Russia Ukraine Crisis: ભારતીય વિદ્યાર્થીઓ સાથે એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ આજે દિલ્હી પહોંચી, અત્યાર સુધીમાં 1100થી વધુ પરત ફર્યા

Russia Ukraine Crisis: યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ આજે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ છે.

Russia Ukraine Crisis: ભારતીય વિદ્યાર્થીઓ સાથે એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ આજે દિલ્હી પહોંચી, અત્યાર સુધીમાં 1100થી વધુ પરત ફર્યા
Before boarding the special Air India flight, Indian citizens posed for photographs holding the tricolor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 7:17 AM

Russia Ukraine Crisis: યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ (Russia Ukraine War) દિવસેને દિવસે ભયાનક સ્વરૂપ લઈ રહ્યું છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને(Russian President Vladimir Putin) પણ પરમાણુ હથિયારો તૈયાર રાખવાનો આદેશ આપી દીધો છે. આવી સ્થિતિમાં યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકો હિજરત કરી રહ્યા છે અને પડોશી દેશોમાં શરણ લઈ રહ્યા છે. તે જ સમયે, ભારત સરકાર(Indian Government) યુક્રેનમાં ફસાયેલા તેના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે અભિયાન પણ ચલાવી રહી છે.

અત્યાર સુધીમાં 1100થી વધુ ભારતીયો કિવથી સુરક્ષિત પરત ફર્યા છે. જો કે હજુ પણ મોટી સંખ્યામાં નાગરિકો ત્યાં ફસાયેલા છે. મળતી માહિતી મુજબ, યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ આજે દિલ્હી એરપોર્ટ પર ઉતરી છે. બુકારેસ્ટ (રોમાનિયા) થઈને યુક્રેનમાં ફસાયેલા 249 વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI 1942) સોમવારે સવારે 6:30 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી.

અત્યાર સુધી પાંચ વિમાનોએ ભરી ઉડાન

‘ઓપરેશન ગંગા’ હેઠળ બુકારેસ્ટથી 219 નાગરિકોને લઈને એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટ શનિવારે (26 ફેબ્રુઆરી) મુંબઈમાં ઉતરી હતી. જ્યારે 250 ભારતીય નાગરિકો સાથે બુકારેસ્ટથી બીજી ફ્લાઇટ રવિવારે રાત્રે (27 ફેબ્રુઆરી) લગભગ 2.45 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. તે જ સમયે, 240 લોકોને લઈને ત્રીજી ફ્લાઇટ રવિવારે (27 ફેબ્રુઆરી) સવારે 9.20 વાગ્યે દિલ્હીમાં ઉતરી હતી.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

1156 ભારતીયો સુરક્ષિત વતન પરત ફર્યા

બુકારેસ્ટથી ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત કંપનીની ફ્લાઇટ (ચોથી) 198 ભારતીય નાગરિકો સાથે રવિવારે સાંજે 5.35 વાગ્યે રાષ્ટ્રીય રાજધાની પહોંચી હતી. 13,000 થી વધુ ભારતીય નાગરિકો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોમવારે સવારે પાંચમી ફ્લાઈટ ભારતમાં લેન્ડ થતાની સાથે જ યુક્રેનથી ‘ઓપરેશન ગંગા’ હેઠળ બચાવાયેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 1156 થઈ ગઈ છે.

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">