Russia Ukraine War Updates: યુક્રેનમાં ફસાયેલા 182 ભારતીય નાગરિકો રોમાનિયાના બુકારેસ્ટથી દિલ્હી જવા રવાના
Ukraine Russia War News: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ખતરનાક તબક્કે પહોંચી ગયું છે. યુદ્ધને સમાપ્ત કરવા માટે વાટાઘાટો કરવામાં આવી હતી, જે નિષ્ફળ ગઈ હતી.
આજે સતત પાંચમા દિવસે પણ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ (Russia Ukraine War) ચાલુ છે. યુક્રેનના તમામ શહેરો અને સૈન્ય મથકો પર હુમલો કર્યા પછી, રશિયન સેના રાજધાની કિવને નિશાન બનાવીને તેને કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે. શહેરના અધિકારીઓએ સામાન્ય લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. એવા સમાચાર છે કે રશિયન આક્રમણકારો કિવમાં તોડફોડ કરી રહ્યા છે. જેના કારણે માર્ગો પર યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. રશિયાની આક્રમકતાના વિરોધમાં દુનિયાભરના દેશો તેના પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ રશિયાની આકરી નિંદા કરી છે. આ બાબત સાથે સંબંધિત દરેક અપડેટ અહીં જાણો.
LIVE NEWS & UPDATES
-
યુક્રેનમાં ફસાયેલા 182 ભારતીય નાગરિકો રોમાનિયાના બુકારેસ્ટથી દિલ્હી જવા રવાના
યુક્રેનમાં ફસાયેલા 182 ભારતીય નાગરિકો રોમાનિયાના બુકારેસ્ટથી દિલ્હી જવા રવાના થયા છે.
-
કિવના રહેણાંક વિસ્તારમાં રશિયા દ્વારા મોટો વિસ્ફોટ
કિવના રહેણાંક વિસ્તારોમાં રશિયા તરફથી મોટો વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ, વિસ્ફોટ એટલો મોટો છે કે તેના પછી લોકો બંકર તરફ ભાગી રહ્યા છે. આ બ્લાસ્ટ બોવેરી અને સોલેમાંકા વિસ્તારમાં કરવામાં આવ્યા છે.
-
-
રશિયા અને યુક્રેનના પ્રતિનિધિ મંડળ વચ્ચે વાતચીત પૂર્ણ
રશિયા અને યુક્રેનના પ્રતિનિધિ મંડળ વચ્ચેની વાતચીત સમાપ્ત થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આ બેઠક 6 કલાક સુધી ચાલી હતી પરંતુ હજુ પણ તેમાંથી કોઈ પરિણામ મળી શક્યું નથી.
-
નાટોમાં જોડાવા માટે એક્શન પ્લાન બનાવ્યો
સંયુક્ત રાષ્ટ્રમાં રશિયન રાજદૂતે કહ્યું કે યુક્રેન અને જ્યોર્જિયા નાટોમાં સામેલ થવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમની (યુએસ) નીતિ રશિયા વિરોધી યુક્રેન બનાવવાની અને તે નાટોમાં જોડાય તેની ખાતરી કરવાની હતી.
-
મોસ્કોની યુક્રેનને જોડવાની કોઈ યોજના નથી – UNમાં રશિયાના રાજદૂત
સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂતનું કહ્યુ કે, યુક્રેનને જોડવાની મોસ્કોની કોઈ યોજના નથી.
-
-
રશિયાએ વિદેશમાં નાણાં ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મૂક્યો
AFPના અહેવાલ મુજબ રશિયાએ તમામ રહેવાસીઓને વિદેશમાં નાણાં ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
Russia bans all residents from transferring money abroad, reports AFP quoting Kremlin
— ANI (@ANI) February 28, 2022
-
માનવતાવાદી સહાય મહત્વપૂર્ણ – એન્ટોનિયો ગુટેરેસ
સંયૂક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું,”માનવતાવાદી સહાય મહત્વપૂર્ણ છે.એકમાત્ર ઉકેલ શાંતિ દ્વારા છે,મેં યુક્રેનના રાષ્ટ્રપતિને ખાતરી આપી છે કે સંયુક્ત રાષ્ટ્ર મદદ કરવાનું ચાલુ રાખશે.તેમને માનવતાવાદી સહાય પૂરી પાડશે.”
