અફધાનિસ્તાનના વધુ ત્રણ પ્રાંતીય રાજઘાની પર તાલિબાનનો કબજો, અફઘાન દળોએ 439 તાલિબાનોને મોતને ઘાટ ઉતાર્યા

અફઘાન સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાકમાં 439 તાલિબાન આતંકવાદીઓને ઠાર માર્યા હોવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં, ભીષણ લડાઈમાં અન્ય 77 લોકો ઘાયલ થયા હતા.

અફધાનિસ્તાનના વધુ ત્રણ પ્રાંતીય રાજઘાની પર તાલિબાનનો કબજો, અફઘાન દળોએ 439 તાલિબાનોને મોતને ઘાટ ઉતાર્યા
Afghan govt and Taliban War

અફઘાનિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર તાલિબાનોએ, અફઘાનિસ્તાનની વધુ ત્રણ પ્રાંતીય રાજધાની કબજે કરી લીધી છે. અફઘાનિસ્તાનના અધિકારીના જણાવ્યાનુસાર બળવાખોરોએ હવે અફધાનિસ્તાનના બે તૃતીયાંશ ભાગ પર કબજો કરી લીધો છે.  જ્યારે અમેરિકા અને નાટોના સુરક્ષા દળો અફઘાનિસ્તાનમાંથી પરત ફરતા, તાલિબાન અને અફઘાન સુરક્ષા દળો વચ્ચે ભારે લડાઈ ચાલી રહી છે. તાલિબાનો સમગ્ર અફધાનિસ્તાન ઉપર કબજો કરી અફઘાનિસ્તાનમાં તેમની સરકાર બનાવવા ઈચ્છે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનનું કહેવું છે કે હવે અફઘાનિસ્તાનના લોકોએ તેમના દેશનું ભવિષ્ય નક્કી કરવાનું છે. સુરક્ષાદળો પરત ફરતા તાલિબાન અને અફઘાન સુરક્ષા દળો વચ્ચે ફાટી નિકળેલા યુધ્ધમાં છેલ્લા 24 કલાકમાં અફઘાન સુરક્ષા દળોએ 439 આતંકવાદીઓને ઠાર કર્યા છે.

તાલિબાને બદખશાન, બાગલાન અને ફરાહ પ્રાંતની રાજધાની પર કબજો કર્યા બાદ સરકાર પર આતંકવાદીઓને રોકવા માટે દબાણ વધી ગયું છે. સમાચાર એજન્સીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કુન્દુઝમાં એક મોટો આધાર પણ સરકારના હાથમાંથી નીકળી ગયો છે.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની બાલ્ખ પ્રાંતમાં પહોંચ્યા છે, જે પહેલાથી જ તાલિબાનના કબજા હેઠળના વિસ્તારથી ઘેરાયેલા છે. તેમણે ઘૂસણખોરોને પાછા ભગાડવા માટે સુરક્ષાદળને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે આ પગલું ભર્યું. તાલિબાનના ઝડપી પગલાથી અફઘાન સરકાર તેના પ્રદેશો પર કેટલો સમય નિયંત્રણ જાળવી શકશે તે અંગે સવાલ ઉભો થયો છે.

બીજી બાજુ અફઘાન સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાકમાં 439 તાલિબાન આતંકવાદીઓને ઠાર માર્યા હોવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં, ભીષણ લડાઈમાં અન્ય 77 લોકો ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કર્યું કે આ તાલિબાન આતંકવાદીઓ છેલ્લા 24 કલાક દરમિયાન નાંગરહાર, લગમન, લોગર, પાકટીયા, ઉરુઝગાન, ઝબુલ, ઘોર, ફરાહ, બલ્ખ, હેલમંડ કપિસા અને બાગલાન પ્રાંતોમાં ભીષણ લડાઈ દરમિયાન માર્યા ગયા છે.

કંદહાર પ્રાંતમાં હવાઈ હુમલામાં 25 આતંકીઓ માર્યા ગયા છે. દરમિયાન, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની બુધવારે બાલ્ખ પ્રાંતના મઝાર-એ-શરીફ શહેરમાં પહોંચ્યા હતા અને સુરક્ષા દળોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચોઃ ચંદ્રયાન-2 મિશનને મળી મોટી સફળતા, ચંદ્ર પર પાણીના મોલેક્યૂલ અને હાઈડ્રોક્સિલની હાજરી પાક્કી

આ પણ વાંચોઃ OBC Bill: રાજ્યસભામાં OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ વિના વિરોધે પસાર

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati