G20 Summit પહેલા શેરબજારે રોકાણકારોને માલામાલ બનાવ્યા, 6 દિવસમાં 11લાખ કરોડની કમાણી આપી

એક તરફ વૈશ્વિક બજારમાં તકેદારીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ શેરબજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ(Sensex) અને નિફ્ટીમાં સતત છ દિવસે વધારો જોવા મળ્યો છે. આ 6 દિવસમાં શેરબજારમાં 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. શેરબજારના રોકાણકારોને 11 લાખ કરોડથી વધુનો ફાયદો થયો છે.

G20 Summit પહેલા શેરબજારે રોકાણકારોને માલામાલ બનાવ્યા, 6 દિવસમાં 11લાખ કરોડની કમાણી આપી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 7:48 AM

એક તરફ વૈશ્વિક બજારમાં તકેદારીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ શેરબજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ(Sensex) અને નિફ્ટીમાં સતત છ દિવસે વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક સંકેત સહીત અન્ય યટર -ચઢવાના સંજોગો છતાં ડગમગ્યા વિના શેરબજારમાં 6 સત્રમાં 3 ટકાનો ઉછાળો નોંધાયો છે. શેરબજારના રોકાણકારોને 11 લાખ કરોડથી વધુનો ફાયદો થયો છે.

ખાસ વાત એ છે કે દેશમાં G20 સમિટનો માહોલ છે.વિશ્વના રોકાણકારોની નજર આ સમિટ પર ટકેલી છે. જેના કારણે રિટેલ રોકાણકારો તરફથી સતત ખરીદી જોવા મળી રહી છે.BSE માં લિસ્ટ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂપિયા 3,20,94,202.12 કરોડના સ્તરે પહોંચ્યું છે. જે ભારતીય શેરબજાર માટે સારા સંકેત છે.

Sensex સર્વોચ્ચ સપાટીથી 1000 પોઇન્ટ દૂર

સેન્સેક્સ હજુ પણ તેના જીવનકાળના ઉચ્ચતમ સ્તરથી લગભગ 1000 પોઈન્ટ પાછળ છે. અનુમાન છે કે આવતા અઠવાડિયે સેન્સેક્સ લાઈફ ટાઈમ હાઈને પાર કરશે અને નિફ્ટી 20 હજારની સપાટી વટાવી જશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

સેન્સેક્સ બંધ થયો ત્યારે યુકેના FTSE, ફ્રાન્સના CAC અને જર્મનીના DAX સહિતના ટોચના યુરોપિયન બજારો નોંધપાત્ર નુકસાન સાથે વેપાર કરી રહ્યા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે સ્થાનિક રોકાણકારોની ખરીદીને કારણે બજારમાં તેજીનું વાતાવરણ છે. આગામી થોડા અઠવાડિયામાં યુરોપિયન સેન્ટ્રલ બેન્ક, ફેડરલ રિઝર્વ અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડની નાણાકીય નીતિની બેઠકો બજારનો મૂડ નક્કી કરશે.

આ પણ વાંચો : 7th Pay Commission : G20 Summit પછી સરકારી કર્મચારીઓના DA માં વધારો થશે, સરકાર તરફથી તહેવારોની ભેટના સંકેત

શુક્રવારે  શેરબજારમાં તેજી જોવા મળી

સેન્સેક્સ અગાઉના 66,265.56ના બંધની સરખામણીએ 66,381.43 પર ખૂલ્યો હતો અને 501 પોઇન્ટ વધીને 66,766.92ની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો. સેન્સેક્સ 333 પોઈન્ટ અથવા 0.50 ટકા વધીને 66,598.91 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 93 પોઈન્ટ અથવા 0.47 ટકા વધીને 19,819.95 પર બંધ થયો. સત્ર દરમિયાન 32,692.74ની તેની નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી BSE મિડકેપ ઇન્ડેક્સ 0.92 ટકાના મજબૂત વધારા સાથે 32,672 પર બંધ થયો હતો. BSE સ્મોલકેપ ઇન્ડેક્સ પણ સત્ર દરમિયાન 38,369.21 ની તેની નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ તે 0.43 ટકા વધીને 38,266.53 પર બંધ થયો હતો. છેલ્લા છ સત્રોમાં સેન્સેક્સમાં 2.73 ટકા અને નિફ્ટીમાં 2.94 ટકાનો વધારો થયો છે.

માર્કેટ કેપમાં રૂપિયા 11 લાખ કરોડનો વધારો

BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આજે વધીને રૂ. 320.9 લાખ કરોડ થયું છે. આનો અર્થ એ થયો કે રોકાણકારોને માત્ર છ દિવસમાં 11.3 લાખ કરોડ રૂપિયાથી વધુનો ફાયદો થયો છે. જો શુક્રવારની વાત કરીએ તો રોકાણકારોએ 1.8 લાખ કરોડ રૂપિયાથી વધુનો નફો કર્યો છે. છેલ્લા સત્રમાં BSE-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 319.1 લાખ કરોડ હતું.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">