-
સૈનિકોને બેરેકમાં પરત કરોઃ UN ચીફ
UNના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, વધતી હિંસાના પરિણામે નાગરિકો મરી રહ્યા છે.સૈનિકોને બેરેકમાં પાછા જવાની જરૂર છે,નાગરિકોની સુરક્ષા થવી જોઈએ.
-
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુક્રેન પર વિશેષ સત્ર શરૂ
યુક્રેન પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 11મું કટોકટી વિશેષ સત્ર શરૂ થઈ ગયું છે. જેમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ચર્ચા કરવામાં આવશે.
-
અમેરિકાએ તેના નાગરિકોને રશિયા છોડવા કહ્યુ
અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું છે કે, અમેરિકાએ તેના નાગરિકોને તાત્કાલિક રશિયા છોડી દેવાનો આદેશ આપ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે આ આદેશ આપવામાં આવ્યો છે.
-
યુક્રેનમાંથી આઠ હજાર ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવામાં સફળ રહ્યું છે. અત્યાર સુધીમાં 8000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
-
અમેરિકાએ ફરી રશિયા પર પ્રતિબંધો લાદ્યા
US સ્ટેટ ડિપાર્ટમેન્ટે રશિયન નાણાકીય સિસ્ટમ પર ફરીથી પ્રતિબંધો લાદ્યા છે. આ અંતર્ગત રશિયાની સેન્ટ્રલ બેંક,નેશનલ વેલ્થ ફંડ અથવા રશિયાના નાણા મંત્રાલય સાથે જોડાયેલ કોઈપણ અમેરિકન વ્યક્તિ દ્વારા નાણાકીય વ્યવહાર કરવા પર પ્રતિબંધ છે.
-
આપણે સ્થળાંતર પ્રક્રિયા પર રાજનીતિ ન કરવી જોઈએ: ભૂતપૂર્વ PM દેવગૌડા
ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાએ કહ્યું કે, ‘આપણે સ્થળાંતર પ્રક્રિયા પર રાજનીતિ ન કરવી જોઈએ,જે ઓપરેશન કરનારનુ મનોબળ ઉતારી પાડશે. સંકટની આ ઘડીમાં આમ કરવાથી આપણી છબી ખરાબ થશે,આપણે સાથે મળીને કામ કરવાનું છે.’
-
યુક્રેનિયન સૈનિકોએ રશિયન સૈનિકોને રોક્યા
યુક્રેનના સૈનિકો પાસે ઓછા પ્રમાણમાં શસ્ત્રો હોઈ શકે છે, પરંતુ નિશ્ચયથી સજ્જ આ સૈનિકો રાજધાની કિવ અને અન્ય મોટા શહેરોમાં રશિયન સૈનિકોને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. યુક્રેનિયન સૈનિકોના સખત પ્રતિકારને પગલે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાના પરમાણુ દળોને ઉચ્ચ ચેતવણી પર રહેવાનો આદેશ આપ્યો છે.આ સાથે યુદ્ધ નવી ઊંચાઈએ પહોંચવાની દહેશત પણ પ્રબળ બની ગઈ છે.
-
યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરશે PM મોદી
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની સ્થિતિ પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે.આ બેઠકમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના મુદ્દા પર ચર્ચા થશે.
-
રશિયાએ 36 દેશોની એરલાઇન્સ પર પ્રતિબંધ મૂક્યો
રશિયાએ બ્રિટન અને જર્મની સહિત 36 દેશોની એરલાઇન્સની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશની એવિએશન ઓથોરિટીએ આ જાણકારી આપી છે.
