AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈરાન બાદ હવે અમેરિકાએ હોર્મુઝ પર કરી નાકાબંધી, ટ્રમ્પે કહ્યુ એકપણ જહાજને આવવા-જવા નહીં દઈએ

ઈસ્લામાબાદ શાંતિ સંમેલન નિષ્ફળ રહેતા ટ્રમ્પે હોર્મુઝમાં જહાજો રોકવાનો આદેશ આપ્યો. જહાજોની અવરજવર બંધ થવાથી, તેલના ભાવમાં થશે ભડાકો? ઈરાનના પરમાણુ પ્રોગ્રામ મુદ્દે દુનિયામાં ખળભળાટ. જાણો ભારત પર શું થશે અસર.

Breaking News: ઈરાન બાદ હવે અમેરિકાએ હોર્મુઝ પર કરી નાકાબંધી, ટ્રમ્પે કહ્યુ એકપણ જહાજને આવવા-જવા નહીં દઈએ
Image Credit source: TV9 Network
| Updated on: Apr 12, 2026 | 8:58 PM
Share

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી 20 કલાકની મેરેથોન શાંતિ મંત્રણાઓ કોઈ પણ પરિણામ વગર નિષ્ફળ રહી છે. આ નિષ્ફળતા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ચોંકાવી દેતું મોટું એલાન કર્યું છે. ટ્રમ્પે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માં જહાજોની નાકેબંધી કરવાની જાહેરાત કરી છે, જેનાથી વૈશ્વિક તેલ સપ્લાય અને વેપાર પર મોટું જોખમ ઉભું થયું છે.

સમુદ્રમાં બિછાવેલી બારૂદી સુરંગો અને ટ્રમ્પની ચેતવણી

ટ્રમ્પે અમેરિકી નૌસેનાને તાત્કાલિક અસરથી હોર્મુઝમાં પ્રવેશતા અથવા ત્યાંથી બહાર નીકળતા તમામ જહાજોને રોકવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પનો સૌથી મોટો આરોપ છે કે ઈરાન આ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં જહાજો પાસેથી ગેરકાયદેસર ‘ટોલ’ વસૂલી રહ્યું છે, જેને તેમણે ‘જબરન વસૂલાત’ ગણાવી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો કોઈ ઈરાની સૈનિક અમેરિકી જહાજો પર ગોળીબાર કરશે, તો તેને ‘નરકમાં મોકલી દેવામાં આવશે’. સમુદ્રમાં બિછાવેલી બારૂદી સુરંગો (માઈન્સ) ને કારણે જહાજ માલિકો પહેલેથી જ ફફડાટમાં છે, અને હવે અમેરિકાની આ નાકેબંધીથી સ્થિતિ વધુ ગંભીર બની છે.

શા માટે નિષ્ફળ રહી ઈસ્લામાબાદ મંત્રણા?

ઈસ્લામાબાદમાં જેડી વેન્સ અને ઈરાની નેતાઓ વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. ઘણા મુદ્દાઓ પર સહમતી બની હોવા છતાં, ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર પેચ ફસાયો હતો. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જ્યાં સુધી ઈરાન પોતાના પરમાણુ હથિયાર બનાવવાના પ્લાન પર રોક નહીં લગાવે, ત્યાં સુધી કોઈ પણ સમજૂતી શક્ય નથી. ટ્રમ્પનો દાવો છે કે ઈરાનની સૈન્ય ક્ષમતા પહેલેથી જ નબળી પડી ગઈ છે અને હવે નાકેબંધી દ્વારા તેની આર્થિક કમર તોડવામાં આવશે.

ભારત અને વિશ્વ પર શું થશે અસર?

હોર્મુઝની સામુદ્રધુની એ વિશ્વનો સૌથી મહત્વનો તેલ માર્ગ છે. જો અહીં નાકેબંધી થાય, તો ભારત જેવા દેશો માટે તેલની આયાત મોંઘી થઈ શકે છે અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થઈ શકે છે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે આ નાકેબંધી અભિયાનમાં અન્ય શક્તિશાળી દેશો પણ જોડાઈ શકે છે. શું આ સંઘર્ષ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે? તે સવાલ અત્યારે આખા વિશ્વને સતાવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ઈરાન આ નાકેબંધીનો જવાબ કેવી રીતે આપે છે અને શું આંતરરાષ્ટ્રીય સમુદાય આ સંકટને ટાળી શકશે.

વસ્ત્રાલમાં ચૂંટણીનો ગરમાવો નહીં પણ રોષ: “કામ નહીં તો વોટ નહીં” ના બેનરો સાથે રહીશો મેદાને, પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના ભેદભાવથી લોકો લાલઘૂમ

Follow Us
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
g clip-path="url(#clip0_868_265)">