ઈરાનમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના મૃત્યુ પર કેમ ઉત્સવ મનાવી રહ્યા છે લોકો ? Video આવ્યા સામે
20 મે, 2024 ના રોજ, ઇરાનના રાજ્ય મીડિયા દ્વારા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. જે પછી સમાચાર આવી રહ્યા છે કે ઘણા ઈરાની લોકોએ તેમના મૃત્યુની 'ઉજવણી' કરી.
ઈરાનમાં, રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું 19 મે, 2024 ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાએ પણ જીવ ગુમાવ્યો હતો. 20 મે, 2024 ના રોજ, ઈરાનના મીડિયા દ્વારા રાષ્ટ્રપતિના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. જે પછી ઘણા ઈરાની લોકો તેમના મૃત્યુની ‘ઉજવણી’ કરી રહ્યા છે
ઈબ્રાહિમ રઈસીના મોત પર ઉત્સવ
વાસ્તવમાં સોશિયલ મીડિયા પર દુનિયાભરના ઘણા વીડિયો વાયરલ થયા છે. જેમાં ઈરાની લોકોની સાથે વિદેશમાં વસતા અનેક વિદેશી ઈરાનીઓ પણ ઉજવણી કરતા જોવા મળે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકો રઈસીના મૃત્યુથી ‘ખુશ’ છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે.
એક્ટિવિસ્ટ સલમાન સીમાએ પોતાના એક્સ હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં ઘણા લોકો ઈરાન, કેનેડા અને ઈઝરાયેલના ઝંડા સાથે નાચતા અને ગાતા જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું,
We danced and celebrated the better world without Ebrahim Raisi, the buture of Tehran. Nothing is more heart-warming than Iranians, Israelis, & Canadians dancing together for peace. Thank you jewish brothers and sisters for joining Iranians in our happiness over the death of this… pic.twitter.com/KXx7UHYwCL
— Salman Sima (@SalmanSima) May 21, 2024
“તેહરાનના કસાઈ ઇબ્રાહિમ રાયસી વિના વધુ સારી દુનિયાની ઉજવણી કરવા અમે નાચ્યા અને ગાયાં.આ સાથે એક મહિલા ડાન્સ કરતી જોવા મળી રહી છે.
Just a few months ago, Ebrahim Raisi executed her son, Now, she’s dancing over his death in a helicopter crash. I told you Iranian women are wounded, but unbowed to their oppressors. My social media is flooded with videos of the family members of those killed by the President of… pic.twitter.com/y2PR1XkGGx
— Masih Alinejad ️ (@AlinejadMasih) May 20, 2024
મળતી માહિતી મુજબ “થોડા મહિના પહેલા જ આ મહિલાના પુત્રને ઈબ્રાહિમ રઈસીએ મારી નાખ્યો હતો. હવે તે રઈસના મોત પર ડાન્સ કરી રહી છે. જેમણે કહ્યું હતું કે ઈરાનની મહિલાઓ ઘાયલ છે પરંતુ તેઓ તેમના જુલમી સામે ક્યારેય ઝૂકશે નહીં. આ સાથે અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે મા જેમાં લોકો ઈરાનના રાષ્ટ્રપતિના મૃત્યુની ઉજવણી કરી રહ્યા છે.”
રાષ્ટ્રપતિના મૃત્યુ પર લોકો ખુશ કેમ?
હવે સવાલ એ થાય છે કે આ લોકો શા માટે તેમના મૃત્યુની ઉજવણી કરી રહ્યા છે. વાસ્તવમાં, ઇબ્રાહિમ રઈસી વર્ષ 2021માં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ સત્તામાં આવ્યા હતા. તેમણે મહિલાઓના વસ્ત્રોને લઇને અને કડક ‘હિજાબ અને પવિત્રતા કાયદો’ જેવા નિયમો લાદ્યા હતા. ઈરાની મહિલાઓએ ખુલ્લેઆમ હિજાબનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન ઈરાની પોલીસે 22 વર્ષની યુવતી મહસા અમીનીને કસ્ટડીમાં લીધી હતી.
પરંતુ પોલીસ કસ્ટડીમાં તેનું મોત થયું હતું. જે બાદ ઈરાનના ધાર્મિક શાસન વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ શરૂ થયો હતો. શ્રીમંત સરકાર દ્વારા આ પ્રદર્શનને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ઘણા લોકોને ફાંસી આપવામાં આવી. ઈરાન સરકારની નીતિઓને કારણે ઘણા ઈરાનીઓએ પોતાનો દેશ છોડવો પડ્યો હતો. અને આ કારણે જ કદાચ લોકો તેમના મૃત્યુની ઉજવણી કરી રહ્યા છે.
નોંધ : આ સામે આવેલ વાયરલ વીડિયો છે તે સોશિયલ મીડિયા પરથી લેવામાં આવ્યા છે આ વીડિયોની TV9 Gujarati પુષ્ટિ કરતુ નથી