AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુક્રેન સાથેના તણાવ વચ્ચે રશિયા બનાવી રહ્યું છે 72 મીટર લાંબી સબમરીન, રડારથી બચવામાં સક્ષમ, જાણો કેટલી શક્તિશાળી છે

રશિયાની સરકારે કહ્યું છે કે તે યુક્રેન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે એક વિશાળ સબમરીન બનાવશે. જે રડારથી પણ બચી શકે છે. સબમરીન નું વજન 1300 ટન હશે. કોરોના વાયરસ રોગચાળાને કારણે દેશના સૈન્ય બજેટમાં ઘટાડો થયો છે.

યુક્રેન સાથેના તણાવ વચ્ચે રશિયા બનાવી રહ્યું છે 72 મીટર લાંબી સબમરીન, રડારથી બચવામાં સક્ષમ, જાણો કેટલી શક્તિશાળી છે
Russia developing massive 72 meter submarine amid tensions with Ukraine
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 8:06 PM
Share

રશિયા (Russia) અત્યંત મોટી સબમરીન વિકસાવી રહ્યું છે. જે રડારથી બચવામાં સક્ષમ છે. તે 72-મીટર (236 ફૂટ) લાંબી સબમરીન બનાવવાની યોજના ધરાવે છે. ધ મિરરના અહેવાલ મુજબ, સરકારી માલિકીની કંપની રૂબિન ડિઝાઇન બ્યુરોએ તેના નિર્માણની જાહેરાત કરી છે. સબમરીન (Russian Submarine) નું વજન 1300 ટન હશે. કોરોનાવાયરસ રોગચાળાને કારણે દેશના સૈન્ય બજેટમાં ઘટાડો થયો છે. જેના કારણે સબમરીન બનાવવા માટે ઓછામાં ઓછા પૈસા ખર્ચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે એકસાથે અનેક કાર્યો કરી શકે છે.

દુશ્મન પર સબમરીનથી પણ હુમલો કરી શકાય

આ સબમરીન ગાર્ડિયન સબમરીનના બીજા વર્ઝન પર આધારિત છે, જેના પર કંપની હાલમાં કામ કરી રહી છે. મળતી માહિતી મુજબ, પાણીની અંદર ચાલતી આ સબમરીનની ઝડપ 21 નોટ હશે. કંપનીએ દાવો કર્યો હતો કે સ્ટ્રેઝ 2.0 (સબમરીન) તેના કદને કારણે રડાર શોધને ટાળવામાં સક્ષમ હશે. આનાથી દુશ્મન માટે સબમરીનને શોધવાનું મુશ્કેલ બનશે. આનો ફાયદો ઉઠાવીને દુશ્મન પર સબમરીનથી પણ હુમલો કરી શકાય છે.

4,000 નોટિકલ માઈલની ઓપરેશનલ ક્ષમતા ધરાવે છે

કંપનીના જણાવ્યા અનુસાર આ જહાજનો ઉપયોગ સબમરીન વિરોધી દળો સાથેની કવાયત અને એન્ટી સબમરીન ક્રૂને તાલીમ આપવા માટે કરી શકાય છે. તે 10 નોટની ઝડપે 4,000 નોટિકલ માઈલની ઓપરેશનલ ક્ષમતા ધરાવે છે, જેને જરૂર પડ્યે વધારી પણ શકાય છે. કંપનીએ એમ પણ કહ્યું કે સબમરીન રશિયન દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં સક્ષમ હશે અને જો કોઈ સંકટ આવે તો તેને ઝડપથી લડાઈ મોડમાં મૂકી શકાય છે. સબમરીન પ્રોટોટાઇપ કયા તબક્કામાં છે તે હજુ સુધી સ્પષ્ટ નથી અને તેની સમયરેખા પર કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી.

દૂતાવાસના કર્મચારીઓને પણ અન્ય સ્થળોએ ખસેડ્યા

સબમરીન માટે રશિયાની યોજના એવા સમયે સામે આવી છે જ્યારે યુક્રેન સાથે તણાવ ચરમસીમા પર છે. પશ્ચિમી દેશોએ આશંકા વ્યક્ત કરી છે કે રશિયા યુક્રેન પર હુમલો કરી દેશ પર કબજો કરી લેશે. જ્યારે એક દિવસ પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે તેઓ યુરોપમાં કોઈપણ પ્રકારનું યુદ્ધ નથી ઈચ્છતા. જો કે અમેરિકા અને બ્રિટન સહિતના તમામ દેશો યુક્રેનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢી રહ્યા છે. ઘણા દેશોએ તેમના દૂતાવાસના કર્મચારીઓને પણ અન્ય સ્થળોએ ખસેડ્યા છે.

આ પણ વાંચો –

ચીનના કારણે નેપાળ MCC કરારની મંજૂરીમાં કરી રહ્યું છે વિલંબ, હાથમાંથી નીકળી શકે છે 50 કરોડ ડોલર, અમેરિકા થયું નારાજ

આ પણ વાંચો –

Russia Crimea Drills : રશિયાએ ક્રિમીઆમાં લશ્કરી અભ્યાસ સમાપ્ત કરવાની કરી જાહેરાત, સૈનિકોએ પાછા ફરવાનું કર્યું શરૂ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">