Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે નિવૃત્તિ પછી ટેન્શન ફ્રી રહેવા માંગતા હોય તો રોકાણના આ વિકલ્પો અપનાવો, ઘડપણમાં કોઈ સમસ્યા નહીં આવે

તમે વિવિધ પ્રકારની પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સ્કીમ, બેંક એફડી, પોસ્ટ ઓફિસ મંથલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ વગેરેમાં પણ રોકાણ કરી શકો છો. મોટાભાગની બેંકો વરિષ્ઠ નાગરિકોને બેંક એફડી અને આરડીમાં વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે.

જો તમે નિવૃત્તિ પછી ટેન્શન ફ્રી રહેવા માંગતા હોય તો રોકાણના આ વિકલ્પો અપનાવો, ઘડપણમાં કોઈ સમસ્યા નહીં આવે
Retirement Special Investment Planning
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 7:37 AM

નિવૃત્તિ પછી દરેક વ્યક્તિ પોતાનું બાકીનું જીવન આરામથી પસાર કરવાનો પ્રયાસ કરે છે. આ માટે નિવૃત્તિ પછી પ્રાપ્ત ભંડોળ (Retirement Tips) વધુ સારી રીતે આયોજન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે, સમય સાથે મોંઘવારી ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ કિસ્સામાં માત્ર મહિનામાં એકવાર મળતાં પેન્શનમાંથી જીવન નિર્વાહ ચલાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જો તમે નિવૃત્તિ પછી માસિક પેન્શન સ્કીમ (Monthly Pension Scheme) સિવાય તમારા ફંડમાંથી સારા પૈસા કમાવવા માંગતા હોવ તો તમારે સ્માર્ટ પ્લાનિંગ કરવું પડશે. તે તમને તમારું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. જાણો નિવૃત્તિ પછીના તમારા ફંડના રિટાયરમેન્ટ સ્પેશિયલ પ્લાનિંગ (Retirement Special Planning) વિશે…

તમે મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP) પસંદ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે આજકાલ ઘણા લોકો સારા વળતર માટે મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund) સ્કીમમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તેમાં રોકાણ કરવાથી તમને ઓછા જોખમમાં મહત્તમ વળતર મળે છે.

તમારી નિવૃત્તિ પછી મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (mutual fund systematic investment plan)ખૂબ મદદરૂપ થઈ શકે છે. તે તમને સમય સમય પર આર્થિક મદદ કરે છે. તે જ સમયે જો તમે જીવનના કોઈ તબક્કે SIP બંધ કરવા માંગતા હોવ તો તમે તેને સરળતાથી બંધ કરી શકો છો. આ સિવાય તમે માર્કેટ પ્રમાણે પણ રોકાણ કરી શકો છો.

1000GB ડેટા, કૉલિંગ અને 11 OTT, Jioના આ સસ્તા પ્લાને મચાવી ધમાલ !
IPL 2025 : 1 કરોડની સોનાની ચેન પહેરી છવાયો ખેલાડી, જુઓ ફોટો
સલમાન ખાનની 34 લાખની ઘડિયાળનું 'રામ' સાથે કનેક્શન, જુઓ ફોટો
શિખર ધવન સાથે ફરી જોવા મળી સોફી શાઈન, શેર કર્યો લગ્નનો ફોટો
Astrology of moles : શરીર પર તમારે આ જગ્યાએ તલ છે ? તો થશે મોટો લાભ
Chaitra Navratri 2025: શું નવરાત્રિ દરમિયાન લગ્ન, મુંડન કે ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો કરી શકાય?

તમે આ યોજનાઓમાં રોકાણ કરી શકો છો

તમે વિવિધ પ્રકારની પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સ્કીમ, બેંક એફડી, પોસ્ટ ઓફિસ મંથલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ વગેરેમાં પણ રોકાણ કરી શકો છો. મોટાભાગની બેંકો વરિષ્ઠ નાગરિકોને બેંક એફડી અને આરડીમાં વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે. જો તમે પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરો છો તો તમને 7.4 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે.

Mutual Fund માં રોકાણ પહેલી પસંદ બની રહ્યું છે

આજકાલ ઘણા લોકો સારા વળતર માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તેમાં રોકાણ કરવાથી તમને ઓછા જોખમ સાથે વધુમાં વધુ વળતર મળે છે.

આ પણ વાંચો : LIC ની આ પોલિસી દુર કરશે દીકરીના લગ્નની ચિંતા, દરરોજ જમા કરો 151 રૂપિયા અને મેચ્યોરીટી પર મેળવો 31 લાખ રૂપિયા, જાણો વિગતવાર

આ પણ વાંચો : Russia-Ukraine યુદ્ધના કારણે પટકાયેલા કારોબાર વચ્ચે પણ Rakesh Jhunjhunwala ના પોર્ટફોલિયોનો આ શેર Multibagger બન્યો

g clip-path="url(#clip0_868_265)">