ઇઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે વધતા તણાવથી અમેરિકા એલર્ટ, મધ્ય પૂર્વમાં સૈન્ય તાકાત વધારી

|

Sep 20, 2024 | 2:37 PM

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધી રહેલા સંઘર્ષને જોતા, અમેરિકાએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, અમેરિકાએ પોતાની સૈન્ય હાજરી મધ્ય પૂર્વના દેશોમાં વધારી દીધી છે, લગભગ 40,000 સૈનિકો, એક ડઝન યુદ્ધ જહાજ અને ચાર ફાઈટર જેટ સ્ક્વોડ્રન મધ્ય પૂર્વમાં તૈનાત કરવામાં આવ્યા છે.

ઇઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે વધતા તણાવથી અમેરિકા એલર્ટ, મધ્ય પૂર્વમાં સૈન્ય તાકાત વધારી
america military

Follow us on

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધી રહેલા તણાવ અને હિઝબુલ્લાએ ઉચ્ચારેલી ધમકીને કારણે અમેરિકા એલર્ટ થઈ ગયું છે. ખાસ કરીને જ્યારે હિઝબુલ્લાએ પેજર વિસ્ફોટો પછી ઈઝરાયેલ સામે બદલો લેવાની ધમકી આપી છે અને મિસાઈલ હુમલા ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. તાજેતરના દિવસોમાં ઇઝરાયલે લેબનોનમાં પોતાના હુમલા વધારી દીધા છે, જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હમાસ બાદ હવે ઇઝરાયેલ હિઝબુલ્લા સાથે પોતાનો સંઘર્ષ વધારી શકે છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટના એક નિવેદનથી આ વાત વધુ મજબૂત બની છે, જેમાં તેમણે કહ્યું હતું કે આ યુદ્ધ નવા તબક્કામાં પ્રવેશ્યું છે.

મધ્ય પૂર્વમાં આ વધી રહેલા તણાવને જોતા અમેરિકાએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમેરિકાએ ગયા વર્ષથી તેની સૈન્ય હાજરી વધારી છે. લગભગ 40,000 સૈનિકો, એક ડઝન યુદ્ધ જહાજો અને ચાર ફાઇટર જેટ સ્ક્વોડ્રન મધ્ય પૂર્વમાં તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ અમેરિકા અને તેના સાથીઓને કોઈપણ અપ્રિય ઘટનાથી બચાવવા સક્ષમ છે.

અમેરિકાના અધિકારીઓએ શું કહ્યું?

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધી રહેલા સંઘર્ષ અંગે જ્યારે પેન્ટાગોનના પ્રવક્તા સબરીના સિંઘને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા તાજેતરની ઘટનાઓ બાદ પોતાના સૈનિકોની સંખ્યા વધારશે તો તેમણે કહ્યું કે, મધ્ય પૂર્વમાં પહેલાથી જ પૂરતા પ્રમાણમાં સૈનિકો તૈનાત છે, જેઓ ઈસ્લામિક સ્ટેટ સામે લડી રહ્યા છે. હુતીના આતંકવાદીઓનો સામનો કરી રહ્યાં છે અને ઇઝરાયેલને જરૂરી મદદ કરવા માટે પૂરતા છે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, વધારાના સૈનિકોએ અમને મદદ પૂરી પાડી છે કારણ કે યુએસ અહીં વિવિધ સંઘર્ષયુક્ત વિસ્તારોમાં પહેલેથી જ તહેનાત છે, જેમાં ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ સામે લડવું, યમનમાં ઇરાની સમર્થિત હુતી બળવાખોરોને કાબૂમાં રાખવા અને ઇઝરાયેલને મદદ કરવી. અધિકારીએ જણાવ્યું હતું કે નૌકાદળના યુદ્ધ જહાજો પૂર્વીય ભૂમધ્ય સમુદ્રથી ઓમાનના અખાત સુધીના સમગ્ર પ્રદેશમાં પથરાયેલા છે અને કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે વાયુસેના અને નૌકાદળ બંનેના ફાઈટર જેટ વ્યૂહાત્મક રીતે અનેક સ્થળોએ તૈનાત છે.

40,000 સૈનિકો તહેનાત

મધ્ય પૂર્વમાં અમેરિકાની સેનાની તૈનાતીની વાત કરીએ તો લગભગ 34,000 સૈનિકો હંમેશા મધ્ય પૂર્વમાં તહેનાત રહે છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ તેમની સંખ્યામાં વધારો થયો છે અને હાલમાં લગભગ 40,000 સૈનિકો તૈનાત છે.

હુથી હુમલા પછી વધુ વધારો થયો હતો, અને આ સંખ્યા વધીને 50,000 આસપાસ થઈ ગઈ હતી, પરંતુ પાછળથી તે ઘટાડવામાં આવી હતી. હાલમાં 40,000 સૈનિકો મધ્ય પૂર્વમાં તહેનાત છે. અમેરિકાએ મધ્ય પૂર્વમાં પણ યુદ્ધ જહાજો તહેનાત કર્યા છે. જેમાંથી ત્રણ યુદ્ધ જહાજ ઓમાનની ખાડીમાં છે. જ્યારે બે સબમરીન લાલ સમુદ્રમાં તહેનાત છે.

Next Article