જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના સમર્થનમાં આવ્યા UN અધ્યક્ષ, જાણો ભારતે શું આપ્યો જવાબ

બોજકિર ગુરુવારે ઇસ્લામાબાદમાં એક પત્રકાર પરિષદમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી સાથે જોવા મળ્યા હતા. આ પરિષદમાં તેમણે જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સમર્થનમાં વાત કરી હતી.

જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના સમર્થનમાં આવ્યા UN અધ્યક્ષ, જાણો ભારતે શું આપ્યો જવાબ
UN મહાસભાના અધ્યક્ષે પાકિસ્તાન સમર્થનમાં આપ્યું નિવેદન
Follow Us:
| Updated on: May 29, 2021 | 9:28 AM

જમ્મુ કાશ્મીરને લઈને સંયુક્ત રાષ્ટ્ર (UN)ના અધ્યક્ષ વોલ્કન બોજકિર (Volkan Bozkır) દ્વારા કરવામાં આવેલા નિવેદન બાદ ભારેતે જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના (UN General Assembly head) અધ્યક્ષ વોલ્કન બોજકિરે જમ્મુ કાશ્મીર બાબતે ટિપ્પણી કરી હતી કે “જમ્મુ કાશ્મીરના મુદ્દાને વધુ મજબુતીથી UN માં લાવવો પાકિસ્તાનનું કર્તવ્ય છે.”

ખરેખર વાત એમ છે કે બોજકિર ગુરુવારે ઇસ્લામાબાદમાં એક પત્રકાર પરિષદમાં પાકિસ્તાનના (Pakistan) વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી સાથે જોવા મળ્યા હતા. આ પરિષદમાં ટિપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં વધુ મજબુતપણે લાવવું એ ‘પાકિસ્તાનની ફરજ’ છે. જેને લઈને હવે ભારત સરકારે પણ જવાબ આપ્યો છે.

ભારત વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) આપેલા જવાબમાં તેમના દ્વારા કરવામાં આવેલા ઉલ્લેખો અયોગ્ય ગણાવવામાં આવ્યા છે. સખત પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે તેમની ટિપ્પણીનો “અસ્વીકાર” કરવામાં આવ્યા છે અને ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશોનો તેમનો સંદર્ભ “અયોગ્ય” છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ મુદ્દે મીડિયા સવાલના જવાબમાં કહ્યું, “જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વર્તમાન અધ્યક્ષ ભ્રામક અને પૂર્વગ્રહપૂર્ણથી ગ્રહિત ટિપ્પણી કરે છે, ત્યારે તે તેમના પદને મોટું નુકસાન પહોંચાડે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષની વર્તણૂક ખરેખર અફસોસનીય છે અને તે ચોક્કસપણે વૈશ્વિક મંચ પરની તેમની સ્થિતિને નુકસાન પહોંચાડે છે.”

બોજકિર તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતે હતા. આ દરમિયાન બોજકિરના જમ્મુ-કાશ્મીર અંગેના અયોગ્ય ઉલ્લેખ કાર્યો હતો. જેનો સખત વિરોધ દર્શાવતા બાગચીએ કહ્યું હતું કે તેમની આ ટિપ્પણી કે, “સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની આ મુદ્દાને વધુ ભારપૂર્વક ઉઠાવવાની ફરજ છે.” અસ્વીકાર્ય છે. અને હકીકતમાં અન્ય વૈશ્વિક પરિસ્થિતિઓ સાથે તુલના કરવા માટે કોઈ આધાર નથી. બોજકિર, કુરેશીના આમંત્રણ પર બુધવારે ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે પાકિસ્તાન પહોંચ્યા હતા.

આ પણ વાંચો: PETA એ AMULને કહ્યું વનસ્પતિમાંથી બનેલા દૂધના વ્યવસાય પર ધ્યાન આપો, જાણો AMUL ના MD એ શું આપ્યો જવાબ

આ પણ વાંચો: Gujarat Mucormycosis Update: ગુજરાતના 7 શહેર-જિલ્લામાં શુક્રવારે મ્યુકરમાઇકોસિસના 89 નવા કેસ અને 3 મોત થયા

Latest News Updates

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">