Russia Ukraine Crisis : યુદ્ધ વચ્ચે ઝેલેન્સકીએ NATO પર કર્યો કટાક્ષ, કહ્યું ‘અમને સ્વીકારો અથવા માનો કે તમે રશિયાથી ડરો છો’
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ NATO પર કટાક્ષ કરતા કહ્યું કે, તેમણે અમારો સ્વીકાર કરવો જોઈએ અથવા તે રશિયાથી ડરે છે એવુ કહેવું જોઈએ, જે એકદમ સાચું છે.
Russia Ukraine Crisis : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને (Russia Ukraine War) હવે એક મહિનો થવા આવ્યો છે.આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ને તેમને અપનાવવા કે નહીં તે અંગે સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે. આ માહિતી ‘ધ કિવ ઈન્ડિપેન્ડન્ટ’ દ્વારા આપવામાં આવી છે. આ મુજબ, ઝેલેન્સકીએ (President Zelenskyy) યુક્રેનિયન પબ્લિક બ્રોડકાસ્ટર સસ્પિલેન સાથેની મુલાકાતમાં NATO પર કટાક્ષ કર્યો અને કહ્યું, “નાટોએ હવે કહેવું જોઈએ કે તે અમને સ્વીકારી રહ્યું છે અથવા ખુલ્લેઆમ કહેવું જોઈએ કે તે અમને સ્વીકારી રહ્યું નથી.”
શું રશિયાથી ડરી રહ્યુ છે NATO ?
ઝેલેન્સકીએ કહ્યું કે, પછી આપણે કહી શકીએ છીએ કે નાટોના સભ્ય દેશો NATO માં રહીને પણ અમને સુરક્ષાની બાંયધરી આપી શકે છે. સમાધાન એ છે જ્યાં યુદ્ધ સમાપ્ત થાય છે. ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે NATO વિવાદાસ્પદ બાબતો અને રશિયાથી ડરે છે. જેની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે રશિયાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે તે યુક્રેન NATO માં સામેલ થાય તેવું ઈચ્છતું નથી. ઝેલેન્સકીએ લગભગ બે અઠવાડિયા પહેલા કહ્યું હતું કે તેઓ હવે યુક્રેન પર નાટોનું સભ્યપદ મેળવવા માટે દબાણ કરી રહ્યા નથી.
રશિયાની આ માગને યુક્રેને નકારી કાઢી
યુક્રેને નાગરિકો માટે સલામત માનવતાવાદી કોરિડોરના(Human Corridor) બદલામાં બંદરીય શહેર મેરીયુપોલમાં લશ્કરી શસ્ત્રો મૂકવાની રશિયાની માંગને નકારી કાઢી છે. યુક્રેનની સેના પર દબાણ લાવવા માટે રશિયન સેનાએ મેરીયુપોલમાં બોમ્બ ધડાકા તેજ કર્યા છે અને અન્ય શહેરો પર પણ સતત હુમલા કરવામાં આવી રહ્યા છે.સાથે જ યુક્રેનની રાજધાની કિવમાં (Kyiv) ગીચ વસ્તીવાળા પોડિલ જિલ્લામાં એક શોપિંગ સેન્ટર રશિયન સેનાના ગોળીબારમાં નાશ પામ્યુ હતું. આ હુમલામાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા.
મેરીયુપોલમાં થયેલા હુમલાને યુદ્ધ અપરાધ ગણાવ્યો
યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુમી શહેરમાં આવેલા એક કેમિકલ પ્લાન્ટ પર પણ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પ્લાન્ટ પર બોમ્બ ધડાકાને કારણે ટાંકીમાં સંગ્રહિત 50 ટન એમોનિયા ગેસ લીક થયો હતો. એઝોવ સમુદ્રની નજીક સ્થિત દક્ષિણનું શહેર મેરીયુપોલ ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી રશિયન દળોના ભીષણ હુમલાઓનો સામનો કરી રહ્યું છે. યુક્રેનિયન અને પશ્ચિમી અધિકારીઓએ મેરીયુપોલમાં થયેલા હુમલાને યુદ્ધ અપરાધ ગણાવ્યો છે.
આ પણ વાંચો : Russia Ukraine War: રશિયન સૈનિકો કિવ પર સતત કરી રહ્યા છે ગોળીબાર, વિસ્ફોટથી શોપિંગ મોલ્સ થયા ખંડેર