AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈસ્તાંબુલ બ્લાસ્ટમાં પ્રથમ ધરપકડ, મંત્રીએ હુમલા પાછળ PKKનો હાથ હોવાનો દાવો કર્યો

તુર્કી (Turkey)સરકારના લોકો પણ તેને આત્મઘાતી હુમલો માની રહ્યા હતા, પરંતુ થોડા સમય પહેલા એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. તુર્કીના મંત્રીએ દાવો કર્યો છે કે વિસ્ફોટ પાછળ કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટીનો હાથ છે.

ઈસ્તાંબુલ બ્લાસ્ટમાં પ્રથમ ધરપકડ, મંત્રીએ હુમલા પાછળ PKKનો હાથ હોવાનો દાવો કર્યો
ઈસ્તાંબુલમાં વિસ્ફોટ બાદ સુરક્ષા દળો તૈનાત.
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2022 | 10:35 AM
Share

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં ગઈકાલે સાંજે થયેલા બોમ્બ વિસ્ફોટમાં છ લોકોના મોત થયા છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. હવે માહિતી સામે આવી છે કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તુર્કીના મંત્રીએ જણાવ્યું કે શહેરના સૌથી ભીડવાળા વિસ્તારમાં થયેલા વિસ્ફોટ પાછળ કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટીનો હાથ છે. પાર્ટીના એક કાર્યકર્તાએ જ આ ધડાકો કર્યો છે. તુર્કીના ઈસ્તાંબુલમાં રવિવારે એક વ્યસ્ત શોપિંગ સ્ટ્રીટમાં વિસ્ફોટ થયો હતો, જેમાં છ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા.

ભારતીય સમય અનુસાર રવિવારે સાંજે થયેલા બ્લાસ્ટ બાદ ઈસ્તાંબુલની ઈસ્તિકલાલ શોપિંગ સ્ટ્રીટ હચમચી ગઈ હતી. આ શહેરનું સૌથી પ્રખ્યાત સ્થળ છે. અહીં હજારો સ્થાનિક લોકો અને પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. વિસ્ફોટ બાદ હુમલાખોર વિશે કંઈ જાણી શકાયું નથી. એવી અટકળો હતી કે તે આતંકવાદી હુમલો હોઈ શકે છે. તુર્કી સરકારના લોકો પણ તેને આત્મઘાતી હુમલો માની રહ્યા હતા, પરંતુ થોડા સમય પહેલા એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. તુર્કીના મંત્રીએ દાવો કર્યો છે કે વિસ્ફોટ પાછળ કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટીનો હાથ છે.

આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અચાનક થયેલા વિસ્ફોટ પછી લોકો પોતાનો જીવ બચાવવા માટે કેવી રીતે અહીં-ત્યાં દોડી રહ્યા છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. ફૂટેજમાં ઘણા લોકો પ્રખ્યાત ઇસ્તિકલાલ શોપિંગ સ્ટ્રીટ પર ચાલતા જોવા મળ્યા હતા, ત્યારે અચાનક જોરદાર ધડાકો સંભળાયો. વિસ્ફોટ બાદ આગની જ્વાળાઓ જોવા મળી હતી અને લોકો ચારેબાજુ દોડી આવ્યા હતા. ઈસ્તાંબુલના ગવર્નર અલી યેરલિકાયાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સાંજે 4:20 વાગ્યે થયો હતો અને આ ઘટનામાં કેટલાક લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. જો કે તેમણે એ નથી જણાવ્યું કે કેટલા લોકો માર્યા ગયા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">