Exclusive: ‘અફઘાનિસ્તાનની સ્થિતિ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક, પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે કેન્દ્ર સરકારને પૂછ્યા ત્રણ સવાલ
તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી ઘણા દેશો તેમના નાગરિકોને એરલિફ્ટ કરી રહ્યા છે. ભારતે પણ તેના 500થી વધુ નાગરિકોને એરલિફ્ટ કર્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.
પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે (Salman Khurshid) સોમવારે અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સરકારને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. સલમાન ખુર્શીદે કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે. આ સ્થિતિ કઈ દિશામાં જશે, તે આજે કહી શકાય તેમ નથી. અમારી પાર્ટીએ આ અંગે ઘણી બેઠકો યોજી છે અને કેટલાક પ્રશ્નો સરકાર સમક્ષ મૂક્યા છે.
તેમણે કહ્યું કે “અત્યારે એવું લાગી રહ્યું છે કે સરકારે છેલ્લા કેટલાક અઠવાડીયા આંખ બંધ કરીને વિતાવ્યા છે, જાણે કે કોઈ ચિંતા હતી જ નહીં, એમ માનીને કે અમેરિકા તેમને જે બ્રીફિંગ આપી રહ્યું છે તે પૂરતું છે.” પરંતુ હવે તે સ્પષ્ટ છે કે અમેરિકાએ એ નિર્ણય લઈ લીધો છે જે તે લેવા માંગતું હતું.
સલમાન ખુર્શીદે કહ્યું એરલીફ્ટને પ્રાથમિકતા હોવી જોઈએ, 31 પછી લોકોનું સ્થળાંતર થઈ શકશે કે નહીં થઈ શકે. થશે તો કેવી રીતે થશે અને સ્થળાંતર નહીં થાય અને કેટલાક લોકો ત્યાં રહી જશે તો તેઓ કેવી રીતે સુરક્ષિત થશે ? કોની સાથે વાત કરશે, કેવી રીતે વાત કરશે – આવી યોજના બનાવવામાં આવી છે કે નહીં. આ સવાલ પર કોઈ જવાબ નથી. તેમના (સરકારના) વેઈટ એન્ડ વોચ અને અમારા વેઈટ એન્ડ વોચમાં ફર્ક છે.
તેમણે કેન્દ્ર સરકારને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. પ્રથમ, સ્થળાંતર માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? બીજું, ભારતે ત્યાં જે પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે તેને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવશે? ત્રીજું, શું તમે કોઈની સાથે વાત કરી છે, નથી કરી તો શા માટે નથી કરી ? અને હવે જે વાતચીત કરવી જોઈએ શું તે તમે કરી રહ્યા છો?
26 ઓગસ્ટના રોજ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથેની બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનની તાજેતરની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા અને કહ્યું હતું કે જ્યાં પરિસ્થિતિ “ગંભીર” છે ત્યાંથી ભારતીયોને પરત લાવવા માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક દરમિયાન જયશંકરે કહ્યું હતું કે સરકારે તાલિબાન સામે ‘વોચ એન્ડ વેઈટ’ અભિગમ અપનાવ્યો છે, જે વિકસતી પરિસ્થિતિ પર આધાર રાખે છે.
અફઘાનિસ્તાનમાંથી 565 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા
બેઠકમાં અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાના અભિયાનના સંદર્ભમાં આપવામાં આવેલા ડેટા અનુસાર સરકારે 175 દૂતાવાસના કર્મચારીઓ, 263 અન્ય ભારતીય નાગરિકો, હિન્દુઓ અને શીખ સહિત 112 અફઘાન નાગરિકો, અન્ય દેશોના 15 નાગરિકોને બહાર કાઢ્યા હતા અને આ કુલ આંકડો 565 થયો છે.
દસ્તાવેજ મુજબ સરકારે અન્ય એજન્સીઓ દ્વારા ભારતીયોને બહાર કાઢવાની સુવિધા પણ પૂરી પાડી હતી.આ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, ડીએમકે નેતા ટીઆર બાલુ, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, અપના દળના નેતા અનુપ્રિયા પટેલ સહિત અન્ય કેટલાક નેતાઓએ ભાગ લીધો હતો.