US PRESIDENT : અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માંગે છે THE ROCK, જાણો શું કહ્યું ડ્વેન ‘ધી રોક’ જ્હોનસને

US PRESIDENT : તાજેતરના એક સર્વે અનુસાર 46 ટકા અમેરિકનો ડ્વેન THE ROCK ને અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનતા જોવા માંગે છે.

US PRESIDENT : અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માંગે છે THE ROCK, જાણો શું કહ્યું ડ્વેન 'ધી રોક' જ્હોનસને
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 11, 2021 | 10:51 PM

US PRESIDENT : WWE સ્ટાર, બોડીબિલ્ડર તેમજ હોલીવુડ અભિનેતા ડ્વેન THE ROCK જ્હોનસ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માંગે છે. આ ઉપરાંત તાજેતરના એક સર્વે અનુસાર 46 ટકા અમેરિકનો ડ્વેન THE ROCK ને અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનતા જોવા માંગે છે. જો ડ્વેન આગામી ચૂંટણી લડશે તો જીતી શકે અમે છે.

રાજકારણમાં આવવાની ડ્વેનની ઈચ્છા WWE રેસલર અને એક્ટર ‘ધ રોક’એ દુનિયાભરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હવે તેણે એક મોટી જાહેરાત કરી જેના વિશે તમને જાણીને ચોક્કસ આશ્ચર્ય થશે. ડ્વેન ‘ધ રોક’ જ્હોનસ હવે રાજકારણમાં ધાડ મારવાનું વિચાર કરી રહ્યો છે. ડ્વેને કહ્યું કે જો તે ક્યારેય અમેરિકાના રાષ્ટ્રપતિ બને તો તેમના માટે તેસન્માનની વાત છે. ડ્વેન ‘ધ રોક’ જહોનસને ગયા વર્ષે ચૂંટણી દરમિયાન અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ બિડેનને ટેકો આપ્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

46 ટકા અમેરિકનોએ ડ્વેનનું સમર્થન કર્યુ તાજેતરના એક સર્વે અનુસાર 46 ટકા અમેરિકનો ડ્વેનને અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનતા જોવા માંગે છે. ફોક્સ ન્યૂઝ અનુસાર ડ્વેનને અમેરિકનોનું ભરપુર સમર્થન છે. આ સર્વેનું પરિણામ આવ્યા પછી ડ્વેન જ્હોનસને પોતાની પ્રતિક્રિયા આપી છે અને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે, જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. લોકો કોમેન્ટ્સ કરીને પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

View this post on Instagram

A post shared by therock (@therock)

શું લખ્યું ડ્વેન ‘ધી રોક’ જ્હોનસને? WWE રેસલર અને અભિનેતાએ ડ્વેને તેના ફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સર્વેની માહિતી શેર કરી અને લખ્યું કે, “મને નથી લાગતું કે આપણા પૂર્વજોએ ક્યારેય બોડી ટેટુ, અડધો કાળો, અર્ધસમાઓ, ટકીલા પીવાવાળા 6 ફૂટ 4 ઇંચની ઉંચાઈ ધરાવતા અને માથામાં વાળ વગરના પુરૂષને તેની ક્લબમાં શામેલ કરવાની કલ્પના કરે છે. પરંતુ જો તે ક્યારેય થશે, તો તે તમારી સેવા કરવાનું મારું સન્માન હશે.”

જાણો ડ્વેન ‘ધ રોક’ જ્હોનસન વિશે ડ્વેન ‘ધ રોક’ જ્હોનસનના ઇન્સ્ટાગ્રામ પર 228 મિલિયન ફોલોઅર્સ છે. આખી દુનિયાના લોકો તેને ખૂબ પસંદ કરે છે. તે ઘણી ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કરી ચુક્યો છે. કુસ્તીની સાથે સાથે તેણે અભિનયમાં પણ સારી એવી જમાવટ કરી છે.2018માં એક પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિન દ્વારા ડ્વેન જ્હોનસને વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા તરીકે નામ આપવામાં આવ્યું. ફોર્બ્સના મતે, તે વર્ષે તેણે 124 મિલિયન ડોલર એટલે કે 850 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. THE ROCK તરીકે પ્રખ્યાત ડ્વેન 2350 કરોડ રૂપિયાના માલિક છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">