AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત વિરુદ્ધ પાકિસ્તાનને હાથો બનાવી રહ્યુ છે અમેરિકા, ટ્રમ્પની ‘મુનીરવાળી રણનીતિ’ પર મોટો ખૂલાસો

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી, અમેરિકન વિદેશ નીતિ અણધારી બની ગઈ છે. કોઈને ખબર નથી કે હવે અમેરિકા કયા દેશ સામે શું પગલા લેશે. પાકિસ્તાન સાથે અમેરિકાની મિત્રતાને આ જ દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ ભારત પર દબાણ લાવવાની અમેરિકાની રણનીતિ છે.

ભારત વિરુદ્ધ પાકિસ્તાનને હાથો બનાવી રહ્યુ છે અમેરિકા, ટ્રમ્પની 'મુનીરવાળી રણનીતિ' પર મોટો ખૂલાસો
| Updated on: Aug 18, 2025 | 7:10 PM
Share

અમેરિકા કોઈ કારણ વગર દુનિયાનો સૌથી અવિશ્વાસુ દેશ નથી. તે એકમાત્ર એવો દેશ છે જે દુશ્મનો તો છોડો મિત્રોને પણ છોડતો નથી. વ્હાઇટ હાઉસ તેના માટે આખી દુનિયામાં કુખ્યાત છે. તાજેતરમાં, જ પોતાને લોકશાહીનો ચેમ્પિયન ગણાવતુ અમેરિકા, પાકિસ્તાનના લશ્કરી નેતૃત્વને ગળે વળગાડી રહ્યુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનની કઠપૂતળી લોકશાહી સરકારને છોડીને આતંકવાદનો ચહેરો એવા આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે લંચ કરી રહ્યા છે. તાજેતરમાં જ ટ્રમ્પ પ્રશાસને મુનીરના ઇશારે બે બલૂચ સંગઠનોને આતંકવાદી જાહેર કર્યા છે, જેની સાથે અમેરિકાને કોઈ લેવાદેવા નથી.

બલૂચ મુદ્દે કાદવ ઉછાળી શકે છે અમેરિકા

આવી સ્થિતિમાં, હવે એવીઆશંકા સેવાઈ રહી છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર બલૂચ મુદ્દાને લઈને ગમે ત્યારે ભારત પર કીચડ ફેંકી શકે છે. જો કે, એ વાત તો નક્કી છે કે આ આરોપોમાં કોઈ તથ્ય નથી અને તેમના જુઠ્ઠાણાની ભારત પર કોઈ અસર નહીં થાય. પરંતુ, આપણે જોયું છે કે કેનેડામાં ખાલિસ્તાન કેસમાં અમેરિકાની આવી જ સસ્તી રણનીતિએ ભારત સાથેના સંબંધો બગાડ્યા હતા. બાદમાં, અમેરિકા રસ્તામાંથી હટી ગયું પરંતુ જસ્ટિન ટ્રુડોને તેની કિંમત ચૂકવવી પડી અને તેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા કેનેડાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું.

પાકિસ્તાન પહેલાથી જ ચલાવી રહ્યુ છે પ્રોપેગેન્ડા

પાકિસ્તાન પહેલાથી જ કોઈ પુરાવા વિના ભારતને બદનામ કરવા માટે ઝુંબેશ ચલાવી રહ્યું છે. પાકિસ્તાનનો આરોપ છે કે ભારત તેના દેશમાં બલૂચ બળવાખોરોને પૈસા આપે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને મજીદ બ્રિગેડ પર લાદવામાં આવેલા પ્રતિબંધથી પાકિસ્તાનને આ મુદ્દાને વધારવાની નવી તક મળી છે. હવે તે આ મામલાને વધુ આંતરરાષ્ટ્રીય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, એવો ભય છે કે અમેરિકા પણ ગમે ત્યારે પાકિસ્તાન સાથે સંમત થઈ શકે છે.

અમેરિકાએ પહેલાથી જ ભારત પર લગાવ્યો છે આરોપ

અમેરિકાએ ભારતીય મૂળના નિખિલ ગુપ્તાની પણ આવા જ કેસમાં ધરપકડ કરી છે. અમેરિકાનો દાવો છે કે નિખિલ ગુપ્તાએ ખાલિસ્તાની આતંકવાદી અને તેના નાગરિક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ ઉપરાંત, અમેરિકાએ એવો પણ દાવો કર્યો હતો કે ભારતીય સરકારના ભૂતપૂર્વ અધિકારી વિકાસ યાદવ પણ આ કાવતરામાં સામેલ હતા. અમેરિકાએ જ કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને બીજા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેટલીક માહિતી આપી હતી, જેના આધારે તેમણે આ હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ટ્રુડોએ સ્વીકાર્યું હતું કે તેમની પાસે કોઈ પુરાવા નથી.

ટ્રમ્પ પર કોઈને વિશ્વાસ નથી

અનેક રણનીતિક નિષ્ણાતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી, યુએસ વિદેશમંત્રી અણધાર્યા બની ગયા છે. કોઈને ખબર નથી કે ટ્રમ્પ કોઈ દેશ અંગે આગળ શું પગલું ભરવાના છે. ચીનના કિસ્સામાં ટ્રમ્પનો યુ-ટર્ન આખી દુનિયાએ જોયો છે. ટ્રમ્પે ચીન વિરુદ્ધ નિવેદનો આપીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી, આજે ટ્રમ્પે એ જ ચીન સામે શરણાગતિ સ્વીકારી છે. બીજી તરફ જે ભારત ઈન્ડો-પેસેફિક ક્ષેત્રમાં અમેરિકાનો સૌથી નજીકનો મિત્ર અને ચીન વિરુદ્ધ તેનું મુખ્ય હથિયાર હતું, તે ટ્રમ્પના સેકન્ડરી ટેરિફનો સામનો કરી રહ્યુ છે. આવી સ્થિતિમાં, એવી શક્યતા નકારી શકાય નહીં કે ટ્રમ્પ કોઈપણ સમયે પાકિસ્તાનને ખુશ કરવા માટે બલૂચ બળવાખોરોને ભારત સાથે જોડી શકે છે.

iPhone 17 સિરીઝના ફોન આ દિવસોમાં થશે લોંચ, 16 સિરીઝ કરતા સસ્તા હશે કે મોંઘા? જુઓ માર્ક ગુરમને શું કહ્યુ?

સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
g clip-path="url(#clip0_868_265)">