AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશમાં ભારતીય સંપત્તિની તોડફોડ-પ્રદર્શન, ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, સરકાર લેશે આ પગલાં

સૂત્રોએ માહિતી આપી છે કે સરકાર વિદેશમાં ભારતીય સંપત્તિની તોડફોડ કરનારા અને ત્યાં હિંસક વિરોધ પ્રદર્શન કરનારા ખાલિસ્તાનીઓને બચાવવાના મૂડમાં નથી. આવા લોકોના પાસપોર્ટ અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OIC) કાર્ડ રદ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

વિદેશમાં ભારતીય સંપત્તિની તોડફોડ-પ્રદર્શન, ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, સરકાર લેશે આ પગલાં
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 1:02 PM
Share

સરકાર ખાલિસ્તાની (Khalistani) આતંકવાદીઓ સામે વધુ એક મોટી કાર્યવાહીની તૈયારી કરી રહી છે. સૂત્રોએ માહિતી આપી છે કે સરકાર વિદેશમાં ભારતીય સંપત્તિની તોડફોડ કરનારા અને ત્યાં હિંસક વિરોધ પ્રદર્શન કરનારા ખાલિસ્તાનીઓને બચાવવાના મૂડમાં નથી. આવા લોકોના પાસપોર્ટ અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OIC) કાર્ડ રદ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે કે ભારતીય એજન્સીઓ પણ આ મામલે તપાસ શરૂ કરશે.

તમામ એરપોર્ટને માહિતી આપવામાં આવશે

સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશમાં ભારતીય સંસ્થાઓ, વાણિજ્ય દૂતાવાસ અને દૂતાવાસને નુકસાન પહોંચાડનારા અથવા ત્યાં હિંસક વિરોધ કરનારા લોકોના ભારતીય પાસપોર્ટ અને OCI કાર્ડ્સ રદ કરવામાં આવી શકે છે. આટલું જ નહીં, તેમની સંપૂર્ણ માહિતી ભારતના તમામ એરપોર્ટને આપવામાં આવશે અને ભારતમાં તેમની સામે કાયદાકીય કાર્યવાહીની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો: ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર વિશ્વ વેપારનો આધાર બનશે – PM મોદીએ મન કી બાતમાં કહ્યું

કેનેડા, અમેરિકા, બ્રિટનને માહિતી આપવામાં આવી

એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન થયેલા તમામ હિંસક પ્રદર્શનોની તમામ વિગતો કેનેડા, અમેરિકા, બ્રિટન અને અન્ય દેશોને આપવામાં આવી છે. શરૂઆતમાં એવા લોકોની યાદી બનાવવામાં આવી રહી છે, જેઓ આવા પ્રદર્શનમાં સતત સક્રિય છે. તેમનો ઉદ્દેશ્ય ભારતની છબી ખરાબ કરવાનો છે.

NIAએ 25 આતંકીઓની યાદી તૈયાર કરી

તમને જણાવી દઈએ કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાની ષડયંત્ર પર ડબલ સ્ટ્રાઈક કરી છે. ભારતમાં આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAએ આવા 25 આતંકીઓની યાદી તૈયાર કરી છે. ગઈકાલે NIAએ ચંદીગઢમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની સંપત્તિ જપ્ત કરી હતી. પન્નુ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે. ભારતમાં ઘણી ગંભીર કલમો હેઠળ તેની સામે કેસ નોંધાયેલા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">