Russia Ukraine War: રશિયન સૈનિકો કિવ પર સતત કરી રહ્યા છે ગોળીબાર, વિસ્ફોટથી શોપિંગ મોલ્સ થયા ખંડેર

રશિયા અને યુક્રેન 26 દિવસના યુદ્ધ અને અનેક રાઉન્ડની વાટાઘાટો બાદ પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. મોસ્કોએ આરોપ લગાવ્યો છે કે,યુક્રેન એવી શરતો મુકી રહ્યું છે જે રશિયા સ્વીકારી ન શકે.

Russia Ukraine War: રશિયન સૈનિકો કિવ પર સતત કરી રહ્યા છે ગોળીબાર, વિસ્ફોટથી શોપિંગ મોલ્સ થયા ખંડેર
Russia Ukraine War (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 6:51 AM

Russia Ukraine War:  રશિયન સૈનિકો(Russian Army) ઉત્તરી યુક્રેનમાં સુમીખિનપ્રોમ કેમિકલ પ્લાન્ટ પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ તેમાંથી એમોનિયા ગેસ લીક ​​થવા લાગ્યો છે. સુમી મિલિટરી એડમિનિસ્ટ્રેશનના વડા દિમિત્રો ઝિવિત્સ્કીએ ફેસબુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.એમોનિયા એ તીખી ગંધ સાથે રંગહીન, ઝેરી વિસ્ફોટક ગેસ છે. મીડિયા અહેવાલો અનુસાર, US (United States) માને છે કે રશિયા યુક્રેનમાં(Ukriane)  ફોલ્સ ફ્લેગ ઓપરેશન હાથ ધરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તે યુક્રેનમાં રાસાયણિક અથવા બેક્ટેરિયોલોજિકલ હથિયારોનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યુ છે.

રાજધાની કિવમાં જોરદાર વિસ્ફોટ થયો

યુક્રેનની રાજધાની કિવમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટથી એક શોપિંગ મોલ(Shopping Mall)  પણ ખાખ થઈ ગયો છે. ધડાકાના અવાજથી દૂર-દૂર સુધી પાર્ક કરાયેલા વાહનોના કાચ પણ તૂટી ગયા હતા. રશિયાના આ મિસાઈલ હુમલા બાદ રેટ્રોવિલે મોલમાંથી આઠ મૃતદેહ કાઢવામાં આવ્યા હતા, જ્યારે ઘણા લોકો ગુમ હોવાનું કહેવાય છે. કિવના (Kyiv) મેયરના કહેવા પ્રમાણે, પુતિનની સેના યુક્રેનની રાજધાની કિવ પર રાતભર બોમ્બમારો કરતી રહી. જેના કારણે કિવમાં ઘણા લોકોના ઘરો પણ ધરાશાયી થયા છે.

ટૂંક સમયમાં ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી શકે છે….!

રશિયા અને યુક્રેન 26 દિવસના યુદ્ધ અને અનેક રાઉન્ડની વાટાઘાટો બાદ પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. મોસ્કોએ યુક્રેન પર એવી શરતો લાદવાનો આરોપ લગાવ્યો છે કે જે રશિયા સ્વીકારી ન શકે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેશકોવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શાંતિ વાટાઘાટોમાં કોઈ નિષ્કર્ષ નીકળ્યુ નથી.મળતી માહિતી મુજબ કોઈ નિષ્કર્ષ બાદ જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમના સમકક્ષ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે સીધી વાત કરી શકે છે. જો કે આ દરમિયાન, ઝેલેન્સકીએ ચેતવણી આપી છે કે જો આ શાંતિ વાટાઘાટો કોઈ નક્કર પરિણામ સુધી નહીં પહોંચે તો ટૂંક સમયમાં ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શું બાઈડનની ધમકી બાદ રશિયા પર ચીનનું વલણ બદલાશે ?

પશ્ચિમી દેશોના વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની ધમકી બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું રશિયાને લઈને વલણ બદલાઈ શકે છે અને તેઓ પુતિનને સમર્થન આપવાનું બંધ કરી શકે છે.

આ પણ વાંચો  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન પ્લેન ક્રેશ પર દુ:ખ વ્યક્ત કર્યું, ચીની રાજદૂતે કહ્યું- તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ બદલ આભાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">