ભારત ફરી એકવાર શ્રીલંકાની મદદ માટે આગળ આવ્યું, ઈંધણ ખરીદવા માટે આપી વધારાની મદદ

શ્રીલંકાએ (Sri Lanka) આગામી 5 વર્ષમાં 25 અબજ ડોલરનું દેવું ચૂકવવાનું છે. જેમાંથી 7 અબજ ડોલરનું દેવું આ વર્ષે જ ચૂકવવાનું છે. સરકારે આ સપ્તાહે તમામ પ્રકારના વિદેશી દેવાની ચૂકવણી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. જેથી તે જરૂરી વસ્તુઓ ખરીદી શકે.

ભારત ફરી એકવાર શ્રીલંકાની મદદ માટે આગળ આવ્યું, ઈંધણ ખરીદવા માટે આપી વધારાની મદદ
Sri-Lanka-CrisisImage Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 3:30 PM

આર્થિક સંકટનો (Economic Crisis) સામનો કરી રહેલા શ્રીલંકાને (Sri Lanka) ભારતે ફરી એકવાર મદદ કરી છે. ભારતે ઇંધણની આયાતમાં (Fuel Import) મદદ કરવા માટે શ્રીલંકાને વધારાના 500 કરોડ ડોલરની લોનની સુવિધા મંજૂર કરી છે. આ માહિતી શ્રીલંકાના નાણા મંત્રી અલી સાબરીએ આપી હતી. આ પેકેજ શ્રીલંકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે હાલમાં તેની નાણાકીય કટોકટીનો સામનો કરવા માટે IMF સાથે બેલઆઉટ પેકેજ પર વાતચીત કરી રહ્યું છે. જેમાં સમય લાગી રહ્યો છે. એવી શક્યતા છે કે IMF દ્વારા પેકેજને અંતિમ સ્વરૂપ આપવામાં ન આવે ત્યાં સુધી, ભારત તરફથી મળેલી લોનની સુવિધા શ્રીલંકામાં આવશ્યક ઇંધણનો પુરવઠો વધારવામાં મદદ કરશે.

ભારત તરફથી વધુ મદદની આશા છે

શ્રીલંકા હાલમાં તેના વિદેશી ચલણ ભંડારમાં તીવ્ર ઘટાડા પછી આયાતની ચૂકવણી કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, શ્રીલંકાએ તેના ચલણમાં તીવ્ર ઘટાડો અને મોંઘવારીમાં ઉછાળો જોયો છે. આ જોતાં શ્રીલંકાને ભારત પાસેથી વધુ મદદની અપેક્ષા છે. સાબરીએ કહ્યું કે ભારત અમારી ઇંધણની આયાત માટે વધારાની 500 કરોડ ડોલરની ક્રેડિટ લોન આપવા માટે સંમત થયું છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત ક્રેડિટ લોનના રૂપમાં 1 અબજ ડોલરની વધુ સહાય પર વિચાર કરશે. ભારત પહેલેથી જ 1.5 અબજ ડોલરની આયાત ચૂકવણીને અસ્થાયી રૂપે સ્થગિત કરવા માટે સંમત થઈ ગયું છે. અગાઉ, ભારતે આ વર્ષે જાન્યુઆરીમાં આપવામાં આવેલ 400 કરોડ ડોલરની કરન્સી સ્વેપની અવધિ પણ લંબાવી છે.

શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન

શ્રીલંકા એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે તેના સૌથી ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ સંકટની અસર દેશના રાજકારણ પર પણ પડી છે. હાલ દેશભરમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. દેશના ઘણા ભાગોમાં દેખાવો હિંસક પણ બન્યો છે. હાલમાં દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત છે. લાંબા ગાળાના પાવર કટ ચાલુ છે, ખોરાક અને દવાઓની અછત છે. અત્યારે દેશ નાદારીની આરે છે. દેશે આગામી 5 વર્ષમાં 25 અબજ ડોલરનું દેવું ચૂકવવાનું છે. જેમાંથી 7 અબજ ડોલરનું દેવું આ વર્ષે જ ચૂકવવાનું છે. સરકારે ગયા અઠવાડિયે તમામ પ્રકારના વિદેશી દેવાની ચૂકવણી ટાળવાની જાહેરાત કરી હતી. વાસ્તવમાં સરકાર આ પૈસાનો ઉપયોગ ખોરાક અને આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે કરશે. જો કે તેનાથી અર્થવ્યવસ્થા પર દબાણ વધશે અને સરકારને ઘણા કડક પગલાં ભરવા પડી શકે છે.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

આ પણ વાંચો: Corona Virus : દુનિયાભરમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, ફ્રાન્સમાં 88,389 અને જર્મનીમાં 1.61 લાખ કેસ નોંધાયા, ચીનના શાંઘાઈમાં સ્થિતિ બેકાબૂ

આ પણ વાંચો: નરેશ પટેલ કોંગ્રેસ હાઈકમાન્ડને મળીને રાજકોટ આવવા રવાના, મે મહિનામાં રાજકારણમાં જોડવાની શક્યતા

g clip-path="url(#clip0_868_265)">