AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saudi India Relation: સાઉદીથી ભારત સુધી નાખવામાં આવશે રેલ્વે લાઇન, ચીનને પછાડવા આ દેશોએ બનાવ્યો માસ્ટર પ્લાન

સાઉદી અરેબિયાથી ભારત સુધી રેલવે લાઇન નાખવાની યોજના બનાવવામાં આવી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ અને G20 સમિટમાં આવેલા અન્ય દેશો સાથેની બેઠકમાં આ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી શક્યતા છે.

Saudi India Relation: સાઉદીથી ભારત સુધી નાખવામાં આવશે રેલ્વે લાઇન, ચીનને પછાડવા આ દેશોએ બનાવ્યો માસ્ટર પ્લાન
Image Credit source: Tv9 ભારતવર્ષ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 9:18 AM
Share

Saudi India Relation:  દિલ્હીમાં G20 સમિટ માટે મંચ તૈયાર છે. જો બાઈડન અમેરિકાથી ભારત પહોચી ગયા છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પણ ભારત આવી રહ્યા છે. તે દરમિયાન, મોટા સમાચાર એ છે કે પીએમ મોદી અને કેટલાક અન્ય G20 દેશો સહિત આ બંને નેતાઓ વચ્ચે રેલ ડીલ થઈ શકે છે. આ ડીલની જરૂરિયાત એટલા માટે ઉભી થઈ કારણ કે ચીન મધ્ય પૂર્વમાં પોતાનો દબદબો વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો: G20 summit : અમેરિકાએ G20 સમિટ પહેલા આપી ચેતવણી, G-20માં ચીન અને રશિયા સૌથી મોટી અડચણ ઊભી કરશે

ચાઈનીઝ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવનો સામનો કરવા માટે આ ડીલને કોન્ફરન્સ દરમિયાન અથવા બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. અમેરિકામાં એવી જોરદાર ચર્ચા છે કે જો આ ડીલ ફાઈનલ થઈ જશે તો બાઈડન એડમિનિસ્ટ્રેશન માટે મિડલ ઈસ્ટમાં પોતાની પોલિસી લાગુ કરવામાં સરળતા રહેશે. ઉદાહરણ તરીકે, ઇઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોને સુધારવાનું સરળ બની શકે છે. ચીનને નવા પ્રોજેક્ટથી પણ જવાબ આપી શકાય છે. એક તીર વડે બે નિશાનો મારી શકાય છે.

મધ્ય પૂર્વથી ભારત સુધી નાખવામાં આવશે રેલવે લાઇન

ચીન ઝડપથી મધ્ય પૂર્વના દેશોમાં પોતાનો પગપેસારો કરી રહ્યું છે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ દ્વારા ચીને વિશ્વભરના દેશોમાં રોડ માર્ગે પ્રવેશ મેળવ્યો. આ પહેલ હેઠળ રેલવેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેના જવાબમાં ચીન વિરોધી દેશો રેલ ડીલ પર હસ્તાક્ષર કરવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ હેઠળ અરબ દેશો એશિયાઈ ક્ષેત્ર લેવન્ટ સાથે જોડાશે, જે ઈઝરાયેલ થઈને અરબી સમુદ્ર થઈને ભારત પહોંચશે.

ગલ્ફ દેશોમાં પોતાની પહોંચ વધારી રહ્યું છે ચીન

G20 સિવાય, એક જૂથ I2U2 એટલે કે ભારત, ઇઝરાયેલ, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ સ્ટેટ્સ છે. છેલ્લા 18 મહિનામાં ગલ્ફ અને અન્ય દેશોને જોડવા માટે રેલ પ્રોજેક્ટનો મુદ્દો આ સમૂહની બેઠકમાં આવ્યો હતો. ઘણા ખાડી દેશો ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો ભાગ છે. આવી સ્થિતિમાં ચીન ત્યાં પોતાની હાજરી વધારી રહ્યું છે, જે ભારત અને અમેરિકા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. બાઈડનનો પ્રયાસ આ ડીલને અંતિમ સ્વરૂપ આપવાનો છે જે તેમના માટે મધ્ય પૂર્વનો માર્ગ સરળ બનાવે છે અને અમેરિકન સત્તાનો માર્ગ પણ ખોલે છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">