-
ભારત યુક્રેનને માનવતાવાદી સહાય મોકલશે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, “યુક્રેનના રાજદૂતની વિનંતી મુજબ, અમે દવાઓ સહિત માનવતાવાદી સહાય યુક્રેનને મોકલીશું.”
-
બેલારુસમાં યુએસ એમ્બેસી બંધ
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બેલારુસમાં તેની દૂતાવાસની કામગીરી બંધ કરી દીધી છે. તે જ સમયે, રશિયામાં બિન-ઇમરજન્સી કર્મચારીઓ અને પરિવારના સભ્યોને પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
-
રશિયન હુમલા બાદ 5 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યું: UN
યુએન શરણાર્થી એજન્સીએ સોમવારે જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે રશિયા દ્વારા કરાયેલા આક્રમણ બાદ 5 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું હતું. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશન ફોર રેફ્યુજી અફેર્સ (UNHCR)ના ચીફ ફિલિપો ગ્રાન્ડીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. જીનીવા સ્થિત યુએનએચઆરસીના પ્રવક્તા શબિયા મન્ટુએ જણાવ્યું હતું કે, યુક્રેનમાંથી 2,81,000 લોકો પોલેન્ડમાં અને 84,500 થી વધુ હંગેરીમાં, લગભગ 36,400 મોલ્ડોવામાં, 32,500 થી વધુ રોમાનિયામાં અને લગભગ 30,000 સ્લોવાકિયામાં પ્રવેશ્યા છે. તેમણે કહ્યું કે, બાકીના લોકો અન્ય દેશોમાં ગયા છે. યુક્રેનથી સેંકડો શરણાર્થીઓને લઈ જતી બીજી ટ્રેન સોમવારે વહેલી સવારે દક્ષિણપૂર્વ પોલેન્ડના પ્રઝેમિસલ શહેરમાં પહોંચી હતી.
-
રશિયન સમાચાર સાઇટ્સ થઈ હેક
યુદ્ધની વચ્ચે રશિયાની મુખ્ય સમાચાર સાઇટ્સ હેક થઈ ગઈ હતી. આ વેબસાઇટ્સને રશિયા વિરોધી સામગ્રી સાથે બદલવામાં આવી છે. રાજ્ય સમાચાર એજન્સીઓ TASS, Kommersant અને Izvestiaના હોમ પેજ યુક્રેનના સમર્થનમાં યુદ્ધ વિરોધી સંદેશાઓ સાથે બદલવામાં આવ્યા હતા.
-
ખાર્કિવમાં રશિયન રોકેટ હુમલામાં ડઝનેક લોકો માર્યા ગયા
યુક્રેનના ગૃહ મંત્રાલયના સલાહકાર એન્ટોન હેરાશચેન્કોએ જણાવ્યું હતું કે, પૂર્વી યુક્રેનિયન શહેર ખાર્કિવ પર રશિયન રોકેટ હુમલામાં ડઝનેક લોકો માર્યા ગયા હતા. તેણે પોતાની પોસ્ટમાં કહ્યું કે, ખાર્કિવ પર મોટા પાયે રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ડઝનેક લોકોના મોત થયા છે અને સેંકડો ઘાયલ થયા છે.
-
બંને દેશોના આ લોકો વાતચીતમાં ભાગ લઈ રહ્યા છે
રશિયા અને યુક્રેન બેલારુસમાં ચર્ચા કરી રહ્યા છે. બંને દેશોના પ્રતિનિધિઓ તેમની દુશ્મનાવટનો અંત લાવવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે વાતચીત કરી રહ્યા છે. યુક્રેનના પ્રતિનિધિમંડળમાં સંરક્ષણ પ્રધાન એલેક્સી રેઝનિકોવ, શાસક સર્વન્ટ્સ ઑફ પીપલ જૂથના વડા ડેવિડ અર્ખામિયા અને નાયબ વિદેશ પ્રધાન નિકોલે ટોચિત્સ્કીનો સમાવેશ થાય છે. તે જ સમયે, રશિયન પ્રતિનિધિમંડળમાં મિન્સ્કમાં મોસ્કોના રાજદૂત, રશિયાના નાયબ સંરક્ષણ પ્રધાન, વરિષ્ઠ સંસદસભ્ય અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સહયોગી વ્લાદિમીર મેડિન્સકીનો સમાવેશ થાય છે.
