Sweden News: સ્વીડનના સ્ટોકહોમની રહેણાંક ઈમારતમાં થયા બે શક્તિશાળી વિસ્ફોટ, ઘટનામાં 3 લોકો ઘાયલ
સ્વીડન ગોળીબાર અને બોમ્બ ધડાકાની વધતી જતી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. બે ગેંગ સક્રિય છે જે કથિત રીતે ડ્રગ્સ અને શસ્ત્રો પર લડાઈ કરી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 261 ગોળીબારની ઘટના બની છે, જેમાં 36 લોકોના મોત થયા છે અને 73 લોકો ઘાયલ થયા છે.
મધ્ય સ્વીડનમાં (Sweden) ઘરોમાં બે શક્તિશાળી વિસ્ફોટ થયા હતા. જેમાં ઓછામાં ઓછા 3 લોકો ઘાયલ થયા હતા અને ઇમારતોને નુકસાન થયું હતું. સોમવારે મોડી રાત્રે રાજધાની સ્ટોકહોમના ઉપનગર હેસલબીમાં વિસ્ફોટ થયો હતો. મંગળવારની વહેલી સવારે, દક્ષિણ પશ્ચિમમાં લગભગ 175 કિલોમીટર દૂર લિન્કોપિંગમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે 3 માળની ઈમારતનો આગળના ભાગને નુકશાન થયું હતું અને પાર્કિંગ વિસ્તારમાં કાટમાળ વિખેરાયો હતો.
અત્યાર સુધીમાં 261 ગોળીબારની ઘટના બની
સ્વીડિશ રેડિયોએ મંગળવારે જણાવ્યું હતું કે, લિંકોપિંગ બ્લાસ્ટ ગુનાહિત ગેંગ વચ્ચે ચાલી રહેલા ઝઘડા સાથે જોડાયેલો હતો. સ્વીડન ગોળીબાર અને બોમ્બ ધડાકાની વધતી જતી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. બે ગેંગ સક્રિય છે જે કથિત રીતે ડ્રગ્સ અને શસ્ત્રો પર લડાઈ કરી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 261 ગોળીબારની ઘટના બની છે, જેમાં 36 લોકોના મોત થયા છે અને 73 લોકો ઘાયલ થયા છે.
3 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
પોલીસે જણાવ્યું હતું કે, લિંકોપિંગમાં અસરગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓને નજીકની સ્પોર્ટ્સ સુવિધામાં ખસેડવામાં આવ્યા હતા. હેસેલ્બીમાં 3 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મૂજબ વિસ્ફોટોના સંબંધમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ મહિનાની શરૂઆતમાં સ્ટોકહોમ નજીકના તેના ઘરથી દૂર જંગલમાં 13 વર્ષના છોકરાને માથામાં ગોળી વાગી હતી. એક ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેનું મોત અવિચારી ગેંગ હિંસાનું એક ઉદાહરણ છે.
આ પણ વાંચો : Sweden News: પશ્ચિમ સ્વીડનમાં હાઈવે પર ભૂસ્ખલનની ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video
ગોળીબારીમાં 2 લોકો માર્યા ગયા
22 સપ્ટેમ્બરના રોજ સ્ટોકહોમના ઉત્તર-પશ્ચિમમાં ભીડવાળા બારમાં એક બંદૂકધારીએ ગોળીબાર કરતા 2 લોકો માર્યા ગયા અને બે ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, મૃતકોમાંથી એક 20 વર્ષીય વ્યક્તિ શૂટરનું લક્ષ્ય હતું, જ્યારે અન્ય 3 નજીકના લોકો હોવાનું માનવામાં આવે છે. પોલીસે જણાવ્યું હતું કે, ગોળીબાર અંગત અદાવતનો ભાગ હતો અને તે ચાલી રહેલા ઝઘડા સાથે જોડાયેલો હતો. સ્વીડનની સરકાર ગેંગ સંબંધિત ગુનાઓને પહોંચી વળવા કાયદાઓને કડક બનાવી રહી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો