AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મોટા મુસ્લિમ રાષ્ટ્રે પોતાના નાગરિકો માટે, બીજા દરજ્જાના મુસ્લિમ દેશોમાં જવા સામે લગાવ્યો પ્રતિબંધ

મોટા મુસ્લિમ દેશોએ જ પોતાના નાગરિકો માટે બીજા ડઝન મુસ્લિમ દેશોના દરવાજા કર્યા બંધ! આખરે એવું તે શું થયું કે ઇસ્લામિક દેશો વચ્ચે જ આટલી મોટી તિરાડ પડી? સાઉદી અરેબિયાના એક ચોંકાવનારા નિર્ણયથી આખી દુનિયા સ્તબ્ધ છે!

Breaking News: મોટા મુસ્લિમ રાષ્ટ્રે પોતાના નાગરિકો માટે, બીજા દરજ્જાના મુસ્લિમ દેશોમાં જવા સામે લગાવ્યો પ્રતિબંધ
Image Credit source: AI
| Updated on: Apr 05, 2026 | 9:52 AM
Share

દુનિયાના સૌથી શક્તિશાળી મુસ્લિમ દેશોમાંના એક એવા સાઉદી અરેબિયાએ અચાનક એક એવો આદેશ બહાર પાડ્યો છે, જેનાથી સમગ્ર અરબ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સાઉદી સરકારે તેના નાગરિકો માટે મુસાફરીના નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા છે. જો કોઈ નાગરિક ભૂલથી પણ પ્રતિબંધિત દેશોની યાદીમાં સામેલ દેશમાં પગ મૂકશે, તો તેણે ભારે કિંમત ચૂકવવી પડશે.

શું છે આ પ્રતિબંધ

સાઉદી અરેબિયાના આંતરિક બાબતોના મંત્રી પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સઉદ બિન નાઈફ દ્વારા મંજૂર કરાયેલા નવા નિયમો મુજબ, હવે સાઉદી નાગરિકો અમુક ચોક્કસ દેશોમાં સત્તાવાર પરવાનગી વગર જઈ શકશે નહીં. આ યાદીમાં એવા દેશોનો સમાવેશ થાય છે જ્યાં સુરક્ષા વ્યવસ્થા જોખમમાં છે અથવા જે દેશો સાથે સાઉદીના રાજકીય સંબંધો તણાવપૂર્ણ છે. આ યાદીમાં ઈરાન, અફઘાનિસ્તાન, યમન, સીરિયા, લેબનોન અને સોમાલિયા જેવા દેશોના નામ મોખરે છે.

દંડની રકમ સાંભળીને પરસેવો છૂટી જશે

નવા એક્ઝિક્યુટિવ રેગ્યુલેશન હેઠળ, જો કોઈ પહેલીવાર નિયમ તોડે છે, તો તેને SR 30,000 (સાઉદી રિયાલ) સુધીનો દંડ અને 2વર્ષ માટે વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદવામાં આવશે. પરંતુ જો કોઈ વ્યક્તિ બીજી વાર આ ભૂલ કરે છે, તો દંડની રકમ બમણી થઈને SR 60,000 થઈ જશે અને પ્રવાસ પરનો પ્રતિબંધ વધીને 5 વર્ષ સુધીનો થઈ શકે છે.

પાસપોર્ટ અને દસ્તાવેજો સાથે છેડછાડ પડશે મોંઘી

માત્ર પ્રવાસ જ નહીં, પણ જો કોઈ નાગરિક પોતાના ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ (પાસપોર્ટ) બીજાને વાપરવા આપે અથવા તેમાં છેડછાડ કરે, તો તેને 1,00,000 સાઉદી રિયાલ સુધીનો તોતિંગ દંડ ભરવો પડી શકે છે. આ મામલાને સીધો પબ્લિક પ્રોસિક્યુશન (કોર્ટ) માં મોકલવામાં આવશે, જેનો અર્થ છે કે જેલની હવા પણ ખાવી પડી શકે છે.

શા માટે લેવાયો આ કઠોર નિર્ણય

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું નાગરિકોની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે. હાઈ-રિસ્ક ઝોન કે જ્યાં યુદ્ધ જેવી સ્થિતિ છે અથવા આતંકવાદી ગતિવિધિઓ વધુ છે, ત્યાં સાઉદી નાગરિકો ફસાઈ ન જાય તે માટે આ ‘રક્ષણાત્મક કવચ’ તૈયાર કરવામાં આવ્યું છે. જોકે, સરકાર પાસે ખાસ પરવાનગી લઈને જવાની છૂટ છે, પણ તે પ્રક્રિયા અત્યંત જટિલ છે.

કોને મળશે છૂટ

નિયમોમાં કેટલીક માનવીય છૂટછાટ પણ આપવામાં આવી છે. જો કોઈ પ્રવાસીની ઉંમર 60 વર્ષથી વધુ હોય, અથવા જે દેશમાં પ્રતિબંધ છે ત્યાં તેમના નજીકના લોહીના સગાઓ રહેતા હોય, તો દંડમાં રાહત મળી શકે છે. આ સિવાય 48 કલાકથી ઓછો ટ્રાન્ઝિટ સ્ટે હોય તો પણ તપાસ બાદ રાહત મળી શકે છે.

PM કિસાન યોજનામાં સરકારે કર્યો મોટો ફેરફાર; હવે આ ‘સ્પેશિયલ કાર્ડ’ વગર 2000નો હપ્તો નહીં આવે !, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">