US Visa New Policy: હજારો ભારતીય પ્રોફેશનલ્સને રાહત! વિઝાને લઈને અમેરિકાએ નવી ગાઈડલાઈન રજૂ કરી, ભારતીય કંપનીઓ પર આની શું અસર પડશે?
યુનાઇટેડ સ્ટેટ્સે તેની વિઝા પોલિસી અને $1,00,000 (આશરે 8.8 મિલિયન રૂપિયા) ની ફી અંગે નવી ગાઈડલાઈન રજૂ કરી છે. આ નવી પોલિસી ઘણા વર્કર્સને રાહત આપશે પરંતુ કેટલીક કેટેગરી માટે આ એક બોજ રહેશે.

20 ઓક્ટોબરના રોજ રજૂ કરાયેલ નવી ગાઈડલાઈનમાં યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે (USCIS) સ્પષ્ટ કર્યું છે કે, $1,00,000 ફી બધા H-1B અરજદારોને (Applicants) લાગુ પડશે નહીં. આનાથી હજારો ભારતીય IT પ્રોફેશનલ્સને રાહત મળી છે.
અમેરિકામાં H-1B વિઝામાં ભારતીય પ્રોફેશનલ્સનો હિસ્સો સૌથી મોટો છે. મળતી માહિતી મુજબ, એપ્રૂવ્ડ થયેલ H-1B અરજીઓમાંથી લગભગ 71% અરજીઓ ભારતીયોની છે. USCIS અનુસાર, આ ફી એવા અરજદારો પર લાગુ પડશે કે જેઓ પહેલી વાર H-1B વિઝા માટે અરજી કરી રહ્યા છે અથવા તો જેમની પાસે માન્ય વિઝા નથી.
ભારે ફી કોને ચૂકવવાની?
વધુમાં, જેમનું ચેંજ ઓફ સ્ટેટસ અને એક્સટેન્શન માટેની અરજી રદ કરવામાં આવી છે અથવા જેઓ કોન્સ્યુલર નોટિફિકેશન, પોર્ટ ઓફ એન્ટ્રી કે પ્રી-ફ્લાઇટ ઇન્સ્પેક્શન જેવી પ્રક્રિયાઓ હેઠળ અરજી કરે છે, તેમણે પણ આ ભારે ફી ચૂકવવી પડશે.
કોને-કોને છૂટ મળશે?
ત્રણ કેટેગરીને આ નવી ફીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. આમાં એવા કામદારોનો સમાવેશ થાય છે કે, જેમની પાસે પહેલાથી જ માન્ય H-1B વિઝા છે, જે અરજદારો 21 સપ્ટેમ્બર, 2025 પહેલા તેમની અરજીઓ દાખલ કરી ચૂક્યા છે અને જેઓ ચેંજ ઓફ સ્ટેટસ, અમેન્ડમેન્ટ અથવા એક્સટેન્શન માટે અરજી કરી રહ્યા છે અને જેમની અરજી મંજૂર થઈ ગઈ છે.
‘USCIS’ એ શું સ્પષ્ટતા કરી?
‘USCIS’ એ સ્પષ્ટતા કરી છે કે, હાલના H-1B વિઝા હોલ્ડર હજુ પણ યુનાઇટેડ સ્ટેટ્સમાં અવર-જવર કરી શકે છે. તેમના ટ્રાવેલ અથવા રી-એન્ટ્રી પર કોઈ નવા કંટ્રોલ રહેશે નહીં. આ ફેરફાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સપ્ટેમ્બરની જાહેરાત સાથે સંબંધિત છે, જેમાં તેમણે H-1B વિઝા ફી વધારીને વાર્ષિક $1,00,000 કરવાની જાહેરાત કરી હતી.
યુએસ ચેમ્બર ઓફ કોમર્સે આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો, તેને “ગેરકાયદેસર અને નવીનતાને નુકસાન પહોંચાડતું પગલું” ગણાવ્યું હતું. આ પછી, USCIS એ 20 ઓક્ટોબરના રોજ આ ગાઈડલાઈન જારી કરી રાહત આપી.
ભારત માટે એક મોટી રાહત
ભારત માટે આ એક મોટી રાહત છે, કારણ કે TCS, Infosys, Wipro અને HCL જેવી કંપનીઓ દર વર્ષે હજારો H-1B કામદારોને અમેરિકા મોકલે છે. જો આ ફી દરેક કિસ્સામાં લાગુ કરવામાં આવે, તો તે કંપનીઓની ‘Cost Structure’ પર દબાણ આવશે.