-
જનરલ વીકે સિંહ યુક્રેનથી ભારતીયોને લાવવા પોલેન્ડ જશે
કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહે કહ્યું કે, જો કોઈ ભારતીય મુશ્કેલીમાં મુકાય તો તેને પાછળ નહીં છોડવામાં આવે. યુદ્ધ ક્ષેત્રની બંને બાજુએ નિયંત્રણો, મૂંઝવણ અને ઉશ્કેરાયેલા સરહદ રક્ષકો હશે. જો તમારી પાસે ધીરજ ન હોય અને સૂચનાઓનું પાલન ન કરો તો વસ્તુઓ ખોટી થઈ શકે છે. સિંહનું કહેવું છે કે, તેઓ યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવામાં સંકલન કરવા સોમવારે રાત્રે પોલેન્ડ જવા રવાના થઈ રહ્યા છે.
-
પાંચ લાખ શરણાર્થીઓએ યુક્રેન છોડ્યું
યુનાઈટેડ નેશન્સે કહ્યું છે કે, યુક્રેનમાં યુદ્ધ બાદ અડધા મિલિયનથી વધુ શરણાર્થીઓ દેશ છોડીને ગયા છે. સમાચાર એજન્સીએ આ જાણકારી આપી છે.
-
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી
Embassy of India in Ukraine issues a new advisory to Indian nationals
“Weekend curfew lifted in Kyiv. All students are advised to make their way to the railway station for onward journey to western parts. Ukraine Railways is putting special trains for evacuations.” it reads pic.twitter.com/OM1GlzR768
— ANI (@ANI) February 28, 2022
-
રશિયા-યુક્રેન વચ્ચે વાટાઘાટો શરૂ
બેલારુસ બોર્ડર પર યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઈલો પોડોલિકે રોઈટર્સ ન્યૂઝ એજન્સીને માહિતી આપી છે.
-
રશિયા-યુક્રેન વચ્ચે ચર્ચા થઈ શરૂ
બેલારુસમાં રશિયા-યુક્રેન બંને દેશોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળો વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ છે.
-
વ્હાઇટ હાઉસ સામે રેલી
યુક્રેનના લોકોએ પોતાના દેશના સમર્થન માટે વ્હાઇટ હાઉસ સામે રેલી કાઢી હતી.
-
લિથુઆનિયાના એરપોર્ટ પર નોર્વેજીયન સૈનિકો
કૌનાસ: લિથુઆનિયાના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા અપાયેલા આ ફોટામાં ગઈ કાલે પહોંચેલ નાટોના નોર્વેજીયન સૈનિકો લિથુઆનિયાના એરપોર્ટ પર જોઈ શકાય છે.
ફટો – AP/PTI
-
એર ઈન્ડિયા એક્સપ્રેસ ઓપરેશન ગંગામાં જોડાઈ
એર ઈન્ડિયા એક્સપ્રેસ ઓપરેશન ગંગામાં જોડાઈ. IX 1201 મુંબઈ- બુકારેસ્ટ (ફ્લાઇટ) બપોરે 1:50 વાગ્યે ઉપડી. સ્થાનિક સમય મુજબ સાંજે 6:15 વાગ્યે બુકારેસ્ટમાં (Bucharest) આગમનનું નિર્ધારિત; 182 મુસાફરોને લઈ જવા માંગે છે. બુકારેસ્ટથી સાંજે 7:15 વાગ્યે પ્રસ્થાન કરી આવતીકાલે સવારે 9:30 વાગ્યે મુંબઈ પહોંચશે.
