્ટની આ સ્કીમ સારા વળતર સાથે નાણાંની સુરક્ષા આપે છે.

Follow us on

જો તમે તમારી બચતનું રોકાણ(Investment)કરવાનું વિચારી રહ્યા છો, તો તમે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ (Saving Schemes) સારો વિકલ્પ બની શકે છે. આ યોજનાઓમાં તમને સારું વળતર મળે છે.આ ઉપરાંત તેમાં રોકાયેલા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો બેંક ડિફોલ્ટ થાય તો તમને માત્ર 5 લાખ સુધીની રકમ પરત મળે છે પરંતુ પોસ્ટ ઓફિસ(Post Office)માં તમે સુરક્ષિત છો. તમે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ્સમાં ખૂબ જ ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકો છો. પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (Post Office Savings Account) નો સમાવેશ થાય છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

વ્યાજ દર

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં હાલમાં વ્યક્તિગત અને જોઈન્ટ એકાઉન્ટ પર વાર્ષિક 4.0 ટકાનો વ્યાજ દર છે.

રોકાણની મર્યાદા

પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલવા માટે ઓછામાં ઓછા રૂ.500નું રોકાણ જરૂરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ખાતું કોણ ખોલાવી શકે?

પોસ્ટ ઓફિસમાં એક અથવા બે પુખ્ત વ્યક્તિ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ ઉપરાંત માતાપિતા સગીર અથવા નબળી માનસિક સ્થિતિ ધરાવતા વ્યક્તિના વાલી પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં 10 વર્ષથી વધુ ઉંમરનો સગીર પણ પોતાના નામે ખાતું ખોલાવી શકે છે.

જાણો યોજના અંગેની મહત્વની માહિતી

  • પોસ્ટ ઓફિસમાં વ્યક્તિ સિંગલ એકાઉન્ટ તરીકે માત્ર એક જ ખાતું ખોલાવી શકે છે.
  • 10 વર્ષથી વધુ ઉંમરના બાળક અથવા સગીર અથવા માનસિક રીતે વિકલાંગ વ્યક્તિ વતી માત્ર એક ખાતું ખોલી શકાય છે.
  • જોઈન્ટ એકાઉન્ટ ધારકના મૃત્યુની સ્થિતિમાં હયાત ખાતાધારક એકમાત્ર ધારક હશે. જો હયાત ધારકના નામે સિંગલ એકાઉન્ટ હોય તો જોઈન્ટ એકાઉન્ટ બંધ કરવું આવશ્યક છે.
  • આ સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં સિંગલને જોઈન્ટ એકાઉન્ટમાં કન્વર્ટ કરી શકાતું નથી. તેને રિવર્સ કરવાની પણ મંજૂરી નથી.
  • પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ એકાઉન્ટ ખોલતી વખતે નોમિનેશન ફરજિયાત છે.
  • જ્યારે સગીર પુખ્ત બને છે ત્યારે તેણે નવું ખાતું ખોલવાનું ફોર્મ સબમિટ કરવું પડશે. આ ઉપરાંત તેણે પોતાના નામે ખાતું બદલવા માટે તેના પોતાના નામે કેવાયસી દસ્તાવેજો સંબંધિત નામે સબમિટ કરવાના રહેશે.

આ પણ વાંચો : Forex Reserve : વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો પણ સોનાના ભંડારમાં 96 કરોડ ડોલરનો વધારો

આ પણ વાંચો : જો તમે નિવૃત્તિ પછી ટેન્શન ફ્રી રહેવા માંગતા હોય તો રોકાણના આ વિકલ્પો અપનાવો, ઘડપણમાં કોઈ સમસ્યા નહીં આવે

Published On - 9:40 am, Sat, 5 March 22

Next Article