Sri Lanka Crisis: સેન્ટ્રલ બેંકના ગવર્નરને દેશ છોડવા પર પ્રતિબંધ, ભારતે કહ્યું ‘શ્રીલંકાની મદદ કરવાનું ચાલુ રાખશે’

|

Apr 08, 2022 | 10:00 AM

Sri Lanka Economic Crisis Updates: મુશ્કેલીની આ ઘડીમાં ભારત શ્રીલંકા સરકારની મદદ માટે આગળ આવ્યું છે. ભારતે કહ્યું છે કે તે નેબરહુડ ફર્સ્ટ પોલિસી હેઠળ શ્રીલંકાને સમર્થન આપવા માટે તૈયાર છે અને ત્યાંના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

Sri Lanka Crisis: સેન્ટ્રલ બેંકના ગવર્નરને દેશ છોડવા પર પ્રતિબંધ, ભારતે કહ્યું શ્રીલંકાની મદદ કરવાનું ચાલુ રાખશે
Sri Lanka Crises : Central bank's governor barred from leaving country, India continues providing aid to Sri Lanka

Follow us on

શ્રીલંકામાં (Sri Lanka) ચાલી રહેલી આર્થિક અને રાજકીય કટોકટી (Sri Lanka Economic Crisis) વધુ ઘેરી બની રહી છે. આવી સ્થિતિમાં સરકારે આ બધાને પહોંચી વળવા માટે પોતાની યોજનાઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. જો કે દેશમાં ઈંધણ અને દવાઓની અછત સર્જાઈ છે, જેના કારણે લોકો સતત વિરોધ (Protest in Sri Lanka) કરી રહ્યા છે. આર્થિક સંકટને દૂર કરવામાં નિષ્ફળ ગયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) પર જનતાનું રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. જો કે શ્રીલંકાની સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજપક્ષે કોઈપણ સંજોગોમાં તેમના પદ પરથી રાજીનામું આપવાના નથી.

મુશ્કેલીની આ ઘડીમાં ભારત શ્રીલંકા સરકારની મદદ માટે આગળ આવ્યું છે. ભારતે કહ્યું છે કે તે નેબરહુડ ફર્સ્ટ પોલિસી હેઠળ શ્રીલંકાને સમર્થન આપવા માટે તૈયાર છે અને ત્યાંના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તે જ સમયે સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકાના ગવર્નર અજીત નિવર્દ કરબલના દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શ્રીલંકાની સરકારે અર્થવ્યવસ્થાને મુશ્કેલીમાં જોઈને એક સલાહકાર સમિતિની નિમણૂક કરી છે, જે દેશની વધતી જતી દેવાની કટોકટીને દૂર કરવામાં મદદ કરશે. આવી સ્થિતિમાં શ્રીલંકાના આર્થિક સંકટ સાથે સંબંધિત તમામ અપડેટ્સ વાંચો.

સેન્ટ્રલ બેંકના ગવર્નરને દેશ છોડવા પર પ્રતિબંધ

સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકાના ગવર્નર અજિત નિવર્દ કરબલને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સ્થાનિક કોર્ટે આ નિર્ણય આપ્યો છે. કરબલે આ સપ્તાહની શરૂઆતમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. કોલંબોની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટે સામાજિક કાર્યકર્તા કીર્તિ ટેનાકુન દ્વારા દાખલ કરાયેલા કેસમાં આ આદેશ આપ્યો છે. અરજદારે 2006 અને 2015 વચ્ચે સેન્ટ્રલ બેંકના ગવર્નર તરીકે કરબલના પ્રથમ કાર્યકાળ દરમિયાન કથિત અનિયમિતતાઓને ટાંકીને અરજી દાખલ કરી છે. મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ મુજબ 67 વર્ષીય કરબલે 18 એપ્રિલે કોર્ટમાં હાજર થવાના છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે સલાહકાર સમિતિની રચના

શ્રીલંકાની સરકારે વર્તમાન આર્થિક સંકટને પહોંચી વળવા અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે વાત કરવા માટે એક સલાહકાર સમિતિની રચના કરી છે. તેમાં અગ્રણી આર્થિક અને નાણાકીય નિષ્ણાતોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિના મીડિયા વિભાગ દ્વારા બુધવારે જાહેર કરાયેલા નિવેદન અનુસાર બહુપક્ષીય જોડાણ અને દેવાની સ્થિરતા પરના રાષ્ટ્રપતિ સલાહકાર જૂથમાં શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના ભૂતપૂર્વ ગવર્નર અને કોમનવેલ્થ સચિવાલયના આર્થિક બાબતોના વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર ઈન્દ્રજીત કુમારસ્વામીનો સમાવેશ થાય છે.

ભારત શ્રીલંકાને સમર્થન આપવાનું ચાલુ રાખશે

ભારતે ગુરુવારે કહ્યું હતું કે તે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને તેની આર્થિક સ્થિતિ પાટા પર લાવવામાં મદદ કરવા માટે નેબરહુડ ફર્સ્ટ પોલિસી હેઠળ સહકાર આપવાનું ચાલુ રાખવા તૈયાર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમારો (ભારત-શ્રીલંકા) સહયોગ સામાન્ય મુદ્દાઓ અને હિતો પર આધારિત છે અને તે તાજેતરના મહિનાઓમાં મજબૂત બન્યો છે.

પાડોશી અને નજીકના મિત્ર તરીકે ભારત શ્રીલંકામાં વિકસતી આર્થિક સ્થિતિ અને અન્ય વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે શ્રીલંકાના લોકો દ્વારા સામનો કરવામાં આવી રહેલી કેટલીક આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે ભારતે છેલ્લા ત્રણ મહિનામાં પાડોશી દેશને 2.5 અબજ ડોલરની સહાય પૂરી પાડી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે અનાજ અને ઈંધણની સાથે માર્ચના મધ્ય સુધી 2,70,000 મેટ્રિક ટન ઈંધણ શ્રીલંકાને સપ્લાય કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Israel: તેલ અવીવમાં થયેલા ફાયરિંગમાં બે લોકોના મોત, સુરક્ષા દળોએ હુમલાખોરને ઠાર માર્યો

આ પણ વાંચો: ગુજરાત કાળઝાળ ગરમીથી શેકાયુ, કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Published On - 9:59 am, Fri, 8 April 22

Next Article