Retirement Plan: નિવૃત્તિ પર તમને મળશે 5 કરોડ રૂપિયા, આ સરળ રીતથી કરો પ્લાનિંગ

મધ્યમ વર્ગના મોટાભાગના લોકો તે છે જેઓ નોકરી કરતા હોય છે. આ સ્થિતિમાં, જ્યારે તેઓ 60 વર્ષની વયે નિવૃત્ત થાય છે, ત્યારે તેઓનો પગાર બંધ થાય છે. ત્યારબાદ તેમને ખર્ચને પહોંચી વળવા પૈસાની સમસ્યા થઈ શકે છે.

Retirement Plan: નિવૃત્તિ પર તમને મળશે 5 કરોડ રૂપિયા, આ સરળ રીતથી કરો પ્લાનિંગ
નિવૃત્તિ પર તમને મળશે 5 કરોડ રૂપિયા
Follow Us:
| Updated on: Jun 15, 2021 | 12:51 PM

મધ્યમ વર્ગના લોકો માટે ભવિષ્યનું નાણાકિય આયોજન પહેલાથી જ કરવું પડે છે. મધ્યમ વર્ગના મોટાભાગના લોકો તે છે જેઓ નોકરી કરતા હોય છે. આ સ્થિતિમાં, જ્યારે તેઓ 60 વર્ષની વયે નિવૃત્ત થાય છે, ત્યારે તેઓનો પગાર બંધ થાય છે. ત્યારબાદ તેમને ખર્ચને પહોંચી વળવા પૈસાની સમસ્યા થઈ શકે છે. તેથી તેઓને કારકિર્દી દરમિયાન જ નિવૃત્તિનું આયોજન કરવું જોઈએ. આ માટે, તમે ઘણી યોજનાઓમાં નાણાંનું રોકાણ કરી શકો છો, પરંતુ શ્રેષ્ઠ છે NPS (National Pension System).

દરરોજ માત્ર 442 રૂપિયાની બચત કરો, તમને નિવૃત્તિ પર 5 કરોડ રૂપિયા મળશે

જો તમે 5 કરોડ રૂપિયા એકઠા કરવાનો વિચાર કરો છો, તો તેને જમા કરાવવું મુશ્કેલ બનશે. જો તમે દરરોજ થોડો પૈસા બચાવો છો અને પછી દર મહિને એનપીએસમાં રોકાણ કરો છો, તો તમને નિવૃત્તિ પર એક મોટી રકમ મળશે. જો તમારી ઉંમર 25 વર્ષ છે, તો પછી તમે ફક્ત 442 રૂપિયાની બચત કરીને પણ 5 કરોડ રૂપિયા મેળવી શકો છો.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ગણતરી સમજો, 442 રૂપિયા 5 કરોડ કેવી રીતે બનશે

જો તમે પ્રતિ દિવસ 442 રૂપિયાની બચત કરો છો, તો તેનો અર્થ એ કે તમે એક મહિનામાં આશરે 13,260 રૂપિયા જમા કરશો. હવે માની લો કે તમારી ઉંમર 25 વર્ષની છે અને તમે અપેક્ષા કરી રહ્યા છો કે એનપીએસથી તમને સરેરાશ વાર્ષિક વળતર લગભગ 10 ટકા મળશે. તે સ્થિતિમાં તમારે દર મહિને 35 વર્ષ સુધી 13,260 રૂપિયા જમા કરાવવા પડશે અને 60 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેશો ત્યાં સુધીમાં તમારી પાસે 5.12 કરોડ રૂપિયાનું મોટું ભંડોળ એકત્રિત થઈ જશે.

એનપીએસમાં દર મહિને 13,260 રૂપિયાનું રોકાણ કરો છો, તો 35 વર્ષમાં કુલ રોકાણ 56,70,200 રૂપિયા થશે. હવે તમે વિચારતા જ હશો કે ભલે તમે ફક્ત 56.70 લાખ જમા કરાવ્યા હોય, તો પણ તે 5 કરોડથી વધુ કેવી રીતે થઈ ગયું. તમને દર વર્ષે તમારી મુખ્ય રકમ પર વ્યાજ મળશે અને ત્યારબાદ તે વ્યાજ પર પણ વ્યાજ મળશે. આ રીતે, તમને રૂ. 56.70 લાખની થાપણ પર 35 વર્ષમાં 4.55 કરોડ રૂપિયાનું વ્યાજ મળશે.

કોણ રોકાણ કરી શકે છે?

18 થી 65 વર્ષની ઉંમરની કોઈપણ એનપીએસમાં રોકાણ કરી શકે છે. તેની પરિપક્વતા 60 વર્ષની ઉંમરે છે. એટલે કે, ભલે તમે 18 વર્ષની ઉંમરે અથવા 50 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરો, 60 વર્ષનાં થયા પછી જ તમને પૈસા મળશે. એટલે જેટલું જલ્દી તમે રોકાણ કરવાનું શરૂ કરશો, તમને વધારે ફાયદો મળશે.

ક્યારે પૈસા ઉપાડી શકાય?

એનપીએસમાં, તમે 60 વર્ષ પછી જ પૈસા ઉપાડી શકો છો, તે પણ માત્ર 60 ટકા રકમ જ ઉપાડી શકો છો. જ્યારે બાકીની 40 ટકા રકમનો એન્યુટી પ્લાન લેવો પડશે, જેથી તમે જીવનભર પેન્શન મેળવી શકો.

g clip-path="url(#clip0_868_265)">