શ્રીલંકામાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા 1000 ટ્રેડ યુનિયન, ગોટબાયાના રાજીનામાની માંગણીને લઈને દેશવ્યાપી હડતાળ 

|

Apr 28, 2022 | 7:28 PM

Nationwide strike in Sri Lanka: ભારે વિદેશી દેવાને કારણે શ્રીલંકા નાદારીની આરે છે, તેની પાસે વિદેશી મુદ્રા ભંડારનો (foreign exchange reserves) અભાવ છે.

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા 1000 ટ્રેડ યુનિયન, ગોટબાયાના રાજીનામાની માંગણીને લઈને દેશવ્યાપી હડતાળ 
Gotabaya Rajapaksa

Follow us on

શ્રીલંકામાં (Sri Lanka) લગભગ 1000 ટ્રેડ યુનિયનોએ ગુરુવારે એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળનું (Nationwide strike in Sri Lanka) આયોજન કર્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) અને વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના (Mahinda Rajapaksa) તાત્કાલિક રાજીનામાની માંગણી કરી હતી. દેશમાં અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરવામાં નિષ્ફળ રહેવા બદલ તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. વર્ષ 1948માં બ્રિટનથી આઝાદ થયા બાદ પ્રથમ વખત શ્રીલંકા આવી અણધારી આર્થિક ઉથલપાથલનો શિકાર બન્યું છે. આ કટોકટીનું અંશતઃ કારણ વિદેશી હૂંડિયામણનો અભાવ છે, જેનો અર્થ છે કે શ્રીલંકા આવશ્યક ખાદ્ય ચીજો અને ઈંધણની આયાત માટે ચૂકવણી કરવા સક્ષમ નથી.

વિદેશી હુંડિયામણ ઘટવાને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત સહિત મોટાભાગની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો હતો. અનેક ક્ષેત્રોના યુનિયનોએ હડતાળમાં ભાગ લીધો હતો, જેમાં રાજ્ય સેવા, આરોગ્ય, બંદર, વીજળી, શિક્ષણ અને ટપાલ વિભાગના કામદારોએ ભાગ લીધો હતો. આ દરમિયાન હડતાળની થીમ નક્કી કરવામાં આવી હતી કે લોકો સમક્ષ ઝુકો, સરકાર ઘરે જાઓ. જેને ધ્યાને રાખીને લોકોએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પાસે રાજીનામાની માંગ કરી હતી. હેલ્થ વર્કર્સ ટ્રેડ યુનિયનના રવિ કુમુદેશે કહ્યું કે તેઓ ગુરુવારની હડતાલ બાદ સરકારને રાજીનામું આપવા માટે એક અઠવાડિયાનો સમય આપશે. રવિએ કહ્યું કે આ પછી તેઓ સરકારના રાજીનામા સુધી સતત હડતાળ પર જશે.

પબ્લિક ટ્રાન્સપોર્ટને નુકસાન કરનારાઓની ધરપકડ કરવા સૂચના

રવિ કુમુદેશે કહ્યું કે 1000થી વધુ ટ્રેડ યુનિયનોએ હડતાળમાં ભાગ લીધો હતો. બેંક એમ્પ્લોઈઝ યુનિયને કહ્યું કે હડતાલને કારણે તમામ બેંકો બંધ રહી હતી અને જાહેર ટ્રાફિક ખૂબ ઓછો હતો. વિપક્ષના નેતા માનો ગણેશને જણાવ્યું હતું કે કૃષિ કામદારોએ પણ હડતાળમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પરિવહન પ્રધાન દિલમ અમુનુગામાએ જણાવ્યું હતું કે હડતાલના પગલે જાહેર પરિવહનને નુકસાન પહોંચાડનારા અને ખાનગી પરિવહનને અસર કરતા લોકોની ધરપકડ કરવા પોલીસને નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો

તેમણે કહ્યું કે જે લોકો રોડ જામ કરે છે, તેમની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. શ્રીલંકા રેલ્વેના જનરલ મેનેજર ધમ્મિકા જયસુંદરાએ જણાવ્યું હતું કે પૂર્વ સૂચના વિના રેલ્વે કર્મચારીઓની તબિયત ખરાબ હોવાના અહેવાલોને કારણે ટ્રેન સેવાઓ ખોરવાશે.

નાદારીના આરે શ્રીલંકા

સંઘના સહ-સંયોજક એસપી વિથંગેએ જણાવ્યું હતું કે મંત્રીના હસ્તક્ષેપ સાથે અનેક ટ્રેનો ચલાવવાની યોજના હોવા છતાં રેલવે કર્મચારીઓ હડતાળ પર છે. નોંધનીય છે કે શ્રીલંકા ભારે વિદેશી દેવાને કારણે નાદારીની આરે છે, તેની પાસે વિદેશી મુદ્રા ભંડારનો અભાવ છે, જેના કારણે તે ઈંધણ અને ખાદ્ય અનાજ જેવી મહત્વપૂર્ણ વસ્તુઓની આયાત કરવામાં અસમર્થ છે. 31 માર્ચથી રસ્તાઓ પર એકઠા થયેલા દેખાવકારો દેશના આ ગંભીર આર્થિક સંકટ માટે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમના પરિવારને દોષી ઠેરવી રહ્યા છે, જેમણે છેલ્લા 20 વર્ષથી ટાપુ પર શાસન કર્યું છે.

Next Article