AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan: અમેરિકાએ તાલિબાનને આપ્યો વધુ એક ઝટકો, અફઘાનિસ્તાનના દૂતાવાસ પર મેળવ્યો કબજો

Taliban : અમેરિકાએ અફઘાનિસ્તાનના દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસ પર નિયંત્રણ મેળવી લીધું છે, હવે તે તેમની સુરક્ષાનું ધ્યાન રાખશે.

Afghanistan: અમેરિકાએ તાલિબાનને આપ્યો વધુ એક ઝટકો, અફઘાનિસ્તાનના દૂતાવાસ પર મેળવ્યો કબજો
Joe Biden (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 7:56 AM
Share

અમેરિકાએ વોશિંગ્ટનમાં અફઘાનિસ્તાનની (Afghanistan) એમ્બેસી અને ન્યુયોર્ક અને કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં વાણિજ્ય દૂતાવાસ પર નિયંત્રણ મેળવી લીધું છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલયે કહ્યું કે તેણે સોમવારથી આ દૂતાવાસોની સુરક્ષા અને જાળવણી સંપૂર્ણ રીતે સંભાળી લીધી છે અને જ્યાં સુધી આગળના આદેશો જાહેર ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પરવાનગી વિના તેમાં પ્રવેશ કરી શકશે નહીં. અમેરિકાએ  (US Afghanistan Taliban)અગાઉ અફઘાનિસ્તાનની સંપત્તિઓ પણ ફ્રીઝ કરી દીધી હતી. તે દેશમાં તાલિબાનની સત્તામાં વાપસીનો સતત વિરોધ કરી રહ્યું છે.

અફઘાનિસ્તાનની એમ્બેસી અને કોન્સ્યુલેટે 16 મેથી ‘અમેરિકામાં રાજદ્વારી અને અન્ય પ્રવૃત્તિઓ ઔપચારિક રીતે બંધ કરી દીધી હતી’, ત્યારબાદ વિદેશ મંત્રાલય દ્વારા આ પગલું લેવામાં આવ્યું હતું. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકારને(Taliban government)  માન્યતા આપી નથી. અમેરિકી સૈનિકોની હકાલપટ્ટી બાદ ગયા વર્ષે તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી હતી. અમેરિકાના અફઘાનિસ્તાન સાથે કોઈ ઔપચારિક રાજદ્વારી સંબંધો પણ નથી.

સંરક્ષણની સંપૂર્ણ જવાબદારી અમેરિકા લેશે

બુધવારે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આગળના આદેશો જાહેર ન થાય ત્યાં સુધી, વિદેશ મંત્રાલયના વિદેશી મિશન કાર્યાલયે આ મિશનની સંપત્તિની સુરક્ષા અને સંરક્ષણની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે.” જેમાં યુ.એસ.માં અફઘાનિસ્તાનના દૂતાવાસ અથવા કોન્સ્યુલેટની તમામ વાસ્તવિક સંપત્તિ, રેકોર્ડ અને નાણાકીય સંપત્તિનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ(Afghanistan Financial Condition)  ખૂબ જ ખરાબ છે અને અમેરિકાએ તેની અબજો ડોલરની સંપત્તિ પર પ્રતિબંધ મૂકતા તાલિબાનની મુશ્કેલી વધી રહી છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં ફરી એકવાર તાલિબાન સત્તા પર આવ્યું હતું. તાલિબાનોએ આવતાની સાથે જ દેશની મહિલાઓ પર નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું. છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પુરૂષ સાથી વગર મહિલાઓ એકલી મુસાફરી કરી શકતી નથી. તેમને જાહેર સ્થળોએ માથાથી પગ સુધી બ્લુ રંગનો બુરખો પહેરવાનું કહેવામાં આવ્યું છે. જો તે આ આદેશનું પાલન નહીં કરે તો તેના ઘરના પુરુષ સભ્યને સજા આપવામાં આવશે. અમેરિકાના આ પગલાંને તાલિબાનની સરમુખત્યારશાહીને રોકવા માટે માનવામાં આવી રહ્યું છે. જેથી કરીને તે દેશના લોકોના માનવાધિકારોનું સન્માન કરે અને વધુ નિયંત્રણો લાદે નહીં.

g clip-path="url(#clip0_868_265)">