Study in Canada : કેનેડામાં અભ્યાસ કરવો હવે સરળ, આ 10 યુનિવર્સિટી જલ્દી આપે છે તમારું એડમિશન, જાણો નામ
High acceptance rate universities Canada : ઘણા વિદ્યાર્થીઓ માટે કેનેડામાં અભ્યાસ કરવો એક સપનું છે. જોકે કેટલીક ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ છે, પરંતુ ઘણી યુનિવર્સિટીઓ ઊંચા પ્રવેશ દર ધરાવે છે.

Study in Canada 10 Universities with High Acceptance Rates : ઘણા વિદ્યાર્થીઓ માટે કેનેડામાં અભ્યાસ કરવું સપનાનું સ્થળ માનવામાં આવે છે. અહીંની વિશ્વપ્રખ્યાત યુનિવર્સિટીઓમાં લાખો ભારતીય વિદ્યાર્થી આ વર્ષે પ્રવેશ મેળવે છે અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પ્રાપ્ત કરે છે.
કેનેડા ઉચ્ચ શિક્ષણ માટે વિશ્વના સૌથી લોકપ્રિય દેશોમાંનું એક છે. તેની લોકપ્રિયતાના ત્રણ મુખ્ય કારણો છે..
-
અંગ્રેજી ભાષામાં શિક્ષણ મળે છે.
-
અભ્યાસ પછી વર્ક પર્મિટ (Post Study Work Permit) મળે છે.
-
નોકરી મળ્યા પછી કાયમી રહેઠાણ (PR) મેળવવાની શક્યતા છે.
તો હા, કેટલીક ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવો ખૂબ મુશ્કેલ હોય શકે છે – જેમ કે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો અને મેકગિલ યુનિવર્સિટીમાં પ્રવેશ દર લગભગ 40% છે – પરંતુ ઘણી એવી યુનિવર્સિટીઓ પણ છે જ્યાં પ્રવેશ સરળ છે અને એક્સેપ્ટનસ દર ઘણો ઊંચો છે.
મીડિયા અહેવાલ અનુસાર કેનેડામાં અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે સરેરાશ સ્વીકૃતિ દર 66% જેટલો છે. આ દર યુનિવર્સિટી અને અભ્યાસક્રમના આધારે બદલાઈ શકે છે.
સારા એક્સેપ્ટનસ દરનું કારણ ઘણા છે, જેમ કે..
-
વધુ બેઠકો ઉપલબ્ધ હોવી,
-
ઓછી સ્પર્ધા,
-
ચોક્કસ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓની ઓછી પસંદગી,
-
અને કેટલીક યુનિવર્સિટીઓ ખુલ્લા પ્રવેશની નીતિ અપનાવે છે.
ચાલો જાણી લઈએ કેનેડાની 10 એવી યુનિવર્સિટીઓ વિશે જ્યાં પ્રવેશ મેળવવો સૌથી વધુ સરળ છે..
-
મેનિટોબા યુનિવર્સિટી – એક્સેપ્ટનસ દર: 85%
-
રેજિના યુનિવર્સિટી – 81%
-
લોકહેડ યુનિવર્સિટી – 80%
-
મેમોરિયલ યુનિવર્સિટી ઓફ ન્યૂફાઉન્ડલેન્ડ – 78%
-
લોરેન્ટિયન યુનિવર્સિટી – 76%
-
યુનિવર્સિટી ઓફ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ – 75%
-
સેન્ટ થોમસ યુનિવર્સિટી – 75%
-
માઉન્ટ એલિસન યુનિવર્સિટી – 70%
-
યુનિવર્સિટી ઓફ નોર્ધન બ્રિટિશ કોલંબિયા – 70%
-
એથાબાસ્કા યુનિવર્સિટી – Open Admission
જો તમે કેનેડામાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ યુનિવર્સિટીઓ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ઓછા સ્પર્ધાત્મક પ્રવેશ અને ગુણવત્તાવાળું શિક્ષણ સાથે, તમારું અભ્યાસ સપનું સરળતાથી સાકાર થઈ શકે છે. મહત્વનું છે કે આ યુનિવર્સિટીમાં પણ જગ્યાના અને જરૂરી પુરાવા ના આધારે એડમિશન મળશે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.)