Air India Express joins Operation Ganga. IX 1201 Mumbai- Bucharest (flight) departed at 1:50 pm. Scheduled arrival in Bucharest at 6:15 pm local time; intends to carry 182 passengers. Departure from Bucharest at 7:15 PM (local time). Arrival in Mumbai at 9:30 am tomorrow
— ANI (@ANI) February 28, 2022
-
રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ યુરોપનું સભ્યપદ આપવા કહ્યું
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ યુરોપિયન યુનિયનને તેમના દેશને તાત્કાલિક સભ્યપદ આપવા વિનંતી કરી છે.
-
અમે દરેકને હૃદયપૂર્વક આવકારીએ છીએ: ભારતમાં પોલેન્ડના રાજદૂત
ભારતમાં પોલેન્ડના રાજદૂત એડમ બુરાકોવસ્કીએ કહ્યં કે, ભારતીય વિદ્યાર્થીઓ સહિત 2 લાખથી વધુ લોકો પહેલાથી જ પોલેન્ડમાં સરહદ પાર કરી આવી ચૂક્યા છે. બોર્ડર પોઈન્ટ્સ પર ખૂબ ભીડથી છે પરંતુ અમે દરેકને હૃદયપૂર્વક આવકારીએ છીએ.
Already more than 2 lakh people have crossed the border into Poland including Indian students. The border points are overcrowded but we are receiving everyone with a warm heart: Ambassador of Poland to India, Adam Burakowski on #RussiaUkraineConflict pic.twitter.com/WgrsIPeFuR
— ANI (@ANI) February 28, 2022
-
તમારો જીવ બચાવો અને જાઓ – ઝેલેન્સકી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ તેમના ભાષણમાં રશિયન સૈનિકોને અપીલ કરી કે, “તમારો જીવન બચાવો અને જાઓ” – રોઇટર્સ
-
આપણામાંના દરેક લોકો એક યોદ્ધા છે – ઝેલેન્સકી
ઝેલેન્સકીએ કહ્યું કે, જ્યારે હું પ્રેસિડેન્સી ગયો ત્યારે મેં કહ્યું કે, આપણામાંના દરેક લોકો રાષ્ટ્રપતિ છે. કારણ કે આપણે બધા આપણા દેશ માટે જવાબદાર છીએ. અમારા સુંદર યુક્રેન માટે. અને હવે એવું બન્યું છે કે, આપણામાંના દરેક લોકો એક યોદ્ધા છે. યોદ્ધા તેની જગ્યાએ છે. અને હું માનું છું કે આપણે દરેક જીતીશું.
-
રશિયાને સૈનિકો પાછા ખેંચવાની કરી વાત
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયાએ તરત જ યુક્રેનમાંથી પોતાની સેના હટાવી લેવી જોઈએ અને યુદ્ધવિરામની જાહેરાત કરવી જોઈએ.
-
યુક્રેને વાટાઘાટોનું મુખ્ય લક્ષ્ય જણાવ્યું
યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયનું કહેવું છે કે, રશિયા સાથેના વાટાઘાટોનો તેનો મુખ્ય ધ્યેય તાત્કાલિક યુદ્ધવિરામ અને રશિયન સૈનિકોને પાછો ખેંચવાનો છે: રોઇટર્સ
-
કિવમાં વીકએન્ડ કર્ફ્યુ હટાવવામાં આવ્યો
યુક્રેનમાં ભારતીય દૂતાવાસના સત્તાવાર ટ્વિટર હેન્ડલે જણાવ્યું હતું કે, કિવમાં વીકએન્ડ કર્ફ્યુ હટાવવામાં આવ્યો. તમામ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ પશ્ચિમી ભાગોમાં આગળની મુસાફરી માટે રેલ્વે સ્ટેશન પર જવાનો. યુક્રેન રેલ્વે વિશેષ ટ્રેનો મૂકી રહી છે.
