UAEના રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કરવા અબુ ધાબી પહોંચ્યા USના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ

સંયુક્ત આરબ અમીરાતના શક્તિશાળી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, શેખ તહનુન બિન ઝાયેદ અલ નાહ્યાને સોમવારે અહીં હેરિસ અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું.

UAEના રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કરવા અબુ ધાબી પહોંચ્યા USના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ
US Vice President Kamla Harris reached Abu Dabhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 6:21 PM

યુનાઈટેડ આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ અને અબુ ધાબી (Abu Dhabi)ના શાસકને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં પહોંચેલા યુએસના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના (Kamla Harris) નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય યુએસ પ્રતિનિધિમંડળ નવા રાષ્ટ્રપતિને મળ્યું. આ મુલાકાત બાઈડેન વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા તેલ સમૃદ્ધ દેશ અબુ ધાબીની ઉચ્ચ સ્તરીય મુલાકાતનું પ્રતિક છે. યુક્રેન (Ukraine) વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહીને કારણે ઝડપથી બદલાતા ભૌગોલિક રાજકીય પરિદ્રશ્ય વચ્ચે યુએસ તેના સાથી દેશો સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સંયુક્ત આરબ અમીરાતના શક્તિશાળી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, શેખ તહનુન બિન ઝાયેદ અલ નાહ્યાને સોમવારે અહીં હેરિસ અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું. આ પ્રતિનિધિમંડળમાં સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન, સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન, સીઆઈએ ડાયરેક્ટર વિલિયમ બર્ન્સ અને ક્લાઈમેટ એન્વોય જોન કેરી પણ સામેલ છે. આ પ્રતિનિધિમંડળ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર શોક વ્યક્ત કરવા અને UAEના નવા રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના નવા શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરવા અહીં આવ્યું છે. શેખ મોહમ્મદ સ્વર્ગસ્થ શેખ ખલીફાના સાવકા ભાઈ છે. શેખ ખલીફાનું શુક્રવારે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા.

કમલા હેરિસે કહી આ વાત

નોંધપાત્ર રીતે શેખ મોહમ્મદ લાંબા સમય સુધી દેશ પર શાસન કરી રહ્યા હતા અને તેમણે દેશની વિદેશ નીતિને આકાર આપ્યો હતો. શેખ ખલીફાને લગભગ 10 વર્ષ પહેલા બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને ત્યારથી તેઓ બીમાર હતા. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન શેખ ખલીફાના અવસાન બાદ શોક વ્યક્ત કરવા સપ્તાહના અંતે અબુ ધાબી પહોંચનારા પ્રથમ યુરોપીયન નેતાઓ હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અબુ ધાબી જતા પહેલા હેરિસે કહ્યું હતું કે તે શેખ ખલીફાના નિધન પર શોક વ્યક્ત કરવા અને યુએઈ સાથે અમેરિકાના મહત્વપૂર્ણ સંબંધોને મજબૂત કરવા રાષ્ટ્રપતિ જો બાઈડેન વતી જઈ રહી છે. “યુનાઈટેડ સ્ટેટ્સ યુએઈ સાથેના અમારા સંબંધો અને ભાગીદારીની મજબૂતાઈને ખૂબ ગંભીરતાથી લે છે,” તેમણે પત્રકારોને કહ્યું અમે અમારો શોક વ્યક્ત કરવા ત્યાં જઈ રહ્યા છીએ.’ તે અમેરિકાના પ્રથમ અશ્વેત અને પ્રથમ દક્ષિણ એશિયામાં જન્મેલા ઉપરાષ્ટ્રપતિ બન્યા. પાસ્કીના જણાવ્યા મુજબ હેરિસે જ્યાં સુધી બાઈડેન એનેસ્થેસિયા હેઠળ ન હતા, ત્યાં સુધી રાષ્ટ્રપતિની સત્તા સંભાળી હતી, જો કે તેણે તેની વેસ્ટ વિંગ ઓફિસમાંથી કામ કર્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">