ન્યૂયોર્કમાં નિર્દોષ લોકો પર ગોળીબાર કરનાર શકમંદની ઓળખ, માહિતી આપનારને 50 હજાર ડોલરનું ઈનામ

New York Shooting Suspect: પોલીસે ન્યૂયોર્ક (New York) ગોળીબારની ઘટનાને અંજામ આપનાર વ્યક્તિની તસવીર શેર કરી છે અને જણાવ્યું છે કે તેની ઓળખ ફ્રેન્ક જેમ્સ (Frank James)તરીકે થઈ છે.

ન્યૂયોર્કમાં નિર્દોષ લોકો પર ગોળીબાર કરનાર શકમંદની ઓળખ, માહિતી આપનારને 50 હજાર ડોલરનું ઈનામ
Frank James (File Photo)
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Apr 13, 2022 | 9:25 AM

New York Shooting :  અમેરિકામાં ન્યૂયોર્કના (New York) બ્રુકલિનમાં મેટ્રો સ્ટેશન પર ગોળીબારમાં (Firing) ઓછામાં ઓછા 20 લોકોને ઘાયલ કરનાર શંકાસ્પદની ઓળખ કરવામાં આવી છે. ન્યૂયોર્ક પોલીસ વિભાગે તેની એક તસવીર શેર કરી છે અને જણાવ્યું છે કે આ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ ફ્રેન્ક જેમ્સ (Frank James) તરીકે થઈ છે. પોલીસે (New York Police)ટ્વિટર પોસ્ટમાં લખ્યું છે કે, ‘જુઓ ! આ વ્યક્તિ બ્રુકલિનના સનસેટ ભાગમાં સવારે બનેલી ઘટનામાં સામેલ છે. હાલ આ મામલે તપાસ ચાલુ છે પરંતુ આ માહિતી મદદરૂપ થશે.’ પોલીસે આ ઘટનાને આતંકવાદ સાથે જોડી નથી.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા (America)  સહિત ઘણા દેશોમાં ‘પર્સન ઓફ ઈન્ટ્રેસ્ટ’( person of interest) એવી વ્યક્તિ કહેવામાં આવે છે કે જેના પર કોઈ ઘટનાનો સંભવિત આરોપ લગાવી શકાય.પોલીસે આ વ્યક્તિની માહિતી આપવા લોકોને અપીલ કરી છે અને આ માટે 50,000 ડોલરનું ઈનામ પણ રાખવામાં આવ્યું છે.

જીવ બચાવવા લોકો દોડવા લાગ્યા

ન્યૂયોર્ક પોલીસને ટાંકીને ન્યૂઝ એજન્સી રોયટર્સે જણાવ્યું છે કે, જેમ્સની ઉંમર લગભગ 62 વર્ષની હોવાનું માનવામાં આવે છે, જે વિસ્કોન્સિન અને ફિલાડેલ્ફિયાનો રહેવાસી છે. અગાઉ ફાયરિંગની ઘટના પછીના પ્રારંભિક અહેવાલોમાં, પોલીસે કહ્યું હતું કે હુમલાખોરે ગેસ માસ્ક અને કન્સ્ટ્રક્શન ડ્રેસ પહેર્યો હતો. તેણે કરેલા ગોળાબારને કારણે ટ્રેનમાં (Train) ધુમાડો ફેલાઈ ગયો અને લોકો અહીં-ત્યાં જીવ બચાવવા દોડવા લાગ્યા. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હતા.

હુમલાખોરે ઓછામાં ઓછા 10 લોકોને ગોળી મારી છે, જ્યારે નાસભાગ દરમિયાન 13 અન્ય ઘાયલ થયા છે. પોલીસનું માનવું છે કે શંકાસ્પદ વ્યક્તિએ એકલા હાથે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે. ઘટના સમયે ન્યૂયોર્કમાં સવારે લગભગ 8 વાગ્યા આસપાસ બની હતી. તે સમયે ત્યાં ઘણી ભીડ હતી. ત્યારપછીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં લોકો ચીસો પાડતા અને બૂમો પાડતા જોઈ શકાય છે. હાલ આ મામલે સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોતરાઈ છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : New York Subway Shooting Video: ન્યૂયોર્ક હુમલાની ઘટનાનો સામે વીડિયો આવ્યો, મેટ્રોની અંદરથી દેખાયો એક શંકાસ્પદ

આ પણ વાંચો : Russia Ukraine War: યુદ્ધ વચ્ચે પુતિનનું મોટું નિવેદન, જ્યાં સુધી હેતુ પૂરો નહીં થાય ત્યાં સુધી યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati