યુક્રેન વિરૂદ્ધ ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાને મોટો ઝટકો, ફ્રાન્સ, જર્મની, ઈટલી, યૂકે, કેનેડા અને અમેરિકાએ રશિયન બેન્કોને SWIFTથી કર્યુ બહાર

અમેરિકા, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, બ્રિટન અને કેનેડાના વડાઓએ સંયુક્ત નિવેદનમાં આ માહિતી આપી છે. SWIFT પાસે 200થી વધુ દેશોમાં 11,000 બેંકો અને સંસ્થાઓ જોડાયેલ છે.

યુક્રેન વિરૂદ્ધ ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાને મોટો ઝટકો, ફ્રાન્સ, જર્મની, ઈટલી, યૂકે, કેનેડા અને અમેરિકાએ રશિયન બેન્કોને SWIFTથી કર્યુ બહાર
West removes Russian banks from SWIFT amid Ukraine Russia war
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 9:46 AM

રશિયા અને યુક્રેન (Russia Ukraine Crisis) વચ્ચેનું યુદ્ધ સતત ચોથા દિવસે પણ યથાવત છે. યુક્રેન પર હુમલાના કારણે દુનિયાભરના દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દીધું છે. હવે અમેરિકા અને તેના સહયોગીઓએ સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાઈનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન (SWIFT) નાણાકીય સિસ્ટમમાંથી પસંદગીની રશિયન બેંકોને અલગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રતિબંધિત રશિયન કંપનીઓની મિલકતોની તપાસ માટે સંયુક્ત ટાસ્ક ફોર્સની નિમણૂક કરવા માટે પણ સહમતિ બની છે. SWIFTએ વિશ્વની અગ્રણી બેંકિંગ મેસેજિંગ સેવા છે, જેમાં 200થી વધુ દેશોમાં 11,000 બેંકો અને સંસ્થાઓ જોડાયેલ છે. SWIFTની સ્થાપના 1973માં કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક લા હલ્પે, બેલ્જિયમમાં છે.

અમેરિકા, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, બ્રિટન અને કેનેડાના વડાઓએ સંયુક્ત નિવેદનમાં આ માહિતી આપી છે. SWIFT પાસે 200થી વધુ દેશોમાં 11,000 બેંકો અને સંસ્થાઓ જોડાયેલ છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તે ઉચ્ચ સુરક્ષા નેટવર્ક સાથે વૈશ્વિક બેંકિંગ સિસ્ટમ છે. તે એક સુરક્ષિત મેસેજિંગ સિસ્ટમ પણ છે, જેનો ઉપયોગ બેંકો ઝડપથી અને સુરક્ષિત રીતે ક્રોસ બોર્ડર પેમેન્ટ કરવા માટે કરે છે, જેનાથી આંતરરાષ્ટ્રીય વેપારને સરળ બનાવે છે.

પ્રતિબંધોથી રશિયાના અર્થતંત્રને થશે અસર

SWIFTનો ઉપયોગ બેંકો દ્વારા મની ટ્રાન્સફર ઓર્ડર અથવા માહિતી મોકલવા અને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. SWIFT વિશ્વભરની બેંકોને સુરક્ષિત મેસેજિંગ અને પેમેન્ટ ઓર્ડર મોકલવા માટે લિંક કરે છે. SWIFT નાણાં ટ્રાન્સફર કરતું નથી, પરંતુ તે નાણાંના ટ્રાન્સફર વિશે માહિતી આપે છે, જે સંબંધિત બેંકોએ પતાવટ કરવાની હોય છે. રશિયાને SWIFTમાંથી હટાવ્યા બાદ તેની અર્થવ્યવસ્થા પર અસર પડશે. જો કે, આ ત્યારે જ થશે જ્યારે તેને આ સિસ્ટમમાંથી લાંબા સમય સુધી દૂર કરવામાં આવશે. આનાથી રશિયન કંપનીઓ અને વ્યક્તિઓ માટે આયાત માટે ચૂકવણી કરવી અને નિકાસ માટે નાણાં મેળવવા, વિદેશમાંથી ઉધાર લેવા અથવા બહાર રોકાણ કરવું મુશ્કેલ બનશે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

શું છે SWIFT?

SWIFTએ વિશ્વનું આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમ નેટવર્ક છે. તે કોઈપણ પ્રકારના ફંડ ટ્રાન્સફરને હેન્ડલ કરતું નથી, પરંતુ તેની મેસેજિંગ સિસ્ટમ દ્વારા સુરક્ષિત અને સસ્તી રીતે કોઈપણ જગ્યાએ ઝડપી ચુકવણીની સુવિધા પૂરી પાડે છે. SWIFT મેસેજિંગ સિસ્ટમ 1970માં વિકસાવવામાં આવી હતી. તેનો હેતુ ટેલેક્સ મશીનો પરની નિર્ભરતાને દૂર કરવાનો હતો. આ સિસ્ટમનો મોટાભાગનો ઉપયોગ અમેરિકા અને રશિયાના લોકો કરે છે. નેશનલ એસોસિએશન રોસવિફ્ટ અનુસાર લગભગ 300 રશિયન એસોસિએશન સંસ્થાઓ સ્વિફ્ટનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: Russia Ukraine Crisis: યુક્રેનથી બુકારેસ્ટ થઈને દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા ભારતીય નાગરિકો સાથે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી વાતચીત

આ પણ વાંચો: Russia Ukraine War: યુક્રેનની મદદ માટે આગળ આવ્યા ફ્રાન્સ સહિત ઘણા દેશ, જર્મની મોકલશે એન્ટી ટેન્ક હથિયાર

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">