AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હોન્ડુરાસના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં કમલા હેરિસ આપશે હાજરી, જો બાઇડને આપી મહત્વપૂર્ણ જવાબદારી

અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ હોન્ડુરાસના પ્રથમ નવા ચૂંટાયેલા મહિલા રાષ્ટ્રપતિ શિયોમારા કાસ્ટ્રોના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આવતા અઠવાડિયે મધ્ય અમેરિકન દેશનો પ્રવાસ કરશે.

હોન્ડુરાસના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં કમલા હેરિસ આપશે હાજરી, જો બાઇડને આપી મહત્વપૂર્ણ જવાબદારી
kamala-harris ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 1:26 PM
Share

અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ (Kamla Harris) હોન્ડુરાસના પ્રથમ નવા ચૂંટાયેલા મહિલા રાષ્ટ્રપતિ શિયોમારા કાસ્ટ્રોના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આવતા અઠવાડિયે મધ્ય અમેરિકન દેશનો પ્રવાસ કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને હેરિસને સાઉથવેસ્ટ બોર્ડર પર ઈમિગ્રેશન સમસ્યાનું સમાધાન શોધવાનું મોટું કામ સોંપ્યું છે. દર મહિને હોન્ડુરાસ અને અન્ય મધ્ય અમેરિકન દેશોમાંથી હજારો સ્થળાંતર કરનારાઓ વધુ સારા જીવનની શોધમાં સરહદ પાર કરે છે. અમેરિકી બોર્ડર અધિકારીઓએ 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં 17 લાખ કરતા વધુ વખત સ્થળાંતર કરનારાઓને અટકાવ્યા હતા. જે અગાઉના નાણાકીય વર્ષમાં તેઓએ કરેલા 458,088 પ્રયાસો કરતા લગભગ ચાર ગણા હતા.

હેરિસ અહીં એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. જેમાં આર્થિક, આંતરરાષ્ટ્રીય વિકાસ અને વૈશ્વિક બાબતોના અમેરિકન નેતાઓ સામેલ હશે. હેરિસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સબરીના સિંઘે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ મુલાકાત યુનાઇટેડ સ્ટેટ્સ અને હોન્ડુરાસ વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને આર્થિક વિકાસને આગળ વધારવા ભ્રષ્ટાચાર અને સ્થળાંતરના મૂળ કારણો સામે લડવા માટે સાથે મળીને કામ કરવાની તક છે.”

નવેમ્બરમાં ચૂંટણી જીતનાર ડાબેરી ઉમેદવાર કાસ્ટ્રો 27 જાન્યુઆરીએ શપથ લેશે. કાસ્ટ્રો એક સામાજિક કાર્યકર અને ઉદાર રાજકીય ચેતનાનું પ્રતીક છે. કાસ્ટ્રોને ચૂંટણીમાં લગભગ 53% વોટ મળ્યા હતા. લગભગ અડધા મતોની ગણતરી થઈ ત્યાં સુધીમાં એવું નક્કી થઈ ગયું હતું કે કાસ્ટ્રો જીતી રહ્યા હતા. જ્યારે શાસક પક્ષના ઉમેદવાર અને આઉટગોઇંગ પ્રમુખ જુઆન ઓર્લાન્ડો હર્નાન્ડીઝ પાછળ હતા.

તેમના પતિ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોસ મેન્યુઅલ ઝેલાયાને 2009ના લશ્કરી બળવામાં સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. તેમણે નેશનલ પાર્ટીના 12 વર્ષના શાસન સામે જાહેર અસંતોષના લહેરને વધુ વેગ આપ્યો હતો. જે ભૂતપૂર્વ પ્રમુખ જુઆન ઓર્લાન્ડો હર્નાન્ડીઝના બીજા કાર્યકાળ દરમિયાન ટોચ પર પહોંચ્યો હતો. જુઆન આ ચૂંટણીમાં તદ્દન અપ્રિય દેખાયા હતા.

ડ્રગના કેસમાં ફસાવવાથી લઈને જુઆન સુધી ભ્રષ્ટાચારના અનેક આરોપો લાગ્યા હતા. આવા સમયે કાસ્ટ્રોની હાજરી આશાના કિરણ તરીકે જોવા મળી રહી હતી. કાસ્ટ્રોની જીત પર માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ આશાની લહેર જાગી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જીઓમારા કાસ્ટ્રો દેશની વિદેશ નીતિઓ પર વિશેષ ધ્યાન આપશે.

આ પણ વાંચો : જ્યારે કેરી અને સ્ટ્રોબેરીનો આઈસ્ક્રીમ બનાવી શકાય છે તો દ્રાક્ષનો કેમ નહીં, કારણ છે ચોંકાવનારું

આ પણ વાંચો : કોલેજમાં સારા અલી અને વિક્કી કૌશલની ફિલ્મના શૂટિંગ દરમિયાન થયો હંગામો, પરીક્ષાની થોડી મિનિટો પહેલા જ વિદ્યાર્થીઓ એન્ટ્રીથી થયા નારાજ

હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
g clip-path="url(#clip0_868_265)">