Sweden News: પશ્ચિમ સ્વીડનમાં હાઈવે પર ભૂસ્ખલનની ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video
Sweden News: પશ્ચિમ સ્વીડનમાં (Sweden) શનિવારે વહેલી સવારે ભૂસ્ખલનથી નોર્વેના મુખ્ય ધોરીમાર્ગ પર એક વિશાળ ખાડો પડી ગયો હતો અને ત્રણ લોકો ઘાયલ થયા હતા જ્યારે તેમની કાર અને બસ રસ્તા પરથી સરકી હતી, જોકે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ભૂસ્ખલનની આ ઘટનાને લઈ નોર્વે અને સ્કેન્ડિનેવિયાના અન્ય ભાગોમાં ખૂબ જ વાસ્તવિક જોખમ ઉભું થયું છે.
Sweden News: ગોથેનબર્ગની ઉત્તરે આવેલા સ્ટેનંગસુંડમાં જૂના અને નવા ઈ6 વચ્ચે આ ઘટના બની હતી. “આ ઘટનામાં લગભગ 500 મીટર વ્યાસનો વિસ્તાર પ્રભાવિત થયો હતો,” પોલીસ અધિકારી ઓગસ્ટ બ્રાંડે જણાવ્યું હતું. શનિવારે સવારે 01:45 વાગ્યે ઈમરજન્સી સેવાઓને એલર્ટ કરવામાં આવી હતી. જો કે આ ઘટના પ્રથમ સિંકહોલ તરીકે નોંધવામાં આવી હતી. ભૂસ્ખલનની આ ઘટનાને લઈ નોર્વે અને સ્કેન્ડિનેવિયાના અન્ય ભાગોમાં ખૂબ જ વાસ્તવિક જોખમ ઉભું થયું છે.
ફોટા અને વીડિયો ફૂટેજમાં ઈ6 હાઈવે પર 500-મીટર (1,640 ફૂટ) પહોળો સિંકહોલ દેખાયો હતો, જે દક્ષિણ સ્વીડનથી નોર્વે સુધી હતો. જે સ્વીડનના બીજા સૌથી મોટા શહેર ગોથેનબર્ગથી નજીક છે. પોલીસે કહ્યું કે ઓછામાં ઓછી ચાર કાર અને એક બસ રોડ પરથી નીચે ખાબકી અને ક્રેશ થઈ ગઈ. આ સિવાય ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બર્ગર કિંગ રેસ્ટોરન્ટ સહિત ઘણી ઈમારતોને નુકસાન થયું હતું.
અહીં જુઓ વીડિયો
NEW: Landslide injures 3 people, cuts off buildings and roads in western Sweden
Several vehicles also went into a hole that appeared on the road after a landslide in Stenungsund last night.
Explosions were heard at a nearby construction site before the collapse and police are… pic.twitter.com/h8cI9hDOOQ
— Peacemaker (@peacemaket71) September 23, 2023
(VC: Peacemaker Twitter)
પોલીસ અધિકારી ઓગસ્ટ બ્રાંડટે કહ્યું હતું કે સ્વીડિશ કટોકટી સેવાઓને સવારે 1:45 વાગ્યે સમાચાર મળ્યા કે ઈ6 નો મોટો ભાગ સ્ટેનંગસુંડમાં તૂટી પડ્યો છે. ઈમરજન્સી અધિકારીઓ ખાસ સ્નીફર ડોગ અને સ્ટાફ સાથે શોધ કરી રહ્યા છે કે જોકે કોઈ લોકો કાટમાળ નીચે ફસાયા ન હોય. ભૂસ્ખલનનું કારણ તાત્કાલિક જાણી શકાયું ન હતું.
સ્વીડિશ મીડિયાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં બ્લાસ્ટિંગ અને ખોદકામ સહિત નોંધપાત્ર બાંધકામ પ્રવૃત્તિ જોવા મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પણ થઈ રહ્યો છે. ડેગેન્સ ન્યહેટરએ જણાવ્યું હતું કે ડ્રોન દ્વારા લેવામાં આવેલા ફૂટેજ દર્શાવે છે કે બિઝનેસ પાર્કમાં બાંધકામ શરૂ થયા બાદ ઈ6માં તિરાડ પડી હતી. સ્વીડિશ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે.
નોર્વે અને સ્વીડન વચ્ચે મુસાફરીમાં અવરોધ
ઘટનાને પગલે ઈ6 ગોથેનબર્ગની ઉત્તરે બંને દિશામાં બંધ કરવામાં આવ્યો હતો. જો કે તંત્ર દ્વારા તાત્કાલિક આ રસ્તો ખૂલો કરવા કામગીઋ પણ હાથ ધરવામાં આવી હતી. ઘણી જગ્યાએ રોડ સંપૂર્ણપણે નાશ પામ્યો હોવાથી થયેલા આ તમામ નુકશાનને પહોંચી વળવા ખૂબ સમય લાગી શકે તેવુ અધિયકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Sydney News: સિડનીમાં એક યુવક પર જાહેરમાં સમુરાઇ તલવાર દ્વારા કરવામાં આવ્યો હુમલો, પોલીસે આરોપીની કરી ધરપકડ
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો