Tokyo Olympics 2020 : યુગાન્ડાનો ખેલાડી હોટલમાંથી ગાયબ થતા, આયોજકો મુંઝવણમાં મુકાયા

|

Jul 17, 2021 | 12:36 PM

ટોકિયો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics-2020) ની શરુઆત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ઓલિમ્પિક (Olympics) માં રમવા આવનાર ખેલાડી ટીમની મુસીબતો ઓછી થઈ નથી.

Tokyo Olympics 2020 : યુગાન્ડાનો ખેલાડી હોટલમાંથી ગાયબ થતા, આયોજકો મુંઝવણમાં મુકાયા
Tokyo Olympics 2020

Follow us on

Tokyo Olympics 2020 : ટોકિયો ઓલિમ્પિક રમતનું આયોજન ગત્ત વર્ષ થવાનું હતુ પરંતુ કોરો (Corona)ના મહામારીને કારણે આ રમતને એક વર્ષ સુધી મોકૂફ રાખવામાં આવી હતી. ટીમના સભ્યોએ કહ્યું કે, તેમનો સાથી ખેલાડી શુક્રવારે બોપરથી ગુમ થયો હતો. તેમના હોટલનો રુમ ખાલી હતો, શુક્રવારના રોજ તેમની ટ્રેનિંગ (Training) પણ નહોતી. તે છેલ્લી વખત તેમના રુમમાં  જોવા મળ્યો હતો.

ટોકિયો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics-2020) ની શરુઆત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ઓલિમ્પિક(Olympics)માં રમવા આવનાર ખેલાડી ટીમની મુસીબતો ઓછી થઈ નથી. યુગાન્ડાનો એક એથલીટ વેસ્ટર્ન જાપાનમાંથી ગાયબ થયો છે. જેને લઈ જાપાનના આયોજકો પર સવાલો ઉઠાવ્યા છે.
એક બાજુ દેશમાં કોવિડ-19 (Covid-19)નો કહેર છે. જેના કારણે ઓલિમ્પિક રમતનો વિરોધ થઈ રહ્યો છે. ખેલાડી ગાયબ થવો જાપાન (Japan)ના આયોજકો માટે મુસીબત બની છે. જે ખેલાડી ગાયબ થયો છે તે 20 વર્ષનો છે અને ઓસાકામાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. તે યુગાન્ડાની 9 સભ્યોની ટીમનો સભ્યો હતો.
હોટલમાં જ્યારે 20 વર્ષની ખેલાડી ન મળ્યો તો આ સમગ્ર વાતની જાણકારી પોલીસ (Police)ને કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે, હોટલમાં 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ખેલાડી ક્યારે અને કઈ રીતે બહાર ગયો તેની કોઈને જાણ નથી. યુગાન્ડાની ટીમ જાપાન (Japan) ના હેલ્થ એન્ડ સર્વિલાન્સ સિસ્ટમ પર છે.
19 જૂનના રોજ નારિટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમની ટીમનો એક સભ્ય કોરોના પોઝિટિવ (Corona Positive) હતો. જ્યારે તેમની ટીમના 8 સભ્યો 500 કિલોમીટર સફર કરતા ઈઝુમિસાનો પહોંચ્યો હતો. જ્યાં તેમના માટે પ્રી ઓલિમ્પિક (Olympics) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
થોડા દિવસો બાદ પૂર્વ આફ્રિકાની ટીમનો વધુ એક સભ્ય કોરોના સંક્રમિત થયો હતો. ત્યારબાદ તેમના સંપર્કમાં આવેલા 7 અધિકારીઓ અને ડ્રાઈવરને પણ આઈશોલેટ કરવામાં આવ્યા હતા. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, યુગાન્ડાની ટીમના બંન્ને સભ્યો ડેલ્ટા વેરિએન્ટ છે. બંન્ને સભ્યોને ક્વોરન્ટાઇનનો સમય પૂર્ણ કરી 7 જુલાઈના રોજ ટીમે ટ્રેનિંગ પણ શરુ કરી હતી.

કોરોના (Corona)ના કારણે લોકોએ ઓલિમ્પિક (Olympics) રમતને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ રમતનું આયોજન ગત્ત વર્ષ થવાનુંં હતુ, પરંતુ કોરોના (Corona) મહામારીના કારણે એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ વર્ષ 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ પણ વાંચો : Lipstick Side effect : લિપસ્ટિક ખરીદતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો, નહિ તો સ્વાસ્થ્યને નુકસાન થશે

Published On - 12:33 pm, Sat, 17 July 21

Next Article