Sri Lanka Food Crisis: શ્રીલંકામાં ફુગાવાએ હદ વટાવી, 400 ગ્રામ દુધના પાવડર 790 રૂપિયામાં, ચોખા, ખાંડના ભાવમાં ધરખમ વધારો

|

Mar 25, 2022 | 2:20 PM

આર્થિક કટોકટીને કારણે ઘણા શ્રીલંકન નાગરીકો દેશ છોડવાની ફરજ પડી છે,બેરોજગારી અને ભોજનની તંગીના કારણે શ્રીલંકન શરણાર્થીઓ ભારત તરફ આવી રહ્યા

Sri Lanka Food Crisis: શ્રીલંકામાં ફુગાવાએ હદ વટાવી, 400 ગ્રામ દુધના પાવડર 790 રૂપિયામાં, ચોખા, ખાંડના ભાવમાં ધરખમ વધારો
Sri Lanka Food Crisis (symbolic image )

Follow us on

શ્રીલંકા (Sri Lanka)માં ગહન આર્થિક કટોકટી વચ્ચે, દૂધ અને ચોખા સહિત આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે અને લોકોને ઇંધણ ભરવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી છે. દેશના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. દેશમાં બગડતી પરિસ્થિતિએ લોકોને ભારત આવવા મજબૂર કર્યા છે. સમાચાર એજન્સી IANS અનુસાર, મંગળવારે લગભગ 16 શ્રીલંકાના નાગરિકો બે બેચમાં તમિલનાડુમાં પ્રવેશ્યા હતા.ભારતમાં પ્રવેશતા મોટાભાગના શરણાર્થીઓ બેરોજગાર છે અને તેમનો દેશ છોડવાની ફરજ પાડવામાં આવે છે કારણ કે રેકોર્ડ ફુગાવા (Inflation)ને કારણે આવશ્યક ચીજવસ્તુઓ પહોંચની બહાર અને કાળાબજારીના ભાવો પોષાય તેમ નથી.

2,000 શરણાર્થીઓ ભારત આવવાની તાકમાં

તમિલનાડુ પોલીસના કહેવા પ્રમાણે શ્રીલંકામાં ભારે બેરોજગારી અને ભોજનની તંગીના કારણે શ્રીલંકન શરણાર્થીઓ ભાગીને ભારત તરફ આવી રહ્યા છે. શ્રીલંકાનો ઉત્તરી ભાગ તમિલ બહુમતીવાળું ક્ષેત્ર છે. તમિલનાડુ ઈન્ટેલિજન્સના કહેવા પ્રમાણે આ ફક્ત શરૂઆત છે અને હજુ અનેક લોકો ત્યાંથી આવે તેવી શક્યતા છે. ઈન્ટેલિજન્સના મતે આશરે 2,000 શ્રીલંકન શરણાર્થીઓ ટૂંક સમયમાં જ ભારતનો રસ્તો પકડશે.

દૂધ બે હજાર રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે

શ્રીલંકામાં દૂધની ભારે અછત છે. દૂધની અછતને કારણે ભાવમાં અસાધારણ વધારો થયો છે અને લોકોએ એક કિલો માટે લગભગ બે હજાર રૂપિયા (1,975 શ્રીલંકન રૂપિયા) ચૂકવવા પડે છે. 400 ગ્રામ દૂધ ખરીદવા માટે લોકો 790 રૂપિયા ચૂકવી રહ્યા છે.લોકોનું કહેવું છે કે શ્રીલંકામાં સોનું મળવું સરળ છે પરંતુ દૂધ માટે કલાકો સુધી ભટકવું પડે છે. જેમને દૂધની જરૂર હોય તેમણે વહેલી સવારે દુકાનો પર લાઇનમાં ઉભુ રહેવું પડે છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

ચોખા અને ખાંડની તીવ્ર અછત

શ્રીલંકામાં સરકારની નીતિઓને કારણે ચોખા અને ખાંડની પણ ભારે અછત સર્જાઈ છે. થોડા સમય પહેલા દેશની ગોટાબાયા રાજપક્ષે સરકારે રાસાયણિક ખાતરો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો અને 100% સજીવ ખેતી પર આગ્રહ કર્યો હતો. સરકારના આ નિર્ણયને કારણે દેશમાં કૃષિ ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે. ચોખા અને ખાંડની અછતને કારણે તેના ભાવ આસમાને છે.

શ્રીલંકામાં આવું કેમ બન્યું?

શ્રીલંકાની આ હાલત માટે ઘણા કારણો જવાબદાર છે. વિદેશી મુદ્રા ભંડારનો અભાવ આ સ્થિતિ માટે સૌથી મોટું પરિબળ છે.વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો આ સ્થિતિ માટે સૌથી મોટું પરિબળ માનવામાં આવે છે. જ્યાં ત્રણ વર્ષ પહેલા શ્રીલંકાની વિદેશી મુદ્રા ભંડાર $7.5 બિલિયન હતું, તે ગયા વર્ષે નવેમ્બરમાં ઘટીને $1.58 બિલિયન થઈ ગયું.
શ્રીલંકા પર ચીન, જાપાન, ભારત અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનું જંગી દેવું છે પરંતુ વિદેશી હૂંડિયામણ અનામતના અભાવે તેઓ તેમના દેવાના હપ્તા પણ ચૂકવી શકતા નથી.
શ્રીલંકા તેના મોટા ભાગના અનાજ, પેટ્રોલિયમ ઉત્પાદનો, દવાઓ વગેરે માટે વિદેશી આયાત પર નિર્ભર છે. પરંતુ વિદેશી મુદ્રા ભંડારના અભાવેઅછતને કારણે તે આયાત પણ કરી શકતો નથી. જેના કારણે દેશની હાલત ખરાબ થઈ રહી છે. દેશમાં વીજળીની કટોકટી પણ ઘેરી બની છે અને લોકોને રોજના 7-8 અંધારામાં રહેવું પડે છે.

આ પણ વાંચો :Banaskantha: વીજળીની માગ સાથે ખેડૂતોના ધરણા યથાવત, ગામે ગામ ઢોલ વગાડી ખેડૂત આંદોલનના જોડાવા અપીલ

આ પણ વાંચો :RRR Twitter Review : દર્શકોને પસંદ આવી રામ ચરણ-જુનિયર NTRની ‘RRR’, કહ્યું બાહુબલી 2 કરતાં 10 ગણી સારી

Next Article