Sri Lanka: શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પહેલીવાર સ્વીકાર્યું કે, આ 2 મોટી ‘ભૂલો’ને કારણે દેશ કંગાળ બન્યો, પરિવારના સભ્યોને કેબિનેટમાંથી હટાવ્યા

|

Apr 19, 2022 | 1:02 PM

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે સ્વીકાર્યું છે કે તેમણે ભૂલો કરી હતી જેના કારણે દેશ દાયકાઓમાં સૌથી ખરાબ આર્થિક સંકટમાં (Economic Crisis) ફસાઈ ગયો હતો.

Sri Lanka: શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પહેલીવાર સ્વીકાર્યું કે, આ 2 મોટી ભૂલોને કારણે દેશ કંગાળ બન્યો, પરિવારના સભ્યોને કેબિનેટમાંથી હટાવ્યા
પ્રતિકાત્મક તસવીર

Follow us on

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે (Sri Lanka President Gotabaya Rajapaksa) સ્વીકાર્યું છે કે તેમણે ભૂલો કરી હતી, જેના કારણે દેશ દાયકાઓમાં સૌથી ખરાબ આર્થિક સંકટમાં (Economic Crisis) ફસાઈ ગયો હતો. રાષ્ટ્રપતિએ પણ પોતાની ભૂલો સુધારવાનો સંકલ્પ લીધો છે. રાજપક્ષેએ સોમવારે 17 મંત્રીઓની નવી કેબિનેટની રચના કરી, જેમાં તેમના ભાઈ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે તેમના પરિવારમાંથી એકમાત્ર સભ્ય છે. અગાઉ ઉચ્ચ હોદ્દા પર રહેલા પરિવારના સભ્યોની સંખ્યા 7 હતી. નવી કેબિનેટ (Sri Lanka Cabinet) સમક્ષ રાષ્ટ્રપતિએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. ગોટબાયા રાજપક્ષેએ કહ્યું કે, છેલ્લા અઢી વર્ષમાં અમે ઘણા પડકારોનો સામનો કર્યો છે. કોવિડ-19 દેવાનો બોજ અને કેટલીક ભૂલો અમારી હતી.

તેમને સુધારવાની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું. આપણે તેમને ઠીક કરીને આગળ વધવું પડશે. અમારે ફરીથી લોકોનો વિશ્વાસ જીતવો પડશે. ગોટબાયા રાજપક્ષેએ કહ્યું કે, તેઓ 2020માં રાસાયણિક ખાતરો પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર ખેદ વ્યક્ત કરે છે. જેના કારણે ખાદ્ય ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થયો હતો અને દેશમાં ભારે વિરોધ થયો હતો. તેમણે કહ્યું કે, તેમનો નિર્ણય એક ભૂલ હતો અને હવે સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગ્રીન એગ્રીકલ્ચર પોલિસી લાગુ કરવામાં આવી

રાજપક્ષે 2020ના મધ્યમાં જૈવિક ખાતરો સાથે ગ્રીન એગ્રીકલ્ચર પોલિસી લાગુ કરવા માટે આયાતી ખાતરોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે, તેમની સરકારે રાહત માટે ઘણા સમય પહેલા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે જવું જોઈતું હતું અને IMF પાસે ન જવું એ એક ભૂલ હતી. IMFની વાર્ષિક બેઠક આ અઠવાડિયે વોશિંગ્ટનમાં યોજાઈ રહી છે. શ્રીલંકાના નાણામંત્રી અલી સેબરી અને અન્ય અધિકારીઓ આ માટે રવાના થઈ ગયા છે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે

શ્રીલંકા આર્થિક કટોકટી સાથે ઝઝૂમી રહ્યું છે અને દેશ વિદેશી વિનિમયની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યો છે, જેના કારણે તે ખોરાક અને બળતણની આયાત માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે. શ્રીલંકાએ ખોરાક અને ઈંધણ ખરીદવા માટે ઈમરજન્સી લોન માટે ચીન અને ભારતનો સંપર્ક કર્યો છે. સૌથી મોટી સમસ્યા એ છે કે શ્રીલંકા તેનો મોટાભાગનો માલ આયાત કરે છે. પરંતુ હવે તેની પાસે આ સામાન ખરીદવા માટે પૈસા બચ્યા નથી. જેના કારણે લોકોને દૂધથી લઈને ચોખા પણ મળતા નથી. દેશમાં વીજળી પણ 16-16 કલાક જતી રહે છે. આ જ કારણ છે કે લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રાષ્ટ્રપતિને રાજીનામું આપવાનું કહી રહ્યા છે.

આ પણ વાંચો: Surat : વારંવાર નાપાસ થતી યુનિવર્સિટી : નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો પણ વિદ્યાર્થીઓને રસ નથી

આ પણ વાંચો: CSEET 2022: ધોરણ 12 પછી કંપની સેક્રેટરી બની શકો છો, આપવી પડશે આ પ્રવેશ પરીક્ષા, ICSIએ બહાર પાડ્યું ફોર્મ, 9 જુલાઈએ યોજાશે પરીક્ષા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article