AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શેખ હસીનાના કેસમાં નવો વળાંક ! શું બાંગ્લાદેશનું ‘બ્લડ મની’ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાનને બચાવશે ?

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાનને ગંભીર આરોપોમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. જો કે, આ બધા વચ્ચે લોકોની નજર બાંગ્લાદેશના 'બ્લડ મની' પર છે. એવામાં ચાલો સમજીએ કે, આ 'બ્લડ મની' શું છે અને આનાથી શેખ હસીના બચશે કે નહીં?

Breaking News : શેખ હસીનાના કેસમાં નવો વળાંક ! શું બાંગ્લાદેશનું ‘બ્લડ મની’ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાનને બચાવશે ?
| Updated on: Nov 18, 2025 | 5:09 PM
Share

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ગંભીર આરોપોમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. સોમવારે ઢાકામાં આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે (ITC) ચુકાદો આપ્યો કે, વર્ષ 2024 ના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસક ઘટનાઓ અને હત્યાઓમાં હસીના મુખ્ય ગુનેગાર હતી. એવામાં કોર્ટે ચુકાદો આપ્યો કે, હસીનાએ લોકોને મારવા માટે ઉશ્કેર્યા અને હત્યા કરવાનો આદેશ આપ્યો.

ભૂતપૂર્વ ગૃહમંત્રીને પણ મૃત્યુદંડની સજા

આ ઉપરાંત, તેમની સાથે જોડાયેલા ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાનને પણ 12 લોકોની હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો અને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. વધુમાં ત્રીજા આરોપી તરીકે ભૂતપૂર્વ IGP અબ્દુલ્લા અલ-મામુનને કોર્ટે ઓછા આરોપમાં દોષી ઠેરવ્યો અને 5 વર્ષની જેલની સજા ફટકારી.

આ નિર્ણય બાદ દેશભરમાં સુરક્ષા અને તણાવ વધી ગયો છે. જો કે, અધિકારીઓ આ બાબતે કડક નજર રાખી રહ્યા છે. હવે આ બધા વચ્ચે પ્રશ્ન એ છે કે, શું શેખ હસીના બાંગ્લાદેશમાં બ્લડ મની દ્વારા તેમની સજા ટાળી શકશે?

શું બાંગ્લાદેશમાં બ્લડ મની લાગુ પડે છે?

બ્લડ મની (Diyah) નો કોન્સેપ્ટ બાંગ્લાદેશના કાનૂની માળખામાં સામાન્ય ફોજદારી કાયદાનો ભાગ નથી. આ ધારણા ખાસ કરીને બીજા કેટલાંક ઇસ્લામિક દેશોમાં મૃત્યુદંડ સંબંધિત મામલાઓમાં જોવા મળે છે, જ્યાં પરિવારમાં વળતર આપીને મૃતક સામેના દંડને ઘટાડવામાં અથવા ટાળવામાં આવી શકે છે. જો કે, બાંગ્લાદેશ સરકારે ક્યારેક ક્યારેક આંતરરાષ્ટ્રીય સંદર્ભોમાં આને માન્યતા આપી છે.

આનો મુખ્ય હેતુ, તે બાંગ્લાદેશી નાગરીકોને સુરક્ષા આપવાનો છે, જે એવા દેશોમાં ફસાયા છે કે, જ્યાં શરિયા કાયદો લાગુ છે અને તેમને મૃત્યુદંડનો સામનો કરવો પડે છે. આવા કિસ્સાઓમાં, સરકાર તેના નાગરિકોને સજાથી બચાવવા માટે બ્લડ મનીનો ઉપયોગ કરે છે.

શું આનાથી શેખ હસીનાનો જીવ બચી શકશે?

ખાસ વાત એ છે કે, બાંગ્લાદેશને તેના પોતાના કાયદા હેઠળ બ્લડ મનીનો કોઈ અધિકાર નથી. આનો ઉપયોગ દેશમાં ફોજદારી કે રાજકીય કેસોમાં થતો નથી. શેખ હસીનાના કિસ્સામાં પણ જો કોઈ દાવો કરવામાં આવે કે, તે બ્લડ મની દ્વારા મૃત્યુથી બચી શકે છે, તો તે શક્ય નથી, કારણ કે હાલમાં શેખ હસીના ભારતમાં છે અને આ નિયમ એવા દેશો માટે છે, જ્યાં શરિયા કાયદો લાગુ છે.

બ્લડ મની ક્યારે અમલમાં આવે છે?

મીડિયા રિપોર્ટસ અનુસાર, બ્લડ મની ત્યારે જ ઉપયોગી થાય છે, જ્યારે આરોપી અને મૃતકના પરિવાર વચ્ચે સમાધાન થઈ શકે. બાંગ્લાદેશમાં શરિયા કાયદો લાગુ ન હોવાથી, સ્થાનિક અદાલતોમાં આ કોન્સેપ્ટ માન્ય નથી. હવે જ્યારે શેખ હસીનાને સજા ફટકારવામાં આવી છે, તો તેને મુલતવી રાખવાનો કોઈ સ્થાનિક (Local) કાનૂની આધાર નથી.

દેશ અને દુનિયાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">