OBC Bill: રાજ્યસભામાં OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ વિના વિરોધે પસાર

Monsoon session of Parliament: OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ આજે રાજ્યસભામાં પણ પસાર થયુ છે. આ બિલ પસાર થતા હવે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અન્ય પછાત વર્ગ (OBC) ની યાદી તૈયાર કરવાનો અધિકાર મળશે.

OBC Bill: રાજ્યસભામાં OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ વિના વિરોધે પસાર
RajyaS abha ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 6:06 PM

OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ લોકસભા બાદ આજે રાજ્યસભામાં પણ પસાર થતા હવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અન્ય પછાત વર્ગ (OBC) ની યાદી તૈયાર કરવાનો અધિકાર મળશે. રાજ્યસભામાં લંબાણપૂર્વકની ચર્ચા બાદ, OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ પસાર થયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભામા OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ વિના વિરોધે ગઈકાલે 10 ઓગસ્ટને મંગળવારે પસાર કરાયુ હતુ.  લોકસભામાં આ બિલના સમર્થનમાં 385 સભ્યોએ મત આપ્યો હતો. કોઈ સભ્યોએ OBC અનામત માટે બંધારણ સુધારણા બિલનો વિરોધ કર્યો નથી. એટલે કે OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ સર્વાનુમતે લોકસભામા પસાર કરાયુ હતું.

આ વર્ષે 5 મેના રોજ સુપ્રીમ કોર્ટે, મરાઠા અનામતને લગતા કેસ પર સમીક્ષા કરવાની અરજીની સુનાવણી કરવાની માંગને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 102 માં બંધારણીય સુધારા બાદ માત્ર કેન્દ્રને જ OBC યાદી જાહેર કરવાનો અધિકાર છે. રાજ્યોને નહી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

બિલમાં શું જોગવાઈ છે? કેન્દ્ર સરકાર દ્વારા OBC અનામત માટેના સુધારા બિલમાં એવી જોગવાઈ છે કે હવે રાજ્ય સરકારો OBC ની યાદી તૈયાર કરી શકશે. એટલે કે હવે રાજ્યોને ઓબીસીમાં કોઈપણ જ્ઞાતિનો સમાવેશ કરવા માટે કેન્દ્ર પર આધાર રાખવો પડશે નહીં. આનો અર્થ એ થયો કે હવે રાજ્ય સરકારો તેમના ઓબીસી સમુદાયમાં કોઈપણ જાતિનો સમાવેશ કરી શકશે. તેના માટે કેન્દ્ર સરકારની મંજૂરી નહી લેવી પડે.

બિલ પસાર થતા શું અસર થશે? સંસદના બન્ને સદન એટલે કે લોકસભા અને રાજ્યસભા દ્વારા આ બિલ પસાર કરાયા બાદ રાજ્યોને તેમના રાજ્યોની પછાતવર્ગની જાતિઓને યાદીમાં સમાવેશ કરવાનો અધિકાર મળશે. ઘણા રાજ્યોમાં અલગ અલગ જાતિઓ ઓબીસી (OBC ) અનામત માટે આંદોલન કરી રહી છે. ગુજરાતમાં પટેલ સમુદાય, મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય, હરિયાણામાં જાટ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાય પોતાને ઓબીસી કેટેગરીમાં સમાવીને શૈક્ષણિક અને નોકરીમાં અનામત આપવાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે રાજ્યોને અલગ અલગ જાતિઓને ઓબીસીમાં સમાવવાનો અધિકાર રહેશે. એટલે કે, કેન્દ્રને બદલે હવે OBC અનામત માટે રાજ્યો યોગ્ય નિર્ણય લઈ શકશે.

આ પણ વાંચોઃ Tokyo olympics: ટોક્યો ઓલિમ્પિક પૂર્ણ થયા બાદ 24 વર્ષની ગોલ્ડ મેડાલિસ્ટ મહિલા ખેલાડીનું મોત

આ પણ વાંચોઃ ભારતનુ ફોરેક્સ રિઝર્વ ઐતિહાસિક સ્તરે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">