સંયુક્ત રાષ્ટ્રનો દાવો – રશિયા સામેની લડાઈમાં યુક્રેનના 240 નાગરિકોના મોત, હજુ પણ વધશે મૃત્યુઆંક

કિવમાં નાગરિક માળખાંને થયેલા નુકસાનને કારણે હજારો લોકો વીજળી અને પાણીથી વંચિત રહ્યા છે. યુક્રેનમાં ખાસ કરીને ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભાગોમાં કટોકટીની સ્થિતિ સર્જાઈ છે.

સંયુક્ત રાષ્ટ્રનો દાવો - રશિયા સામેની લડાઈમાં યુક્રેનના 240 નાગરિકોના મોત, હજુ પણ વધશે મૃત્યુઆંક
યુક્રેનના રહેણાંક વિસ્તારમાં કરાયેલા બોમ્બમારા બાદના દ્રશ્ય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 12:21 PM

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ (Russia Ukraine Crisis) સમય સાથે વધુ ને વધુ ખતરનાક બની રહ્યુ છે. બંને દેશોમાંથી દરેક ક્ષણે ભયજનક તસવીરો અને ઘટનાઓ સામે આવી રહી છે. રશિયાને યુદ્ધ બંધ કરવા માટે મનાવવાના સતત પ્રયાસો પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. તેથી, ઘણા દેશોએ મોસ્કો સામે વિવિધ પ્રકારના પ્રતિબંધોની જાહેરાત કરી છે. મોટાભાગના દેશો રશિયાના (Russia) આક્રમક વલણની વિરુદ્ધ અને યુક્રેનના (Ukraine) સમર્થનમાં છે. પરંતુ આ પ્રકારની કાર્યવાહી બાદ પણ પુતિન ઉપર કોઈ જ અસર વર્તાઈ નથી.

સંયુક્ત રાષ્ટ્ર (United Nations) અનુસાર, બંને દેશો વચ્ચેની આ લડાઈમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 240 નાગરિકોના મોત થયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વાસ્તવિક મૃત્યુઆંક આના કરતા ઘણો વધારે હોવાની શક્યતા છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે યુક્રેનમાં જીવ ગુમાવનારા નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે. યુનાઈટેડ નેશન્સ ઓફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ (OCHA) એ શનિવારે મોડી રાત્રે યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ ઓફિસ તરફથી ડેટા જાહેર કર્યો. આ કાર્યાલય સંઘર્ષમાં માર્યા ગયેલા લોકોની પુષ્ટિ કરવા માટે કડક ચકાસણી પ્રક્રિયાને અનુસરે છે. યુદ્ધમાં નાગરિક સંસ્થા અને વ્યવસ્થાઓને થયેલા નુકસાનને કારણે હજારો લોકો વીજળી કે પાણીની સમસ્યાથી પરેશાન છે. ખાસ કરીને યુક્રેનના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભાગોમાં માનવતાવાદી કટોકટી સર્જાઈ છે, તેમ OCHAએ જણાવ્યું હતું.

હુમલામાં 3500 રશિયન સૈનિકો માર્યા ગયા

માનવાધિકાર કાર્યાલયે શુક્રવારે જણાવ્યું હતું કે લગભગ 127 નાગરિકો માર્યા ગયા હતા. જેમા કેટલાક તોપમારામાં માર્યા ગયા અને કેટલાક હવાઈ હુમલાને કારણે મૃત્યુ પામ્યા. યુક્રેનના રાજદૂત સર્ગેઈ કિસ્લિયસે શનિવારે ટ્વિટ કર્યું હતું કે યુક્રેન પર હુમલા દરમિયાન માર્યા ગયેલા રશિયન સૈનિકોના મૃતદેહોને લઈ જવામાં મદદ કરવા માટે ICRC (ઈન્ટરનેશનલ કમિટી ઑફ રેડ ક્રોસ)ને મદદ કરવા અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે દાવો કરવામાં આવ્યો છે કે 3500 રશિયન સૈનિકો માર્યા ગયા છે.

યુદ્ધના સાચા પરિણામ જાહેર થવા દો’

Kyslytsyaએ ટ્વિટ કર્યું કે રશિયન મૃત સૈનિકોના મૃતદેહ તેમના દેશમાં માતા-પિતા પાસે લઈ જવા દેવામાં આવે અને સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે. તેમણે કહ્યું, “યુદ્ધના પરિણામોને છુપાવવા દેવા જોઈએ નહીં.”.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: રશિયાએ યુક્રેનના ખારકિવ શહેરમાં ગેસ પાઈપલાઈન ઉડાવી દીધી, યુદ્ધ વચ્ચે મોટી આફત સર્જાવવાની ભીતિ

આ પણ વાંચોઃ

યુક્રેન વિરૂદ્ધ ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાને મોટો ઝટકો, ફ્રાન્સ, જર્મની, ઈટલી, યૂકે, કેનેડા અને અમેરિકાએ રશિયન બેન્કોને SWIFTથી કર્યુ બહાર

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">