Weekend curfew lifted in Kyiv. All students are advised to make their way to the railway station for onward journey to the western parts. Ukraine Railways is putting special trains for evacuations.
— India in Ukraine (@IndiainUkraine) February 28, 2022
-
ભારતના 4 કેન્દ્રીય મંત્રી ભારતીયોની મદદે જશે યુક્રેનના પડોશી દેશ
- હરદીપ સિંહ પુરી – હંગરી
- જ્યોતિરાદિત્ય સિંધિયા – રોમાનિયા અને
- કિરન રિજિજૂ – સ્લોવાકિયા
- જનરલ વી કે સિંહ – પોલેન્ડ
-
લોકોના ઘર બરબાદ થઈ ગયા – રાજદૂત
યુક્રેનના રાજદૂત – લોકોના ઘર બરબાદ થઈ ગયા છે, ચારે બાજુથી તોપમારો થઈ રહ્યો છે, માત્ર રશિયાથી જ નહીં પણ અન્ય સરહદોથી પણ.
-
દરરોજ રાત્રે થઈ રહ્યો છે ગોળીબાર
યુક્રેનના રાજદૂત ડો. ઇગોર પોલીખાએ કહ્યું કે, હું યુક્રેનના રાજદૂત તરીકે જ નહીં પણ એક માણસ તરીકે પણ બોલું છું, દરરોજ રાત્રે ગોળીબાર થાય છે.
-
રશિયન આક્રમણમાં 16 બાળકોના થયા મોત: યુક્રેનના રાજદૂત
ભારતમાં યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ જણાવ્યું છે કે, અમે અમારા નાગરિકોની જાનહાનિ સહન કરી રહ્યા છીએ. અમારા મંત્રાલયની સત્તાવાર માહિતી અનુસાર, રશિયન શાંતિ-લડાઈના ઓપરેશનનામાં બોમ્બ વિસ્ફોટ, તોપમારાના પરિણામે 16 બાળકો માર્યા ગયા છે.
We’re suffering a lot of civilian casualties. According to official information of our Ministry, already 16 children were killed from bombings, shellings & so on as result of Russian peace-fighting operation: Dr Igor Polikha, Ambassador of Ukraine to India#RussiaUkraineConflict pic.twitter.com/kUPolCS6zo
— ANI (@ANI) February 28, 2022
-
યુક્રેન-પોલેન્ડ સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓ
ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન-પોલેન્ડ સરહદ પાર કરતા પહેલા શેહિની (Shehyni), લ્વિવ ઓબ્લાસ્ટમાં (Lviv Oblast) અટવાઈ ગયા હતા. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
(Photo – PTI)
-
બેલારુસમાં ઐતિહાસિક બેઠક યોજાશે
રશિયા અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે આજે બેલારુસમાં ઐતિહાસિક મંત્રણા થવા જઈ રહી છે. આ બેઠક 3:30 વાગ્યે યોજાશે, જ્યાંથી નક્કી કરવામાં આવશે કે યુદ્ધ સમાપ્ત થશે કે નહીં.
-
એરસ્પેસમાં રશિયાની તાકાત
રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રી – રશિયન એરક્રાફ્ટે યુક્રેનની સમગ્ર એરસ્પેસ પર મજબૂતી મેળવી લીધી છે.
-
રશિયાના કબજામાં પરમાણુ પાવર પ્લાન્ટ
રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયન સૈન્યએ દક્ષિણ યુક્રેનમાં Zaporizhzhya ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.
-
EU: યુક્રેનને ફાઈટર એરક્રાફ્ટ આપવામાં આવશે
યુરોપિયન યુનિયને કહ્યું કે ફાઇટર જેટ એક કલાકમાં યુક્રેન પહોંચી જશે.
