Breaking News : વેનેઝુએલાના કારાકાસમાં રાષ્ટ્રપતિ ભવન નજીક અંધાધૂંધ ગોળીબાર, અજાણ્યા ડ્રોનને તોડી પડાયું
વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં ગોળીબાર કરવામાં આવ્યો છે. કારાકાસમાં રાષ્ટ્રપતિ ભવન નજીક અંધાધૂંધ ગોળીબાર કરાયાનો સતત અવાજ લોકોએ સાંભળ્યો છે. રાષ્ટ્રપતિ ભવનની ઉપર ઉડી રહેલા એક અજાણ્યા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. સાથોસાથ વેનેઝુએલાની હવાઈ સુરક્ષા પ્રણાલીને સક્રિય કરી દેવામાં આવી છે.

વેનેઝુએલા રાજધાની કારાકાસમાં રાષ્ટ્રપતિ ભવનની નજીક સતત ગોળીબાર કરાયાનો અવાજ આવ્યો છે. કારાકાસમાં રાષ્ટ્રપતિ ભવન નજીક અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. ગોળીબારથી કારાકાસ શહેરના રહેવાસીઓ ગભરાઈ ગયા છે. ગોળીબાર બાદ તરત જ વેનેઝુએલાએ તેની હવાઈ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરી દીધી છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું છે. શંકાસ્પદ ડ્રોન દેખાતા સેનાએ, જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. વેનેઝુએલાની સેનાએ વિમાન વિરોધી શસ્ત્રોનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ ભવન નજીક ઉડી રહેલા અજાણ્યા ડ્રોનને તોડી પાડ્યું હતું.
ડ્રોનને તોડી પાડવામાં આવ્યા બાદ, વેનેઝુએલાની સેના હવે સક્રિય થઈ ગઈ છે. સશસ્ત્ર વાહનો અને લશ્કરી જવાનોએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લીધુ છે, જ્યારે વેનેઝુએલાની સરકારે, રાષ્ટ્રપતિ ભવન પરિસર ઉપર ઉડી રહેલા અજાણ્યા ડ્રોનની આકરી નિંદા કરી છે.
સરકારે કહ્યું કે, પરિસ્થિતિ હાલ સંપૂર્ણ નિયંત્રણમાં છે, પરંતુ અહેવાલો સૂચવે છે કે મધ્ય કારાકાસમાં મીરાફ્લોરેસ પેલેસ ઉપર અજાણ્યા ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે સુરક્ષા દળોએ વળતો ગોળીબાર કર્યો હતો.
Anti-aircraft used to SHOOT DOWN DRONES NEAR PRESIDENTIAL PALACE https://t.co/SQqeLqtblv pic.twitter.com/UPUYjMlNmq
— RT (@RT_com) January 6, 2026
અમેરિકાની પ્રતિક્રિયા
અમેરિકાએ શનિવારે વેનેઝુએલા પર હુમલો કર્યો અને ત્યારબાદ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડી લીધા. હવે, નેઝુએલા દેશમાં ફરી ગોળીબાર શરૂ થતાં, શંકા અમેરિકા તરફ ઈશારો કરી રહી છે. દરમિયાન, અમેરિકાએ એક નિવેદન બહાર પાડ્યું છે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, વેનેઝુએલામાં ગોળીબારમાં અમેરિકાનો હાથ નથી. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ભવનની નજીક ગોળીબાર અને ડ્રોન જોવા મળ્યા હતા, પરંતુ અમેરિકાનો, તેમા કોઈ હાથ નથી.
45 મિનિટ સુધી ગોળીબાર ચાલ્યો
આ દરમિયાન, BNO ન્યૂઝે અહેવાલ આપ્યો હતો કે, વેનેઝુએલાની રાજધાની કારાકાસના ઘણા વિસ્તારોમાં, જેમાં રાષ્ટ્રપતિ ભવનની આસપાસનો વિસ્તાર પણ સામેલ છે, લગભગ 45 મિનિટ સુધી ભારે ગોળીબાર સંભળાયો હતો. અહેવાલમાં જણાવાયું છે કે ઘટના દરમિયાન લોકોએ ડ્રોન અથવા વિમાન જેવા અવાજો પણ સાંભળ્યા હતા, અને કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
અમેરિકાએ તાજેતરમાં વેનેઝુએલા પર હુમલો કરીને રાષ્ટ્રપતિ માદુરોને પકડી લીધા બાદ આ ગોળીબાર કરવામાં આવ્યો છે. ડેલ્સી રોડ્રિગ્ઝના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી આ ગોળીબાર થયો હતો.
અમેરિકા-વેનેઝુએલા સાથે સંકળાયેલા અન્ય સમાચારો જાણવા માટે તમે અહીં ક્લિક કરો.