Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ‘No-Fly Zone’ ની કરી માગ, જાણો શું છે નો-ફ્લાય ઝોન?

 રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને (Vladimir Putin)સરકારી એરલાઇન એરોફ્લોટના ફ્લાઇટ એટેન્ડન્ટ્સ સાથેની બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, જે પણ દેશ યુક્રેન પર નો-ફ્લાય ઝોન લાદશે તેને યુક્રેનમાં યુદ્ધમાં સામેલ ગણવામાં આવશે.

Russia Ukraine War : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ 'No-Fly Zone' ની કરી માગ, જાણો શું છે નો-ફ્લાય ઝોન?
No Fly Zone
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 10:02 AM

Russia Ukraine War :  યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (President Volodymyr Zelensky)તેમની અગાઉની કેટલીક વીડિયો પોસ્ટમાં યુક્રેનમાં નો-ફ્લાય ઝોન (NO Fly Zone) બનાવવાની અપીલ કરી છે.સાથે જ તેમણે કિવના દક્ષિણપશ્ચિમમાં આવેલા શહેર વિનિત્સાના સિવિલ એરપોર્ટના સંપૂર્ણ પતન માટે હાકલ કરી હતી.તમને જણાવી દઈએ કે,તેણે  વિશ્વ નેતાઓને યુક્રેનમાં ‘નો ફ્લાય ઝોન’ બનાવવાની તેમની અપીલનો સ્વીકાર કરવાજણાવ્યુ હતુ.

યુક્રેનના રાષ્ટ્રપતિનો કટાક્ષ

તેણે કહ્યું હતું કે, “જો તમે આવું નહીં કરો અને તમારી સુરક્ષા માટે અમને ફાઈટર પ્લેન પણ નહીં આપો તો એક જ નિષ્કર્ષ કાઢી શકાય છે અને તે એ છે કે તમે પણ ઈચ્છો છો કે અમને ધીરે ધીરે મારવામાં આવે.”

સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે જો યુએસ (US) અને પશ્ચિમી સહયોગીઓ યોગ્ય ભૂમિકા ભજવે તો તેમનો દેશ સંપૂર્ણ રીતે સામનો કરી શકે છે યુદ્ધનો (Russia Ukraine Crisis) સામનો કરી શકે છે અને રશિયાને પણ હરાવી શકે છે.ઝેલેન્સકીએ એક્સિઓસ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ઈરાદા સાથે રશિયા પરના પ્રતિબંધો યોગ્ય દિશામાં જઈ રહ્યા છે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

યુદ્ધમાં સામેલ ગણવામાં આવશે : રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન

તેમણે વધુમાં કહ્યું કે રશિયાની ઘણી બેંકોને SWIFT સિસ્ટમમાંથી હટાવવાનો નિર્ણય તેમજ યુક્રેનને વધુ સ્ટિંગર મિસાઈલ, એન્ટી ટેન્ક હથિયારો સપ્લાય કરવાનો નિર્ણય આ બધું જ યોગ્ય દિશામાં ચાલી રહ્યુ છે. આ ઉપરાંત, અમે પશ્ચિમી દેશોને યુક્રેનના મહત્વપૂર્ણ ભાગો પર નો-ફ્લાય ઝોન લાદવા માટે કહીએ છીએ.બીજી તરફ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને (Vladimir Putin)સરકારી એરલાઇન એરોફ્લોટના ફ્લાઇટ એટેન્ડન્ટ્સ સાથેની બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, જે પણ દેશ યુક્રેન પર નો-ફ્લાય ઝોન લાદશે તેને યુક્રેનમાં યુદ્ધમાં સામેલ ગણવામાં આવશે.

નો-ફ્લાય ઝોન શું છે ?

જો સરળ શબ્દોમાં કહીએ તો, નો-ફ્લાય ઝોન ચોક્કસ સ્થાનને વ્યાખ્યાયિત કરે છે જ્યાં તે ખાતરી કરવામાં આવે છે કે ચોક્કસ એરક્રાફ્ટ ટેક ઓફ કરી શકતું નથી.તેનો ઉપયોગ સંવેદનશીલ વિસ્તારોને સુરક્ષિત કરવા માટે કરી શકાય છે. જેમ કે શાહી-નિવાસ, રમત-ગમત-પ્રસંગો અથવા અમુક ખાસ અને મોટા પ્રસંગો, આ ઘણીવાર ફક્ત અસ્થાયી રૂપે લાગુ કરી શકાય છે.

લશ્કરી સંદર્ભમાં નો-ફ્લાય ઝોનનો અર્થ એ છે કે હુમલા અથવા દેખરેખને રોકવા માટે કોઈપણ વિમાન તે વિસ્તારમાં પ્રવેશી શકશે નહીં. પરંતુ તે સૈન્ય દ્વારા લાગુ કરવામાં આવે છે જેથી કરીને વિમાનને સંભવિત રીતે નીચે પાડી શકાય.યુક્રેનના રાષ્ટ્રપતિની માંગણી મુજબ, નો-ફ્લાય ઝોન લાદવાનો અર્થ એ થશે કે લશ્કરી દળો, ખાસ કરીને NATO દેશના દળો તે એરસ્પેસમાં કોઈપણ રશિયન એરક્રાફ્ટને સીધું નિશાન બનાવી શકશેઅને જો જરૂર હોય તો તેનો નાશ પણ કરી શકાય છે.

આ પણ વાંચો : Russia Ukraine War: UNSCની બેઠકમાં યુક્રેન સંકટ પર ચર્ચા , ભારતે યુદ્ધવિરામની હાકલ કરી કહ્યું, મતભેદોનો અંત લાવે દેશ

આ પણ વાંચો : દેશ- દુનિયામાં ઈજ્જતનાં ધજાગરા ઉડ્યા પછી ઈમરાન મિયાંને આવ્યુ ડહાપણ, આતંકવાદીઓ વિરુદ્ધ ‘ઝીરો ટોલરન્સ’નો સંકલ્પ

g clip-path="url(#clip0_868_265)">