BREAKING: The EU says fighter jets will be arriving in Ukraine within the hour
— Samuel Ramani (@SamRamani2) February 27, 2022
-
રશિયન વિમાનો માટે ગ્રીસનું એરસ્પેસ બંધ
યુરોપિયન યુનિયનના નિર્ણયને અનુરૂપ ગ્રીસે સોમવારે તમામ રશિયન એરક્રાફ્ટ માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે, દેશની નાગરિક ઉડ્ડયન સત્તાએ જાણ કરી છે – રોઇટર્સ
-
રશિયાનું આક્રમણ ધીમુ પડ્યું
યુક્રેનિયન સૈન્યનું કહેવું છે કે રશિયન સૈનિકોએ “આક્રમણની ગતિ ધીમી” કરી દીધી છે.
-
સ્પાઈસજેટ સ્પેશિયલ ફ્લાઈટ ઓપરેટ કરશે
સ્પાઈસજેટ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા અને તેમને ઘરે લાવવા માટે બુડાપેસ્ટ, હંગેરીની વિશેષ ઈવેક્યુએશન ફ્લાઈટ ચલાવશે – ANI
-
કિવમાં કર્ફ્યુ હટાવ્યો
કિવમાં વીકએન્ડ કર્ફ્યુ હટાવવામાં આવ્યો. યુક્રેનના કિવમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું, “તમામ વિદ્યાર્થીઓને પશ્ચિમ ભાગોમાં આગળની મુસાફરી માટે રેલવે સ્ટેશનની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.
-
યુક્રેન રશિયા સાથે વાતચીત કરવા સંમત, ભારતે વિદ્યાર્થીઓને રેલ્વે સ્ટેશનો પર જવા માટે કહ્યું
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બસોમાં શેહિની (યુક્રેન) થી બુડોમિર્ઝ (પોલેન્ડ) લઈ જવામાં આવી રહ્યા છે.
Indian students stuck in Ukraine being taken to Budomierz (Poland), away from Shehyni (Ukraine), on buses.#RussiaUkraineCrisis pic.twitter.com/xZSFtd2Lzb
— ANI (@ANI) February 28, 2022
-
યુક્રેનમાં મુશ્કેલ જીવન
અન્ય યુક્રેનિયન નાગરિકે કહ્યું, ‘હું કિવ જવા માંગુ છું કારણ કે મારા પરિવારને યુક્રેનમાં મારી જરૂર છે. લોકો ત્યાં ખાવાનું ખરીદી શકતા નથી કારણ કે ત્યાં બોમ્બ ધડાકાની ઘટનાઓ છે. ત્યાં આવી ખતરનાક સ્થિતિ છે.
-
સરકાર કેબિનેટ મંત્રીઓને મોકલશે
હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને વીકે સિંહ ખાલી કરાવવાની કામગીરી માટે યુક્રેનના સરહદી વિસ્તારોની મુલાકાત લેશે.
-
કેબિનેટ મંત્રીને મોકલી શકે છે: સૂત્ર
સૂત્રોના જણાવ્યા અનુસાર યુક્રેનથી ભારતીયોને લાવવાની કવાયતના ભાગરૂપે મોદી સરકારના મંત્રીને મોકલવામાં આવી શકે છે. પાડોશી દેશ યુક્રેનમાં જ્યાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે, ત્યાં મોદીના કેબિનેટ મંત્રીને મોકલી શકાય છે જેથી કરીને ત્યાંના ભારતીયો અને ભારતીય વિદ્યાર્થીઓને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને સ્થળ પર જ દૂર કરી શકાય.
