ઘર બેઠાં પોસ્ટ ઓફિસની આ બચત યોજનાઓમાં ઓનલાઈન જમા કરી શકો છો પૈસા, આ રહી પુરી પ્રોસેસ
પોસ્ટ ઓફિસ ડિપોઝિટ સ્કીમની સૌથી સારી બાબત એ છે કે તેમાં કરવામાં આવેલ રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે. તેની સ્કીમમાં રોકાયેલા પૈસા ક્યારેય ડૂબતા નથી, કારણ કે તેના પર સરકારની સોવરેન ગેરંટી મળે છે.
પોસ્ટ ઓફિસ (Post Office) સામાન્ય લોકો તેમજ વરિષ્ઠ નાગરિકોના વ્યક્તિગત નાણાકીય લાભ માટે વિવિધ બચત યોજનાઓ (savings schemes) ચલાવે છે. પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ, પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સહિત કુલ નવ સ્કીમ ચલાવવામાં આવી રહી છે. આ તમામ યોજનાઓ પોત પોતાની કેટેગરીમાં શ્રેષ્ઠ અને સલામત છે. પોસ્ટ ઓફિસ ડિપોઝિટ સ્કીમની સૌથી સારી બાબત એ છે કે તેમાં કરવામાં આવેલ રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ તમામ યોજનાઓ તેમની શ્રેણીમાં શ્રેષ્ઠ અને સલામત છે.
પોસ્ટ ઓફિસ ડિપોઝિટ સ્કીમની સૌથી સારી બાબત એ છે કે તેમાં કરવામાં આવેલ રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેની સ્કીમમાં રોકાયેલા પૈસા ક્યારેય ડૂબતા નથી, કારણ કે તેના પર સરકારની સોવરેન ગેરંટી મળે છે. પોસ્ટ ઓફિસની આ યોજનાઓમાં ખાતું ખોલવા માટે તમે પોસ્ટ ઓફિસે જઈને એપ્લિકેશન ફોર્મ ભરીને અથવા ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB) એપનો ઉપયોગ કરીને ખોલી શકો છો. IPPB હવે લોકોને તેમની પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ, સુકન્યા સમૃદ્ધિ યોજના અને PPF એકાઉન્ટમાં ડિજિટલ પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે.
પહેલા ખોલો આ ખાતું
ખાતા ધારકોએ ધ્યાન રાખવું જોઈએ કે તેમની પોસ્ટ ઓફિસ બચત યોજનાઓમાં ડિજિટલ ચૂકવણી કરવા માટે તેઓએ પહેલા ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક બચત ખાતું (IPPB SB) ખોલવું જોઈએ. આ ખાતું ખોલ્યા પછી તમે પોસ્ટ ઓફિસની યોજનાઓમાં ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ કરી શકશો.
IPPB તેના ગ્રાહકોને ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ ઓફર કરે છે જે તેઓ તેમના ઘરની સુવિધાથી મેળવી શકે છે. આ ખાતું 18 વર્ષની વયની વ્યક્તિ ખોલી શકે છે અને ખાતું ચાલુ રાખવા માટે KYC પ્રક્રિયાઓ 12 મહિનાની અંદર પૂર્ણ કરવાની રહેશે. તમે આ ખાતામાં વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. ડિજિટલ બચત ખાતાને નિયમિત બચત ખાતામાં રૂપાંતરિત કરી શકાય છે અને કેવાયસી ધોરણોને પૂર્ણ કર્યા પછી ડિજિટલ બચત ખાતાને POSA પોસ્ટ ઓફિસ બચત ખાતા સાથે લિંક કરી શકાય છે. આ એકાઉન્ટ પર ત્રિમાસિક ધોરણે 2.50 ટકા વાર્ષિક વ્યાજ દર ચૂકવવામાં આવે છે.
ઘરે બેઠા આ રીતે જમા કરો પૈસા
IPPB ખાતું ખોલ્યા પછી, તમે ઘરે બેસીને PPF, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ અને પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટમાં પૈસા જમા કરાવી શકો છો.
- તમારે પહેલા IPPB મોબાઈલ બેન્કિંગ એપ ખોલવી પડશે અને પછી તમારા 4 અંકના MPINનો ઉપયોગ કરીને લોગીન કરવું પડશે.
- આ પછી, ‘DOP સેવાઓ’ વિકલ્પ પર ક્લિક કરો અને પછી તે યોજના પર ક્લિક કરો જેમાં પૈસા જમા કરવાના છે.
- અહીં રિકરિંગ ડિપોઝિટ, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ અથવા PPF નંબર અને DOP ગ્રાહક ID દાખલ કરો.
- હવે જમા રકમ દાખલ કરો અને ‘પે’ પર ક્લિક કરો.
- હવે બાકી રકમને સ્ક્રીન પર વેરીફાઈ કરી પુષ્ટિ કરો અને ‘કન્ફર્મ’ બટન પર ક્લીક કરો.
- હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો અને ‘સબમિટ’ પર ક્લિક કરો.
- હવે તમને તમારી સ્ક્રીન પર અને તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક સફળ મેસેજ મળશે.