-
PM મોદીએ બેઠક બોલાવી
વડાપ્રધાન મોદીએ યુક્રેન મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
-
મેઘાલયના સીએમએ કેન્દ્રને યાદી સોંપી
યુક્રેનમાં રશિયા દ્વારા ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે, મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ સોમવારે કહ્યું કે તેમણે યુક્રેનમાં ફસાયેલા રાજ્યના વિદ્યાર્થીઓની યાદી કેન્દ્રને મોકલી છે અને તેમને તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી છે- ANI
-
રેડિયો એક્ટિવ ડિસ્પોઝલની સાઇટ પર હુમલો
યુએન ન્યુક્લિયર વોચડોગ કહે છે કે મિસાઇલો યુક્રેનની રાજધાની કિવમાં રેડિયો એક્ટિવ ડિસ્પોઝલની સાઇટ પર ત્રાટકી છે. જો કે, ઇમારતોને નુકસાન અથવા રેડિયો એક્ટિવ સામગ્રી છોડવાના કોઈ સંકેતો નોંધાયા નથી.
-
સંયુક્ત રાષ્ટ્ર યોજશે બે બેઠકો
યુક્રેન-રશિયા યુદ્ધ પર યુએન 2 બેઠકો યોજશે.
-
કિવ અને ખાર્કિવમાં વિસ્ફોટો
યુક્રેનની સ્ટેટ સર્વિસ ઓફ સ્પેશિયલ કોમ્યુનિકેશન્સ એન્ડ ઈન્ફોર્મેશન પ્રોટેક્શને જણાવ્યું હતું કે સોમવારે સવારે યુક્રેનની રાજધાની કિવ અને મુખ્ય શહેર ખાર્કિવમાં વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. ટેલિગ્રામ મેસેજિંગ એપ પર સંક્ષિપ્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે પહેલા કિવમાં થોડા કલાકો સુધી શાંતિ હતી.
-
યુક્રેનને ઓસ્ટ્રેલિયા પાસેથી શસ્ત્રો મળશે
ઑસ્ટ્રેલિયા યુક્રેનને રશિયન આક્રમણનો પ્રતિકાર કરવા માટે ઘાતક લશ્કરી સાધનો પ્રદાન કરશે – એપી
-
જાપાન બેલારુસ સામે બન્યું કડક
વિદેશ પ્રધાન યોશિમાસા હયાશીએ સોમવારે જણાવ્યું હતું કે જાપાન બેલારુસિયન સરકારના અધિકારીઓ સહિત કેટલીક વ્યક્તિઓ સામે પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યું છે.
-
અમેરિકાના ન્યૂયોર્કમાં બેઠક યોજાશે
US સમય અનુસાર, UNGA પ્રમુખ અબ્દુલ્લા શાહિદ 28 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે 10 વાગ્યે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં જનરલ એસેમ્બલીના 11મા વિશેષ સત્રની અધ્યક્ષતા કરશે.
-
યુક્રેનથી દિલ્હી આવ્યા વિદ્યાર્થીઓ
દિલ્હી- યુક્રેનમાં ફસાયેલા 249 ભારતીય નાગરિકોને લઈને બુકારેસ્ટ (રોમાનિયા)થી રવાના થયેલી પાંચમી ઓપરેશન ગંગા ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. એક વિદ્યાર્થીએ કહ્યું, “અમે ખૂબ જ ખુશ છીએ કે અમે પાછા આવ્યા છીએ. યુક્રેનમાં અમારા માટે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી, અમે આશાહિન થઈ ગયા હતા.
-
વિદ્યાર્થીઓ યુક્રેનથી ગુજરાત પરત ફર્યા
આજે સવારે ગાંધીનગરમાં ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓ યુક્રેનથી મુંબઈ અને દિલ્હી ઉતર્યા હતા અને વોલ્વો બસ દ્વારા ગુજરાત લાવવામાં આવ્યા હતા.
આ સમાચાર વિગતવાર વાંચવા અહી ક્લિક કરો….
Close to 100 students from Gujarat were welcomed back by CM Bhupendra Patel this morning at Gandhinagar. These students landed from Ukraine in Mumbai and Delhi & were brought to Gujarat by Volvo buses.#RussiaUkraineCrisis pic.twitter.com/AsPR48chXO
— ANI (@ANI) February 28, 2022
Published On - Feb 28,2022 8:29 AM